“સત્તામાં આવશું તો મુંબઈને અદાણીસિટી નહીં બનવા દઈએ”, ઉદ્ધવ ઠાકરેનો હુંકાર, ધારાવીને લઈને જણાવ્યો આ પ્લાન

|

Jul 20, 2024 | 7:54 PM

ધારાવી પ્રોજેક્ટને લઈને ઉદ્ધવ ઠાકરેએ ફરી સરકાર અને અદાણી ગૃપ પર નિશાન સાધ્યુ છે. ઠાકરેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે જો સત્તામાં આવશુ તો મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ. આવુ કહીને મુંબઈના સૌથી મોટા ધારાવી પ્રોજેક્ટને લઈને ઉદ્ધવ ઠાકરેએ અદાણી પર નિશાન સાધ્યુ છે.

સત્તામાં આવશું તો મુંબઈને અદાણીસિટી નહીં બનવા દઈએ, ઉદ્ધવ ઠાકરેનો હુંકાર, ધારાવીને લઈને જણાવ્યો આ પ્લાન

Follow us on

શિવસેના (UBT)પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા. આ દરમિયાન ‘અદાણી ધારાવી પ્રોજેક્ટ’ તેમના ખાસ નિશાને રહ્યો. ઠાકરેએ કહ્યુ ‘અમે મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ. ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યુ કે લાડલી બહેના સહિત અનેક યોજનાઓ દ્વારા જનતાને આકર્ષિત કરવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર નિશાન સાધતા ઠાકરેએ કહ્યુ કે આજે હું એક યોજના વિશે કહેવા આવ્યો છુ. એ યોજના છે ‘લડકા ઉદ્યોગપતિ યોજના’

‘અમે ધારાવીમા લોકોને અન્ય જગ્યાએ નહીં વસાવીએ’

ઠાકરેએ કહ્યુ ‘અમે ધારાવીમાં વિરોધ કર્યો હતો. ત્યાંના લોકોને 500 ચોરસ ફૂટનું ઘર મળવું જોઈએ. દરેક ઘરમાં માઇક્રો બિઝનેસ ચાલે છે. આ માટે શું ઉકેલ લાવવામાં આવશે? તેઓ મુંબઈનું નામ બદલીને અદાણી સિટી પણ કરી દેશે. તેમના પ્રયાસો ચાલુ છે, અમે તે થવા દઈશું નહીં.

તેમણે કહ્યું કે, ‘ધારાવીના લોકોને પાત્ર અને અપાત્રના ચક્રવ્યુહમાં ફસાવવાની કોશિષ કરવામાં આવી રહી છે.જો અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ધારાવીના લોકોને અન્યત્ર વસાવીશું નહીં. ધારાવીમાં જ વ્યવસાય માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

‘મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ’

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘ધારાવીનો વિકાસ થવો જોઈએ, અદાણીનો નહીં. જો અદાણી આ બધું પૂરું ન કરી શકે તો ફરીથી ટેન્ડર કરવું જોઈએ. વૈશ્વિક ટેન્ડર બહાર પાડવું જોઈએ અને પારદર્શિતાનું પાલન કરવું જોઈએ. અમે મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ.

શું છે અદાણી ધારાવી પ્રોજેક્ટ ?

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીએ અગાઉ મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીનો કાયાકલ્પ કરવાની બિડ જીતી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેણે આ કામ કરવા માટે નવી કંપની બનાવી હતી. સમાચાર આવ્યા હતા કે અદાણી ગ્રૃપે ધારાવીના પુનઃવિકાસ માટે એક ગ્લોબલ ટીમની પસંદગી કરી છે અને આ માટે પ્રખ્યાત આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપી છે.

619 મિલિયન ડોલરમાં જીતી હતી આ બીડ

ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગૃપે ગત વર્ષે જુલાઈ 2023માં ધારાવી સ્લમ વિસ્તારના પુનઃવિકાસ માટેની બિડ જીતી હતી. મહારાષ્ટ્ર સરકારે અદાણીની 619 મિલિયન ડોલરની બિડ સ્વીકારી હતી. મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટી ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક કરતા ત્રણ-ચતુર્થાંશ જેટલી છે તેને હોલીવુડના દિગ્દર્શક ડેની બોયલની 2008ની ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં દર્શાવવામાં આવી હતી.

ધારાવીમાં 10 લાખ લોકોની વસ્તી

ધારાવીના પુનઃવિકાસ માટે અદાણી ગ્રૃપ દ્વારા ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ નામના સંયુક્ત સાહસની રચનાની પુષ્ટિ કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે આ વિસ્તાર લગભગ 10 લાખ લોકોનું રહેઠાણ છે. મુંબઈની મધ્યમાં આવેલા આ વિસ્તારમાં હજારો ગરીબ પરિવારો તંગીવાળા ક્વાર્ટર્સમાં રહે છે અને તેમાંથી ઘણા પાસે શુદ્ધ પાણી અને સ્વચ્છ શૌચાલય પણ નથી. તેના પુનઃવિકાસનું કામ દાયકાઓથી પેન્ડિંગ છે. તેનું પુનઃનિર્માણનું કામ એક બહુ મોટો પ્રોજેક્ટ છે અને તેના પર સૌપ્રથમ 1980 ના દાયકામાં વિચાર કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:39 pm, Sat, 20 July 24

Next Article