AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર શરદ પવારનું નિવેદન, આંતરિક મતભેદ દૂર કરવાની જવાબદારી શિવસેનાની

આ ઉપરાંત શરદ પવારને જણાવ્યું કે, આ સ્થિતિનો કોઈને કોઈ રસ્તો નીકળશે.ઉપરાંત તેમણે આંતરિક મતભેદો ઉકેલવાની શિવસેનાની જવાબદારી ગણાવી છે.તેમજ ઉદ્ધવ સરકારના નેતૃત્વમાં જ સરકાર ચાલુ રહેશે તેવુ જણાવ્યુ છે.

મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર શરદ પવારનું નિવેદન, આંતરિક મતભેદ દૂર કરવાની જવાબદારી શિવસેનાની
NCP Chief Sharad Pawar Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 5:44 PM
Share

મહા વિકાસ આઘાડી સરકારના શિલ્પકાર ગણાતા શરદ પવારે (Sharad Pawar Press Conference) મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે (21 જૂન, મંગળવાર) દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમની પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે એકનાથ શિંદે (Eknath Shinde Shiv Sena) અને તેમના સમર્થક ધારાસભ્યોનો બળવો શિવસેનાનો આંતરિક મામલો છે. આના પર એક પત્રકારે શરદ પવારને પૂછ્યું કે, પરંતુ સંકટનો સમય તો મહા વિકાસ અઘાડી સરકાર (Maharashtra Political Crisis) પર છે. આના પર શરદ પવારે કહ્યું, ‘મને મહા વિકાસ અઘાડી સરકારમાં કોઈ મોટું સંકટ દેખાતું નથી. શિવસેના ટૂંક સમયમાં આ સંકટનો ઉકેલ શોધી કાઢશે. મને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પૂરો વિશ્વાસ છે. જો જરૂર પડશે તો અમે શિવસેનાને આ સંકટમાંથી બહાર કાઢવા માટે સાથ આપવા તૈયાર છીએ.

શરદ પવારને એક પત્રકારે પૂછ્યું હતું કે એકનાથ શિંદેએ ફરી એકવાર શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આના પર શરદ પવારે કહ્યું કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી.

‘એનસીપી અને ભાજપનું એકસાથે આવવું એ અશક્ય પ્રશ્ન’

એક પત્રકારે શરદ પવારને પૂછ્યું કે જો ભાજપ તરફથી ઓફર આવે તો શું એનસીપી અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી શકે છે? તેના પર શરદ પવારે કહ્યું કે તમે શું વાત કરો છો. કેટલાક સમજદાર પ્રશ્નો પૂછો. એટલે કે શરદ પવાર કોઈપણ સંજોગોમાં ભાજપ સાથે સત્તાની કોઈપણ ભાગીદારી કરશે નહીં.

‘મુખ્યમંત્રી કોણ બને તે શિવસેનાએ નક્કી કરવું જોઈએ’

શરદ પવારે એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ પર કહ્યું કે, મુખ્યમંત્રી કોણ બને, તે ગઠબંધનની શરતો મુજબ શિવસેનાએ નક્કી કરવાનું છે. અમારા ક્વોટામાં નાયબ મુખ્યમંત્રી છે. તેથી આ સવાલનો જવાબ માત્ર શિવસેના જ આપી શકે છે. પરંતુ હાલમાં મને આવી કોઈ માંગની જાણકારી નથી.

શિવસેનામાં બળવો, મુશ્કેલીમાં મહા વિકાસ આઘાડી

શરદ પવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષથી મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારને તોડી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. શરદ પવારે કહ્યું કે આજે તેઓ દિલ્હીથી મુંબઈ જશે અને મહા વિકાસ આઘાડીના નેતાઓ સાથે આ અચાનક સંકટને દૂર કરવા માટે બેઠક કરશે અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે.

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
g clip-path="url(#clip0_868_265)">