2.7.2024

જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત

બજારમાંથી જ્યારે પેકેજ્ડ વસ્તુઓની ખરીદી કરતા હોય ત્યારે તેના પર કેટલીક માહિતી આપવામાં આવે છે.

પેકેટ પર એક્સપાયરી ડેટ, શેલ્ફ લાઈફ અને બેસ્ટ બિફોર જેવી જુદી -જુદી માહિતી આપેલી હોય છે.

એક્સપાયરી ડેટનો અર્થ થાય છે કે Expiry Date પછી તે વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહી.

Shelf Life દર્શાવે છે કે પ્રોડક્ટ ખોલ્યા પછી કેટલા સમય સુધી તે વસ્તુનો ઉપયોગ કરી શકાય.

મોટા ભાગે શેલ્ફ લાઈફ સ્પષ્ટ રુપે લખવામાં આવતી નથી. તે ચિન્હ દ્વારા દર્શાવામાં આવે છે.

જ્યારે બેસ્ટ બિફોરનો અર્થ થાય છે કે પેકેટ પર દર્શાવેલી તારીખ સુધી તે વસ્તુ ખાવા લાયક છે.

બેસ્ટ બિફોર પછીની વસ્તુના સ્વાદ અને પોષકતત્વોમાં તફાવત આવી શકે છે.

કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલા કિંમતની સાથે આ બાબતોનું પણ ધ્યાન રાખવુ જોઈએ.