Maharashtra : ભારે વરસાદને પગલે તબાહી, ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા જગતના તાતની વધી મુશ્કેલી

મહારાષ્ટ્રમાં મેઘરાજાએ આજે વિરામ લીધો છે. જો કે અવિરત વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને કારણે હાલ ખેડૂતોની ચિંતા વધી છે.

Maharashtra : ભારે વરસાદને પગલે તબાહી, ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા જગતના તાતની વધી મુશ્કેલી
Heavy rain in Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 5:27 PM

મહારાષ્ટ્રમાં(maharashtra)  અવિરત વરસાદને (Heavy Rain in Maharashtra) કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. ગયા મહિને વરસાદના અભાવે ખરીફ પાકના વાવેતર અંગે ખેડૂતો ચિંતિત હતા. તેમજ ચોમાસાની અનિયમિતતા અંગે મૂંઝવણ હતી. પરંતુ હવે જુલાઈના પ્રથમ દિવસથી રાજ્યમાં એવો વરસાદ (Rain) થયો છે કે વાવણી વિસ્તારનો મોટાભાગનો પાક ખરાબ થઈ ગયો છે અને તેમાં સોયાબીન અને કપાસના પાકને(Crops)  સૌથી વધુ નુકસાન થયુ છે.

વરસાદના અભાવે જે ચિંતા હતી તે ભારે વરસાદ બાદ બમણી થઈ

જૂનના અંતમાં ઓછા વરસાદ બાદ ખેડૂતોએ(Farmer)  ખેડાણ કરવાની હિંમત કરી, પરંતુ છેલ્લા દસ દિવસથી થયેલા ભારે વરસાદે બધું પાણીમાં ડુબાડી દીધું છે. ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકને ભારે નુકશાન થયુ છે.ખરીફ ઉત્પાદનને લઈને હાલ ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. વરસાદના (Maharashtra Rain) અભાવે જે ચિંતા હતી તે ભારે વરસાદ બાદ બમણી થઈ ગઈ છે.ભારે વરસાદને પગલે વિદર્ભ, મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરીય ભાગોમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

કૃષિ વિભાગે (Agriculture Department) એક અહેવાલ જાહેર કરીને કહ્યું છે કે, આ વર્ષે ભારે વરસાદને કારણે અમરાવતી જિલ્લામાં 32 હજાર હેક્ટરનો પાક નાશ પામ્યો છે. જેમાં એકલા મોરશી બ્લોકમાં 15 હજાર હેક્ટરના પાકને નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જેમાં નાંદેડમાં સામાન્ય કરતાં 154 ટકા વધુ અને નાસિકમાં 116 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન

પૂરના કારણે ખેતરો તળાવોમાં પરાવર્તિત થયા

યવતમાલ જિલ્લામાં પનગંગા નદીમાં પૂરના કારણે કાંઠાની નજીકના 20 થી 22 હજાર હેક્ટર વિસ્તારમાં પાણી જમા થઈ ગયું છે. જેના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે ગયા વર્ષે સિઝનના છેલ્લા તબક્કામાં વરસાદને કારણે નુકસાન થયું હતું, પરંતુ આ વર્ષે સિઝનની (monsoon season) શરૂઆતમાં જ નુકસાન થઈ રહ્યું છે. પાક વરસાદના પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતો પાસે ફરીથી વાવણી કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. કલેક્ટર અમોલ યેગેએ ઉમરખેડ અને મહાગાંવ બ્લોકના ખેડૂતો સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.સાથે જ તેમણએ વહીવટી સ્તરે મદદ પૂરી પાડવા અંગે પણ જણાવ્યુ છે.

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">