Maharashtra Corona Update : સાત જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણે વધારી ઉદ્ધવ સરકારની ચિંતા

ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્રનાં (Maharashtra) પુણે, અહમદનગર, સતારા, સોલાપુર, સાંગલી, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વિશેષ તકેદારી રાખવા આદેશો કર્યા છે.

Maharashtra Corona Update : સાત જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણે વધારી ઉદ્ધવ સરકારની ચિંતા
Increase corona cases in Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 10:00 AM

Maharashtra Corona Update : કેરળ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ કોરોના સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે,ત્યારે આરોગ્ય નિષ્ણાંતોએ કોરોનાની ત્રીજી લહેરને લઈને ચિંતા વ્યક્ત કરી છે.વધતા કોરોના સંક્રમણને રોકવા માટે હાલ ઉદ્ધવ ઠાકરે સરકાર સતત બેઠકો યોજી રહી છે અને ‘ત્રીજી લહેર’ (Third Wave) સામે લડવા માટે પગલાં લઈ રહી છે. પરંતુ રાજ્યના સાત જિલ્લામાં સતત કોરોના કેસ વધી રહ્યા છે.

રવિવારે એક બેઠકમાં સરકારે સ્વીકાર્યું હતુ કે મહારાષ્ટ્રના (Maharashtra) સાત જિલ્લા ચિંતાનું કારણ છે કે જ્યાં કોરોનાના મહત્તમ કેસ જોવા મળી રહ્યા છે. આ જિલ્લાઓમાં પુણે, મુંબઈ, સાંગલી સૌથી ખતરનાક સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે આરોગ્ય નિષ્ણાંતોએ ગણેશ ચતુર્થીના તહેવારો સુપર સ્પ્રેડર ન (Super Spreader) બને તે માટે સરકારને ટકોર કરી છે.

કોરોના પ્રતિબંધોને કડક કરવા સરકારની વિચારણા

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મહારાષ્ટ્ર સરકાર સાત જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ફરી એક વખત કોરોના પ્રતિબંધોને કડક કરવા વિચાર કરી શકે છે. આ તમામ જિલ્લાઓમાં છેલ્લા 10 દિવસથી સતત નવા કેસ સામે આવી રહ્યા છે અને પોઝિટિવિટી રેટ (Positivity Rate) પણ વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય અધિકારીઓએ મુંબઈમાં એક પરિષદમાં જણાવ્યું હતું કે,” મુંબઈમાં તહેવારો માટે આપવામાં આવેલી છૂટછાટના કારણે, કોરોનાના નવા કેસોમાં ઉછાળો આવ્યો છે, જો કે આ સાત જિલ્લા સિવાય પરિસ્થિતિ નિયંત્રણમાં છે.”

હાલમાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે

નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમામ જિલ્લાઓમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે છે, પરંતુ આ અઠવાડિયે પુણે અને અહમદનગર જેવા કેટલાક જિલ્લાઓમાં આ આંકડો અનુક્રમે 6.58 ટકા અને 5.08 ટકા જોવા મળ્યો છે. ઘણા દિવસો બાદ મુંબઈ પણ મહતમ કોરોના સંક્રમણ (Corona Case) ધરાવતા પાંચ જિલ્લામાં સામેલ થઈ ગયુ છે,

રાજ્યમાં કુલ 52,025 એક્ટિવ કેસમાંથી 90.62 ટકા કેસ માત્ર દસ જિલ્લામાંથી (Districts) નોંધાયા છે, જેમાંથી પણ 37,897 એટલે કે 72.84 ટકા કેસ માત્ર પાંચ જિલ્લામાંથી નોંધાયા છે. રાજ્ય સરકારે (State Government) પુણે, અહમદનગર, સતારા, સોલાપુર, સાંગલી, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં વધતા કોરોના સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સાત જિલ્લામાં વધી રહ્યુ છે કોરોના સંક્રમણ

આરોગ્ય નિષ્ણાંત ડો. વ્યાસે જણાવ્યુ હતુ કે, “આ સાત જિલ્લામાં કોરોના સંક્રમણ(Corona case)  અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે” આગામી શુક્રવારથી ગણેશ ઉત્સવ શરૂ થવાના છે, ત્યારે રાજ્યમાં ઉત્સવો સુપર સ્પ્રેડર ન બને તે માટે સરકારે ચિંતા વ્યક્ત કરી છે. કોન્ફરન્સમાં CM ઠાકરેએ જણાવ્યુ હતુ કે ” સરકારની પ્રાથમિકતા ત્રીજી લહેર ટાળવા અને કોરોના સંક્રમણની તીવ્રતા ઘટાડવાની રહેશે”

આ પણ વાંચો: Maharashtra : ન માથા ઉપર છત કે ન તો ખિસ્સામાં પૈસા ! કેન્સરના સેંકડો દર્દીઓ મુંબઈમાં ફૂટપાથ પર રહેવા મજબૂર

આ પણ વાંચો: મારી પાસે પણ કૃષિ મંત્રાલય હતુ, પરંતુ ખેડુતોને ઉપજ ફેંકવાની નોબત નહોતી આવી : શરદ પવાર

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">