રામપુરા કુકસ ગામના લોકોનો મનપામાં ભળવા મુદ્દે ઉગ્ર વિરોધ, ચૂંટણી બહિષ્કારની ચીમકી – જુઓ Video
ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે મહેસાણાના કુકસ ગામમાં તંત્ર અને સરકાર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં ટીપી, ડીપી અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન દાખલ કરવાના નિર્ણય સામે ગ્રામજનોએ આક્રમક વલણ અખત્યાર કર્યું છે.
મહેસાણાના રામપુરા કુકસ ગામના લોકો દ્વારા મનપામાં ભળવા મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક ખેડૂતો ટીપી-ડીપીમાં થતી 40 ટકા જમીન કપાતનો વિરોધ કરી રહ્યા છે. તેમને ભીતિ છે કે, આ કપાતને કારણે નાના ખેડૂતો સાવ જમીન વિહોણા થઈ જશે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે, ગ્રામસભાના ઠરાવ છતાં તેમને બળજબરીથી મનપામાં ભેળવવામાં આવ્યા છે. આ મુદ્દે ખેતી અને પશુપાલન પર નભતા ગ્રામજનોમાં ભારે આક્રોશ છે અને તેમણે મનપા તેમજ ટીપી-ડીપીના વિરોધમાં કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે.
ગામના 997 મતદારોએ ચીમકી આપી છે કે, જો તેમની માંગ નહીં સંતોષાય તો તેઓ આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરશે. પોતાની માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે કુકસના લોકોએ રાત્રિ સભા યોજી ઢોલ-નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કુકસ ગામના રહેવાસીઓ પોતાના અસ્તિત્વને બચાવવા લડત ચલાવી રહ્યા છે.
ગીરનાર પર આવેલા અંબાજી મંદિરમાં કથિત દારૂપાર્ટી તેમજ નોનવેજ પાર્ટીનો વીડિયો વાયરલ થતા SDM એ શરૂ કર્યો તપાસનો ધમધમાટ અહી ક્લિક કરો
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
