3.7.2024

વરસાદી માહોલ, રોમેન્ટીક વાતાવરણમાં ગરમ ચા સાથે માણો દાળવડાની મોજ, આ સરળ ટીપ્સથી બનાવો

ચોમાસાની ઋતુમાં ચા સાથે દાળવડા ખાવાની ઈચ્છા થતી હોય છે. તો આજે દાળવડા કેવી રીતે બનાવવા તે જોઈશું

દાળવડા બનાવવા માટે મગની દાળને 8 કલાક પહેલા પલાળી દો.

ત્યાર બાદ સવારે તેને મિક્સરમાં અધકચરી વાટી લો.

આ મિશ્રણમાં જરુરિયાત અનુસાર મીઠું ઉમેરો. ત્યારે બાદ આદું, લસણ અને લીલા મરચાની પેસ્ટ તેમજ હીંગ ઉમેરો.

હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરો. ત્યારે બાદ એક પેનમાં દાળવડા ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા માટે મુકો.

આ ગરમ તેલમાં દાળવડા મુકતા જાવ. ધીમા તાપે દાળવડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો.

દાળવડા ગોલ્ડન બ્રાઉન થાય પછી તેને તેલમાંથી બહાર કાઢી લો.

હવે ગરમા ગરમ દાળવડાને લીંબુ, મરચાં અને ડુંગળી સાથે પીરસો.