Maharashtra : આપણે ત્યાં એવુ કહેવાય છે કે ‘ખુદા મહેરબાન તો ગધા કુસ્તીબાજ’ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં હોળી આવે ત્યારે ગધેડાના દિવસો આવે છે. અહીં હોળીની અદ્ભુત પરંપરા છે. હોળીના દિવસે ગામના નવા જમાઈને ગધેડા પર સવારી કરાવવામાં આવે છે. દર વખતે હોળીના સમયે જમાઈની ખાતિરદારી કરવાની આ અનોખી રીતની ઘણી ચર્ચા થાય છે. જમાઈ જે ગધેડા પર સવારી કરે છે તેને પણ સારી રીતે નવડાવીને ધોઈ નાખવામાં આવે છે. પછી તેને રંગબેરંગી રીતે શણગારવામાં આવે છે. આ અનોખી પરંપરા બીડ જિલ્લાના કેજ તાલુકાના વિડા યેવતા ગામમાં છે.
લગભગ આઠ-નવ દાયકા જૂની આ પરંપરાની શરૂઆતની કહાની પણ ઘણી રસપ્રદ છે. માહિતી મુજબ ગામના અનંતરાવ દેશમુખના જમાઈ ખૂબ જ શરમાળ હતા અને હોળી રમવા માટે તૈયાર નહોતા. તો પછી શું, દેશમુખ પરિવારે ગામડામાં ઘૂમીને જમાઈને હોળી રમાડવાનો પૂરો પ્લાન બનાવ્યો. એક ગધેડો મંગાવ્યો. તેને ખૂબ શણગારવામાં આવ્યું હતું. પછી જમાઈને પકડીને તે ગધેડા પર બેસાડવામાં આવ્યો અને તેને ગામની આસપાસ લઈ જવામાં આવ્યો. આ પછી જમાઈને સોનાની વીંટી અને ઘણાં બધાં ગિફ્ટ્સ અને નવાં કપડાં ભેટમાં આપવામાં આવ્યા, ત્યારથી આ પરંપરા શરૂ થઈ જે આજ સુધી ચાલુ છે.
આ પરંપરાને એવી રીતે અનુસરવામાં આવે છે કે પહેલા બે દિવસ આ બાબતે ગામમાં મહત્વની બેઠક યોજાય છે. આ બેઠકમાં ગામમાં કયા ઘરમાં લગ્ન થયા છે તેની ચર્ચા કરવામાં આવે છે. આ પછી, ગામના નવા જમાઈને સર્વસંમતિથી પસંદ કરવામાં આવે છે. ગામના જમાઈ પણ આ વાત જાણે છે. જો કે ધણી વખત જમાઈ રાજા હોળી પહેલા ગામથી ભાગી જવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગામડાના લોકો પણ તેમના ઇરાદામાં ખૂબ જ મક્કમ છે. જમાઈ ક્યાંય ન જાય તે માટે ગ્રામજનો દ્વારા નજર પણ રાખવામાં આવે છે.
આપને જણાવવુ રહ્યું કે જમાઈને ગધેડા પર સવારી કરીને આખા ગામમાં લઈ જવામાં આવે છે. પછી અંતે તેઓને મંદિરમાં લઈ જવામાં આવે છે. ભગવાનની પૂજા કર્યા પછી અહીં જમાઈની આરતી કરવામાં આવે છે, તેમને તિલક લગાવવામાં આવે છે અને પછી તેમને સોનાની વીંટી પહેરાવવામાં આવે છે અને સાથે જ ઘણી બધી ભેટોથી સન્માનિત કરવામાં આવે છે.
Published On - 6:39 am, Wed, 8 March 23