Dahod Rain : લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી -જુઓ Video
દાહોદ જિલ્લાના લીમડી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લીમડીમાં ભારે પવન અને ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
છેલ્લા 2 -3 દિવસથી મેઘરાજા ગુજરાતમાં ધૂંઆધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે દાહોદ જિલ્લાના લીમડી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લીમડીમાં ભારે પવન અને ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
દાહોદના લીમડીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. વિશ્વકર્મા સોસાયટી, શિવનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. જો કે ચોમાસાની શરુઆતના વરસાદમાં જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે.
માધવપુર ઘેડ વિસ્તારના બજારમાં ભરાયા પાણી
માધવપુરની બજારોમાં પાણી ભરાયા છે. માધવપુર ગામની બજારોમાં ગોઠણ સમા પાણી ભરાતા મુશ્કેલી સર્જાઇ છે. 8 દિવસ સુધી બજારોમાં પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકી થઇ રહી છે. બજારોમાં પાણી ભરાતા વેપારીઓના માલ સમાન પણ ખરાબ થયા છે. મધ્યવંતી નદી અને ઓઝત નદીના પાણી મુખ્ય બજારોમાં ભરાયા છે.
Latest Videos