Mumbaiમાં વધતા કોરોના વાયરસને કારણે બીએમસીએ તમામ શિક્ષકો, શાળાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા સૂચનાઓ આપી દીધી છે. મુંબઈ કોરોના વાયરસની બીજી લહેરની ચપેટમાં છે. બીએમસીની નવી સૂચના મુજબ 17 માર્ચથી ધોરણ 12 સુધીના તમામ બોર્ડ કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ શૈક્ષણિક કર્મચારીઓને શાળાએ આવવાની છૂટ હતી, શિક્ષકોને શાળાના પરિસરમાં ઓનલાઈન વર્ગો લેવાની છૂટ હતી. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે હવે ઘરેથી ઈ-લર્નિંગનો અભ્યાસ કરવામાં આવશે.
Mumbaiમાં દરરોજ કોરોનાના કેસોની સંખ્યા 2 હજારની નજીક પહોંચી ગઈ છે. મંગળવારે મુંબઈમાં કોરોના વાયરસના 1,922 કેસ નોંધાયા છે, જ્યારે એક દિવસ અગાઉ શહેરમાં કોરોનાના 1,712 કેસ નોંધાયા છે. મુંબઈમાં એક દિવસમાં કોરોનાના 1,922 કેસ સૌથી વધારે છે. બીએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન મુજબ શહેરમાં 246 બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા છે જ્યાં 5થી વધુ કેસ છે. જ્યારે બીએમસીએ 34 ક્ષેત્રોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે. 14 માર્ચના રોજ કોરોનાના 1,963 કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ હતા.
Mumbai લગ્ન અને અંતિમ સંસ્કારમાં ફક્ત 50 લોકો
બીએમસીએ તેની માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે સિંગલ સ્ક્રીન અને મલ્ટીપ્લેક્સ સિનેમામાં 50 ટકા દર્શકોની ક્ષમતા સાથે ચલાવવામાં આવશે. રાજ્યમાં કોઈ સામાજિક, રાજકીય અને ધાર્મિક પ્રવૃત્તિ થશે નહીં. નિયમો અનુસાર લગ્ન અને અંતિમ સંસ્કારમાં ફક્ત 50 જ લોકો ભાગ લઈ શકશે. આરોગ્ય અને આવશ્યક સેવાઓ ઉપરાંત તમામ કચેરીઓ 50 ટકા ક્ષમતા સાથે કામ ચાલશે. તેમજ ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવે છે. મહારાષ્ટ્રમાં અચાનક કોરોના વાયરસના ચેપના વધારાની તપાસ માટે આવેલી સેન્ટરની ટીમે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે રાજ્યમાં ટ્રેકિંગ અને ટ્રેસ કરવામાં ઘણી બેદરકારી દાખવવામાં આવી છે. અહેવાલના આધારે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે.
આ પણ વાંચો: Share Market : સતત ચોથા દિવસે ઘટાડા સાથે બજાર બંધ થયું , SENSEX 562 અને NIFTY 189 અંક તૂટ્યો