મહારાષ્ટ્ર NDAમાં સીટ વહેંચણીનો વિવાદ, દેવેન્દ્ર ફડણવીસે આ સ્પષ્ટતા કરી

ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ વિવાદ પર પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમજ કોઈપણ પ્રકારના વિવાદને જન્મ ન આપવા જણાવ્યું હતું. ફડણવીસે કહ્યું કે અમારા ગઠબંધનના ત્રણેય પક્ષો વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે. માત્ર બે-ત્રણ બેઠકો પર મડાગાંઠ છે પરંતુ હજુ પણ ચર્ચા ચાલી રહી છે. તેનો પણ ટૂંક સમયમાં ઉકેલ આવશે.

મહારાષ્ટ્ર NDAમાં સીટ વહેંચણીનો વિવાદ, દેવેન્દ્ર ફડણવીસે આ સ્પષ્ટતા કરી
Follow Us:
| Updated on: Mar 08, 2024 | 9:02 AM

મહારાષ્ટ્ર NDAમાં 13 લોકસભા સીટો પર આંતરિક વિખવાદ ચાલી રહ્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. જો કે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેને માત્ર બેથી ત્રણ સીટોની મુંઝવણ હોવાનું જણાવ્યુ છે. જો કે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમારી વચ્ચે કોઈપણ પ્રકારનો વિવાદ નથી.

દેવેન્દ્ર ફડણવીસે કરી સ્પષ્ટતા

ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ વિવાદ પર પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમજ કોઈપણ પ્રકારના વિવાદને જન્મ ન આપવા જણાવ્યું હતું. ફડણવીસે કહ્યું કે અમારા ગઠબંધનના ત્રણેય પક્ષો વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે. માત્ર બે-ત્રણ બેઠકો પર મડાગાંઠ છે પરંતુ હજુ પણ ચર્ચા ચાલી રહી છે. તેનો પણ ટૂંક સમયમાં ઉકેલ આવશે.

ડેપ્યુટી સીએમએ કહ્યું કે અમારી વચ્ચે કોઈપણ પ્રકારનો વિવાદ નથી. તેમણે મીડિયાને કહ્યું કે તમે અમારી તરફથી જાહેરાત પહેલા સીટો અંગે કોઈ અટકળો ન કરો, કારણ કે આવું કરવું યોગ્ય નહીં હોય. જે પણ નિર્ણય લેવામાં આવશે તે એક-બે દિવસમાં તમને જાહેર થશે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

NDAમાં સીટ વહેંચણીને લઈને શું છે વિવાદ?

ભાજપે મહારાષ્ટ્રમાં લોકસભાની 48માંથી ઓછામાં ઓછી 32 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે. બાકી કેટલીક બેઠકો પર મામલો અટવાયેલો છે. જ્યારે શિંદે જૂથની શિવસેનાની માગ છે કે તેમને 13 બેઠકો મળવી જોઈએ. જ્યારે NCP (અજીત જૂથ) પણ 6 થી 7 સીટોની માગ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ કેટલીક બેઠકો પર પોતાના ચિન્હ (કમળ ચૂંટણી ચિન્હ) પર ચૂંટણી લડવા માટે સહયોગી પક્ષોના ઉમેદવારો સાથે ચર્ચા કરી રહી છે.

શિવસેનાની 13 સીટોમાંથી ભાજપ મુંબઈ નોર્થ વેસ્ટ, નાસિક, યવતમાલ વાશિમ, રામટેક, માવલ અને થાણેની માગ કરી રહી છે. આ સિવાય ઔરંગાબાદ, દક્ષિણ મુંબઈ, થાણે, પરભણી, ઉસ્માનાબાદ, રત્નાગીરી અને સિંધુદુર્ગ લોકસભા સીટોની માગ કરી રહ્યા છે. આ બેઠકો શિવસેનાના ક્વોટાની છે, પરંતુ સાંસદો ઉદ્ધવ જૂથના છે. તેમાંથી દક્ષિણ મુંબઈ અને ઔરંગાબાદમાં ભાજપ જ્યારે થાણે, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં શિવસેના ચૂંટણી લડશે. એવી પણ ચર્ચા છે કે ભાજપ પરભણી અને ઉસ્માનાબાદ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે.

13 લોકસભા બેઠક પર વિવાદ

જ્યારે NCP (અજીત જૂથ)ને રાયગઢ, શિરુર, બારામતી મળી શકે છે. આ સિવાય તે ગઢચિરોલી, માવલ, માધા, પરભણી સીટોની માંગ કરી રહી છે. હાલ 13 બેઠકો પર વિવાદ ચાલી રહ્યો છે. જો કે દેવેન્દ્ર ફડણવીસ તેને માત્ર 2 થી 3 સીટો કહી રહ્યા છે, પરંતુ આ મુદ્દો સરળ નથી.

ફડણવીસે શરદ પવારને જવાબ આપ્યો

એનસીપી પ્રમુખ શરદ પવારે ગુરુવારે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે તેઓ હવે દિલ્હીના સીએમ કેજરીવાલને જેલમાં મોકલવા જઈ રહ્યા છે. જ્યારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને આ આરોપો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે શરદ પવારની ટિપ્પણીને બિનજરૂરી ગણાવી અને કહ્યું કે તે યોગ્ય નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">