રાજ્યસભાના પૂર્વ સાંસદને ત્યાં EDના દરોડા, 40 કિલો સોનું, 25 કરોડના દાગીના, 1.11 કરોડ રોકડ જપ્ત
ભારતીય સ્ટેટ બેંકમાં રૂ. 352 કરોડથી વધુની લોનની છેતરપિંડી કરવાના આરોપમાં આરોપીઓ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા નોંધાયેલી ત્રણ એફઆઈઆરમાંથી મની લોન્ડરિંગનો કેસ સામે આવ્યો છે.

તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારની નજીકની ગણાતી વ્યક્તિ અને ફાઇનાન્સર ઇશ્વરલાલ જૈનના ઘર અને ઓફિસ પર દરોડા પાડીને તેમના ઘરેથી ગેરકાયદેસર રીતે એકઠી કરેલ સંપત્તિના દસ્તાવેજો સહિત મની લોન્ડરિંગ સાથે જોડાયેલા જપ્ત મળી આવ્યા છે.
મહારાષ્ટ્રના 3 જિલ્લામાં ઇશ્વરલાલ જૈનના ઠેકાણાઓ પર EDએ પાડેલા દરોડામાં આશરે 40 કિલો સોનું, રૂ. 24.70 કરોડની કિંમતના હીરાના આભૂષણો અને રૂ. 1.11 કરોડની રોકડ મળી આવી છે. CBI દ્વારા નોંધાયેલી 3 અલગ-અલગ FIR બાદ તપાસ એજન્સી ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. એફઆઈઆરમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) બેંકમાંથી લેવામાં આવેલી લોનની ચુકવણી ન કરવા અને તેની સાથે નાણાની હેરાફેરીનો કેસ નોંધવામાં આવ્યા છે. ભૂતપૂર્વ સાંસદ જૈનના પરિવાર દ્વારા સંચાલિત મહારાષ્ટ્રના આભૂષણ જૂથ અને તેના તેના માલિકો સામે મની લોન્ડરિંગ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
17 ઓગસ્ટે દરોડો પાડવામાં આવ્યો હતો
ED અનુસાર, એજન્સીએ 17 ઓગસ્ટે બેંક લોન છેતરપિંડી (રાજમલ લખીચંદ જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડ, મનરાજ જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડ, આર એલ ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ અને તેમના પ્રમોટર્સ ) એનસીપીના પૂર્વ રાજ્યસભા સાંસદ ઈશ્વરલાલ શંકરલાલ જૈન લાલવાણી, તેમના પરિવારના અન્ય સભ્યોના જલગાંવ, નાસિક અને થાણેમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સર્ચ દરમિયાન EDએ મોટી માત્રામાં ગુનાહિત દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. 24.7 કરોડની કિંમતના ડાયમંડ જ્વેલરી અને 39.33 કિલો સોનું રિકવર કરવામાં આવ્યું છે. જ્યારે 1.11 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે.
EDએ આ કંપનીઓ અને તેમના પ્રમોટરો સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી, બનાવટ અને ગુનાહિત ગેરવર્તણૂકના ગુનાઓ માટે CBI દ્વારા નોંધાયેલી 3 FIRના આધારે તપાસ શરૂ કરી હતી. બેંકોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ જાણીજોઈને SBIમાંથી તેમની લોન ચૂકવી નથી. તેનાથી SBIને રૂ. 352.49 કરોડ (વ્યાજ સહિત)નું નુકસાન થયું હતું.
50 કરોડની સંપત્તિનો ખુલાસો
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે 3 આરોપી કંપનીઓના પ્રમોટરો, આ ગુનાની મિલીભગતમાં હતા અને બોગસ વ્યવહારો કરતા હતા. તપાસમાં મોબાઈલ ફોનમાંથી શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જે મનીષ જૈન દ્વારા નિયંત્રિત રિયલ એસ્ટેટ કંપનીમાં લક્ઝમબર્ગ સ્થિત યુનિટમાંથી 50 મિલિયન યુરોની એફડીઆઈ ઓફર સૂચવે છે. સર્ચ દરમિયાન રાજમલ લખીચંદ ગ્રુપની આવી 60 પ્રોપર્ટી વિશે માહિતી મળી છે, જેની કિંમત 50 કરોડ રૂપિયાથી વધુ છે. આ સાથે જામનેર, જલગાંવ અને આસપાસના વિસ્તારોમાં રાજમલ લખીચંદ મનીષ જૈનની માલિકીની 2 બેનામી મિલકતો પણ મળી આવી છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો