મહારાષ્ટ્ર : ભારે વરસાદ બાદ રત્નાગિરીના રસ્તા પર દેખાયો કદાવર મગર, જોઇને લોકો ગભરાયા, જુઓ video

મહારાષ્ટ્રના (Maharashtra) રત્નાગિરીના ચિપલુન તાલુકાના શિવનદી પાસે રવિવારે ભારે વરસાદ વચ્ચે સ્થાનિક લોકોએ એક મગરને રસ્તા પર ફરતો જોવા મળ્યો. રસ્તા પર ફરતો આ મગર 8 ફૂટનો અને જોવા માટે ભયાનક હતો. ઘટના સંબંધિત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક મગર રસ્તા પર ફરતો જોઈ શકાય છે

મહારાષ્ટ્ર : ભારે વરસાદ બાદ રત્નાગિરીના રસ્તા પર દેખાયો કદાવર મગર, જોઇને લોકો ગભરાયા, જુઓ video
crocodile
Follow Us:
| Updated on: Jul 01, 2024 | 2:19 PM

મહારાષ્ટ્રના (Maharashtra) રત્નાગિરીના ચિપલુન તાલુકાના શિવનદી પાસે રવિવારે ભારે વરસાદ વચ્ચે સ્થાનિક લોકોએ એક મગરને રસ્તા પર ફરતો જોયો.  8 ફૂટનો આ મગર  ખરેખર ખુબ ભયાનક હતો..ઘટના સંબંધિત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક મગર રસ્તા પર ફરતો જોઈ શકાય છે. રત્નાગિરિ જિલ્લામાં મગરોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. મળતી માહિતી મુજબ આ અંગેની માહિતી શહેરીજનો દ્વારા વારંવાર નગરપાલિકા અને વન વિભાગને આપવામાં આવી હતી. દાવો કરવામાં આવે છે કે ફરિયાદ કરવા છતાં પણ આ મામલે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે રસ્તા પર વાહનો ચાલતા હોય છે અને અચાનક કદાવર મગર સામે આવે છે, લોકો અને વાહનો થંભી ગયા છે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર શહેરમાંથી વહેતી શિવ નદીમાં મગર જોવા મળે છે. ભારે વરસાદના કારણે મગર નદીમાંથી બહાર આવ્યો હોવાની આશંકા છે.

વરસાદી માહોલ, રોમેન્ટીક વાતાવરણમાં ગરમ ચા સાથે માણો દાળવડાની મોજ, આ સરળ ટીપ્સથી બનાવો
Over Calorie Burn : વધારે કેલરી બર્ન કરવાથી શરીરમાં શું ફેરફાર થાય છે?
રોહિત શર્માની માતાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા
શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત

મગરોના સંરક્ષણ દરમિયાન નાગરિકોની સલામતીનો પ્રશ્ન સામે આવ્યો છે,  વીડિયો સામે આવ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

એજન્સીના જણાવ્યા અનુસાર, આ વીડિયો સતત વરસાદ વચ્ચે ચિપલુનના ચિંચનાકા વિસ્તારમાં એક ઓટોરિક્ષા ચાલકે શૂટ કર્યો હતો. વીડિયોમાં કેટલાક અન્ય વાહનો પણ જોવા મળે છે, જેમાં એક ઓટોરિક્ષા તેની હેડલાઈટ ચાલુ કરીને મગરનો વીડિયો બનાવતો હોય મગર પોતાની સામે પડતી હેડલાઇટથી ગુસ્સે થઇ જાય છે.

જાહેર રોડ પર આવી ગયો વિકરાળ મગર

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મગર રોડ પર ફરતો હોય છે અને રસ્તા પર ચાલતા વાહનોની નજીક આવે છે. મગરની હાજરીના કારણે રસ્તા પર વાહનો થંભી જાય છે. તમને જણાવી દઈએ કે ભારે વરસાદને કારણે નદીઓનું જળસ્તર વધી જાય છે અને મગરો બહાર આવીને રસ્તા પર ચાલવા લાગે છે.

આ રીતે જ્યારે મગર બહાર આવ્યો તો નજીકના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. બીજી તરફ રસ્તા પર અવરજવર કરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વડોદરામાં પણ આવી જ ઘટના બની છે

અગાઉ, આવી જ એક ઘટનામાં ગુજરાતના વડોદરામાં ચોમાસાના આગમન બાદ વિશ્વામિત્રી નદી પાસે એક મગર જોવા મળ્યો હતો.

વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી 12 ફૂટનો મગર નીકળ્યો હતો, જે ચોમાસા દરમિયાન આ પ્રદેશમાં સામાન્ય ઘટના છે. બાદમાં વન અધિકારીઓ દ્વારા મગરને પકડીને નદીમાં છોડી દેવામાં આવ્યો હતો.

Latest News Updates

લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ
પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ
માધવપુર ઘેડમાં ભારે વરસાદ, ચોપાટી પર આવેલુ શિવલિંગ દરિયામાં ગરકાવ
માધવપુર ઘેડમાં ભારે વરસાદ, ચોપાટી પર આવેલુ શિવલિંગ દરિયામાં ગરકાવ
ભારે વરસાદના પગેલ ઘેડ પંથકના 22 ગામ સંપર્ક વિહોણા
ભારે વરસાદના પગેલ ઘેડ પંથકના 22 ગામ સંપર્ક વિહોણા
સુરતમાં રાહુલ ગાંધી સામે અરજી કરી ગુનો નોંધવા માંગ કરાઈ
સુરતમાં રાહુલ ગાંધી સામે અરજી કરી ગુનો નોંધવા માંગ કરાઈ
પ્રાંતિજ નજીક ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ, પોલીસે તપાસ શરુ કરી, જુઓ
પ્રાંતિજ નજીક ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ, પોલીસે તપાસ શરુ કરી, જુઓ
હવે નમકીન પેકેટમાંથી મૃત ગરોળી નીકળી, મહિલા ગ્રાહક ચોંકી ઉઠી, જુઓ
હવે નમકીન પેકેટમાંથી મૃત ગરોળી નીકળી, મહિલા ગ્રાહક ચોંકી ઉઠી, જુઓ
કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવતી કંપની ઝડપાઇ
કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવતી કંપની ઝડપાઇ
સાબરકાંઠા: તંત્રના પાપે હાલાકી, કાર અને ટ્રક ડ્રેનેજમાં ખાબક્યા, જુઓ
સાબરકાંઠા: તંત્રના પાપે હાલાકી, કાર અને ટ્રક ડ્રેનેજમાં ખાબક્યા, જુઓ
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">