મહારાષ્ટ્રમાં હવે છોકરાઓ માટે ‘લાડકા ભાઉ’ યોજના, ધો. 12 પાસ કરનારને મળશે મહિને 6થી 10 હજાર, જાણો કોને મળશે લાભ

'મુખ્યમંત્રીની વહાલી બહેન' યોજના બાદ હવે મહારાષ્ટ્રમાં બહેનોના લાડલા ભાઈ માટે પણ એક યોજના લાવવામાં આવી છે. પંઢરપુરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ 'લાડકા ભાઉ' યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ, ધોરણ 12 પાસ કરનારા યુવાનોને દર મહિને રૂ. 6,000, ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે રૂ. 8,000 અને સ્નાતક વિદ્યાર્થીઓ માટે રૂ. 10,000નું સ્ટાઇપેન્ડ જાહેર કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં હવે છોકરાઓ માટે 'લાડકા ભાઉ' યોજના, ધો. 12 પાસ કરનારને મળશે મહિને 6થી 10 હજાર, જાણો કોને મળશે લાભ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2024 | 1:34 PM

‘મુખ્યમંત્રીની વહાલી બહેન’ યોજના બાદ હવે બહેનોના લાડકા ભાઈઓ માટે પણ, મહારાષ્ટ્ર સરકાર એક યોજના લાવવાની તૈયારી કરી રહી છે. મહારાષ્ટ્રના પંઢરપુરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્યમાં હવેથી ‘લાડકા ભાઉ’ યોજનાની જાહેરાત કરી. આ ‘લાડકા ભાઉ’ યોજના હેઠળ 12મું ધોરણ પાસ થયેલા યુવાનોને 6,000 રૂપિયા, ડિપ્લોમાના વિદ્યાર્થીઓને 8,000 રૂપિયા અને સ્નાતક વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો છે કે, તેઓ આ યોજના દ્વારા બેરોજગારીનો ઉકેલ શોધી કાઢશે.

બજેટમાં મહિલાઓ માટે ‘લાડલી બહેન’ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તે અંતર્ગત 21 થી 60 વર્ષની વયની મહિલાઓને સરકાર દ્વારા દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે. વિરોધીઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે બહેનો માટે યોજના જાહેર કરાઈ છે, તો વહાલા ભાઈઓ માટે શું. પરંતુ હવે રાજ્ય સરકાર વહાલા ભાઈઓ માટે પણ એક યોજના લઈને આવી છે.

લાડકા ભાઉ યોજનાનો લાભ કોને મળશે?

ધોરણ 12મું પાસ કરનાર યુવકને દર મહિને રૂ.6 હજાર આપવામાં આવશે. જ્યારે ડિપ્લોમા ધારકને આઠ હજાર રૂપિયા મળશે. તેમજ ગ્રેજ્યુએટ યુવાનોને દર મહિને 10 હજાર રૂપિયા આપવામાં આવશે. આ માટે અરજદારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેમજ અરજદારનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

લાડકા ભાઉ યોજના માટે લાયકાત શું છે?

  • લાડકા ભાઉ યોજના મહારાષ્ટ્ર 2024 નો લાભ લેવા માટે, વ્યક્તિએ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત પાત્રતા પૂર્ણ કરવી આવશ્યક છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર મહારાષ્ટ્ર રાજ્યનો વતની હોવો આવશ્યક છે.
  • માત્ર મહારાષ્ટ્ર રાજ્યના યુવાનો અથવા વિદ્યાર્થીઓને જ આ યોજના માટે પાત્ર હશે. અરજદારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછુ ધોરણ 12મું પાસ, ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએટ હોવી જરૂરી છે.
  • મહારાષ્ટ્ર રાજ્યના બેરોજગાર યુવાનો જ આ યોજના માટે પાત્ર બનશે.
  • અરજદારનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ.

લાડકા ભાઉ યોજના મહારાષ્ટ્ર 2024 ના લાભો અને વિશેષતાઓ

  • લાડકા ભાઈ યોજના મહારાષ્ટ્ર દ્વારા રાજ્યના બેરોજગાર યુવાનો અને વિદ્યાર્થીઓને મફત તાલીમનો લાભ આપીને રોજગાર માટે તૈયાર કરવામાં આવશે.
  • આ યોજના હેઠળ, બેરોજગાર યુવાનોને પ્રતિ માસ 10,000 રૂપિયાની આર્થિક સહાયનો લાભ પણ આપવામાં આવશે.
  • તાલીમ દરમિયાન રાજ્ય સરકાર 12મું પાસ કરનારાઓને દર મહિને રૂ. 6,000, આઇટીઆઇને રૂ. 8,000 અને સ્નાતકોને રૂ. 10,000 આપશે.
  • આ યોજના રાજ્યના યુવાનોના ટેકનિકલ અને વ્યવહારુ કૌશલ્યો વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
  • જો તમે લાડકા ભાઉ યોજના મહારાષ્ટ્ર માટે અરજી કરો છો, તો સરકાર તમને 6 મહિનાની તાલીમનો લાભ આપશે.
  • તાલીમ પૂર્ણ કર્યા પછી તમને લાભ મળવાનું શરૂ થશે.
  • મહારાષ્ટ્રમાં દર વર્ષે 10 લાખ યુવાનોને લાડકા ભાઉ યોજના દ્વારા મફત તાલીમનો લાભ મળશે.
  • રાજ્યના વધુ યુવાનો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે સરકાર 6,000 કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે.
  • લાડકા ભાઉ યોજના મહારાષ્ટ્ર હેઠળની નાણાકીય સહાય યુવાનોને વ્યક્તિગત જરૂરિયાતો માટે તેનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે.
  • આ નાણાકીય સહાયની રકમ વિદ્યાર્થીઓને જરૂરી અભ્યાસ સામગ્રી ખરીદવામાં મદદ કરશે.
  • મફત તાલીમનો લાભ લઈને યુવાનો સરળતાથી કોઈપણ રોજગાર શરૂ કરી શકે છે.

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">