રાજ્યસભાની ચૂંટણીમાં વિજય, શિંદેનો બળવો અને વિધાન પરિષદમાં વિજય, મહારાષ્ટ્રના રાજકારણના નવા ચાણક્ય દેવેન્દ્ર ફડણવીસ

ફડણવીસ (Devendra Fadnavis) વારંવાર સાબિત કરી રહ્યા છે કે તે એવા ખેલાડી નથી જે ચાન્સ પર ડાન્સ કરે અથવા મોકો જોઈને ચોકો મારે. પરંતુ યોગ્ય આયોજન કરીને પોતાની રમતને અંજામ આપે તેવા માહીર ખેલાડી છે.

રાજ્યસભાની ચૂંટણીમાં વિજય, શિંદેનો બળવો અને વિધાન પરિષદમાં વિજય, મહારાષ્ટ્રના રાજકારણના નવા ચાણક્ય દેવેન્દ્ર ફડણવીસ
Devendra Fadnavis (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 6:51 PM

મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Political Crisis) તોફાન આવી ચુક્યું છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને શિવસેનાના મજબૂત નેતા એકનાથ શિંદેએ તેમના સમર્થક ધારાસભ્યો સાથે બળવો કર્યો છે. સોમવારે વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેના અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ તેમના ઉમેદવારોને મત આપ્યો ન હતો. કોંગ્રેસના પ્રથમ પ્રાથમિકતા ધરાવતા ઉમેદવારો જ ચૂંટણી હારી ગયા હતા. શિવસેના પાસે 55 ધારાસભ્યો હોવા છતાં શિવસેનાના ઉમેદવારોને માત્ર 52 મત મળ્યા હતા.

શિવસેનાના બાકીના 3 મત ક્યાં ગયા? જે રીતે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તેના ત્રણેય ઉમેદવારોને જીતાડવામાં સફળ રહ્યું હતું, તેવી જ રીતે વિધાન પરિષદની ચૂંટણીમાં પણ વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસનું જાદું કામ કરી ગયું હતું. ભાજપના પાંચેય ઉમેદવારો વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. અહીંથી એકનાથ શિંદે (Eknath Shinde Shiv Sena)ના બળવાનું ટ્રેલર બહાર આવ્યું હતું.

સાંજ સુધીમાં એટલે કે વિધાન પરિષદની ચૂંટણીના નિર્ણય પહેલા જ એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યો મુંબઈ છોડીને પાલઘર થઈને ગુજરાત પોલીસના રક્ષણ હેઠળ સુરત જવા રવાના થઈ ગયા હતા. આ વાતની જાણ થતાં જ શિવસેનામાં ખળભળાટ મચી ગયો હતો. શિવસેનાના ધારાસભ્યોને ફોન કરવાનો સિલસિલો શરૂ થયો હતો. એક પછી એક શિવસેનાના ધારાસભ્યો નોટ રીચેબલ થઈ ગયા હતા. સવાર સુધીમાં સમાચાર આવ્યા કે એકનાથ શિંદે તેમના સમર્થક ધારાસભ્યો સાથે સુરતની લે મેરીડિયન હોટલમાં રોકાયા છે. સંજય રાઉતે શિંદેના બળવાને ભાજપના ‘ઓપરેશન લોટસ’નો ભાગ ગણાવ્યો છે. જો સંજય રાઉતના આ નિવેદનમાં સત્ય છે તો આ ઓપરેશનના માસ્ટર દેવેન્દ્ર ફડણવીસ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

એકનાથ શિંદેની શરત, ફડણવીસને ફરીથી સીએમ પદ મળવું જોઈએ

આ આખી રમતમાં દેવેન્દ્ર ફડણવીસની વ્યુહરચના છે. આના સમર્થનમાં સૌથી મોટો પુરાવો એકનાથ શિંદેનો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મોકલવામાં આવેલ ત્રણ મુદ્દાનો પ્રસ્તાવ છે. એકનાથ શિંદેએ હોટલમાંથી શિવસેના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેને તેમના એક નજીકના ધારાસભ્ય સંજય રાઠોડના હાથે ત્રણ મુદ્દાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવની પહેલી શરત એ છે કે શિવસેનાએ મહા વિકાસ આઘાડીમાંથી બહાર આવવું જોઈએ. બીજી શરત એ છે કે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્યમંત્રી બનવું જોઈએ અને સાથે જ એકનાથ શિંદેએ પોતાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. એટલે કે, ફડણવીસ સરકારની માંગ ફરી એકવાર સાબિત કરે છે કે પડદા પાછળ કોનું મગજ કામ કરી રહ્યું છે.

દેવેન્દ્ર એકલા શું કરશે? કહેનારાઓને ખબર પડી કે એકલા દેવેન્દ્રએ શું કરી નાખ્યું

પ્રથમ રાજ્યસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીના નેતા દેવેન્દ્ર ફડણવીસને મળવા આવ્યા હતા અને ઓફર કરી હતી કે ભાજપ પાસે જરૂરી સંખ્યા નથી, તેથી ભાજપે ત્રણને બદલે બે ઉમેદવારો ઉભા રાખવા જોઈએ. આવી સ્થિતિમાં મહા વિકાસ અઘાડી તેમની સાથે વિધાન પરિષદની એક બેઠક પર સમાધાન કરી શકે છે. ફડણવીસે ઉલ્ટું મહાવિકાસ અઘાડીને એક ઓફર આપીને પાછી મોકલી દીધી. આ પછી ચમત્કારિક રીતે ભાજપના ધનંજય મહાડિક રાજ્યસભામાં શિવસેનાના ઉમેદવાર સંજય પવારને હરાવીને રાજ્યસભા પહોંચ્યા. અપક્ષોને પોતાની સાથે લાવવામાં ભાજપ સફળ રહ્યું હતું. આ પછી NCP સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે ચાન્સ પર ડાન્સ કરવાનો મોકો મળ્યો છે. આવું દરેક વખતે થશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે દેવેન્દ્ર એકલા શું કરશે?

Latest News Updates

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">