દેશમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 52 હજાર કરતાં પણ વઘી ગઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ સામે આવી રહ્યાં છે અને મુંબઈ શહેર કોરોનાનું દેશમાં હોટસ્પોટ બન્યું છે. આ બધાની વચ્ચે મુંબઈની એક કોવિડ હોસ્પિટલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં મૃતદેહોની વચ્ચે ડૉક્ટર્સને સારવાર આપવી પડી રહી છે જ્યારે કોરોનાના દર્દીઓ મૃતદેહો વચ્ચે જ સારવાર લઈ રહ્યાં છે. આ વીડિયો વાઈરલ થયા બાદ હડકંપ મચી ગયો છે અને પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે કોરોના વાઈરસના લીધે જે દર્દીઓના મોત થઈ રહ્યાં છે તેમના પરિવારજનો મૃતદેહ સ્વીકારવા આવી નથી રહ્યાં. જેના લીધે મૃતદેહને ત્યાં જ રાખવાની ફરજ પડી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો