AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈની મહિલાએ મલબાર હિલમાં 3 લક્ઝરી ફ્લેટ ખરીદવા 263 કરોડ ખર્ચ્યા, જાણો કોણ છે આ વ્યક્તિ

આશા મુકુલ અગ્રવાલે મુંબઈના મલબાર હિલમાં રૂપિયા 263 કરોડના ત્રણ લક્ઝરી ફ્લેટ ખરીદ્યા છે. તેણે આ ફ્લેટ માટે લગભગ 13 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જમા કરાવી છે. આ સાથે અગ્રવાલે વધુ બે ફ્લેટ ખરીદ્યા છે, જેના માટે 132.75 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

મુંબઈની મહિલાએ મલબાર હિલમાં 3 લક્ઝરી ફ્લેટ ખરીદવા 263 કરોડ ખર્ચ્યા, જાણો કોણ છે આ વ્યક્તિ
luxury flats in Malabar Hill
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 12:44 PM
Share

પરમ કેપિટલના ડિરેક્ટર આશા મુકુલ અગ્રવાલે મલબાર હિલમાં લગભગ 263 કરોડ રૂપિયા ખર્ચીને ત્રણ લક્ઝરી ફ્લેટ ખરીદ્યા છે. આશાએ લગભગ 13 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જમા કરાવી છે. તેણે મલબાર હિલમાં લોઢા મલબાર બિલ્ડિંગમાં 10 કાર પાર્કિંગ સાથે લગભગ 19,254 ચોરસ ફૂટનું ઘર લીધું છે. indextap.com તરફથી મળેલી એગ્રિમેન્ટ મુજબ અગ્રવાલે બિલ્ડિંગના 25મા માળે બે ફ્લેટ ખરીદ્યા છે.

આ પણ વાંચો : કાર્તિક આર્યને જુહુમાં ખરીદ્યો લક્ઝરી એપાર્ટમેન્ટ, કરોડોમાં છે એક્ટરના ઘરની કિંમત

લગભગ 9,719 ચોરસ ફૂટના બે ફ્લેટ અને પાંચ કાર પાર્કિંગ જગ્યાઓ માટે લગભગ રૂપિયા 132.75 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ મિલકત માટે રૂપિયા 6.63 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે.

દરિયા કિનારે આવેલા આ વિસ્તારમાં ઘર ખરીદવાનું દરેકનું સપનું

24મા માળે 9,535 ચોરસ ફૂટના ફ્લેટ અને પાંચ કાર પાર્કિંગ જગ્યા માટે રૂપિયા 130.24 કરોડ ચૂકવવામાં આવ્યા છે. તે જ સમયે આ ફ્લેટ પોતાના નામે કરાવવા માટે રૂપિયા 6.51 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. મલબાર હિલ દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારોમાંનો એક છે. દરિયા કિનારે આવેલા આ વિસ્તારમાં ઘર ખરીદવાનું દરેકનું સપનું હોય છે. આ માટે લોકો કરોડો અને અબજો રૂપિયા ખર્ચવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એક ફિલ્મ પ્રોડ્યુસર-ડિરેક્ટરે પણ બાંદ્રામાં 102.84 કરોડ રૂપિયામાં 9,077 સ્ક્વેર ફૂટનું ઘર ખરીદ્યું હતું.

90 હજારથી વધુ મિલકતોનું રજીસ્ટ્રેશન

મુંબઈમાં નાના મકાનોની સાથે વૈભવી મકાનો પણ વિપુલ પ્રમાણમાં વેચાઈ રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં મુંબઈમાં 90 હજારથી વધુ પ્રોપર્ટી નોંધાઈ ચૂકી છે. મોંઘા મકાનોના વેચાણને કારણે સરકારને આ વર્ષે ફેબ્રુઆરી, માર્ચ અને સપ્ટેમ્બરમાં 1 હજાર કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.

સરકારને ફેબ્રુઆરીમાં મકાનોના વેચાણથી રૂપિયા 1,111 કરોડ અને માર્ચમાં રૂપિયા 1,225 કરોડની આવક થઈ હતી. સપ્ટેમ્બરમાં સરકારને સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂપિયા 1,127 કરોડની આવક મળી હતી. સપ્ટેમ્બરમાં મુંબઈમાં 10,694 પ્રોપર્ટી રજિસ્ટ્રેશનથી કુલ રૂપિયા 1,127 કરોડની આવક થઈ હતી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">