Baba Siddique Murder : હરિયાણાની કતાર જેલમાં બનાવ્યો પ્લાન, મુંબઈમાં ભાડે રાખ્યું મકાન…જાણો બાબા સિદ્દીકની હત્યાની Inside Story

બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે બે આરોપી ગુરમેલ સિંહ અને ધરમરાજ કશ્યપની ધરપકડ કરી છે જ્યારે ત્રીજો આરોપી શિવા અને ચોથો જીશાન અખ્તર ફરાર છે. પોલીસ તેમને શોધી રહી છે.

Baba Siddique Murder : હરિયાણાની કતાર જેલમાં બનાવ્યો પ્લાન, મુંબઈમાં ભાડે રાખ્યું મકાન...જાણો બાબા સિદ્દીકની હત્યાની Inside Story
Baba Siddique
Follow Us:
| Updated on: Oct 13, 2024 | 6:40 PM

NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે બે આરોપી ગુરમેલ સિંહ અને ધરમરાજ કશ્યપની ધરપકડ કરી છે જ્યારે ત્રીજો આરોપી શિવા અને ચોથો જીશાન અખ્તર ફરાર છે. પોલીસ તેમને શોધી રહી છે. પોલીસે જણાવ્યું કે જ્યારે પૂર્વ રાજ્ય મંત્રી તેમના પુત્રની ઓફિસમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીબાર થયો હતો. આ દરમિયાન ફાયરિંગ બાદ પોલીસે ત્યાંથી બે આરોપીઓને પકડી લીધા હતા. તેમની પાસેથી બે પિસ્તોલ અને 28 રાઉન્ડ ગોળીઓ મળી આવી છે.

આરોપી મરચાનો સ્પ્રે લઈને આવ્યા હતા

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે આરોપી મરચાનો સ્પ્રે લઈને આવ્યા હતા. પહેલો આરોપી સ્પ્રે છાંટવા જઈ રહ્યો હતો, ત્યાં ત્રીજા આરોપી શિવકુમાર ગૌતમે સીધું ફાયરિંગ શરૂ કરી દીધું. ધરમરાજ કશ્યપ પાસે મરચાનો સ્પ્રે હતો, પરંતુ તે સ્પ્રે છાંટે તે પહેલા ત્રીજા આરોપીએ ગોળીબાર કર્યો હતો.

આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી છે કે બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું હરિયાણાની કતાર જેલમાં ઘડવામાં આવ્યું હતું. ત્રણેય આરોપીઓ એકસાથે હરિયાણાની કતાર જેલમાં હતા. ફરાર આરોપીનું નામ શિવકુમાર છે અને તે ત્રણેય 2 સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવ્યા હતા. ગયા મહિને જ્યારે ત્રણેય જુહુ બીચ પર ગયા હતા, ત્યારે તેઓએ તેમના ફોટોગ્રાફ્સ યાદગીરી તરીકે લીધા હતા.

સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video
Chilli : લાલ મરચું કે લીલું મરચું, ભોજનમાં શું ઉમેરવું વધુ સારું છે?
બોલિવુડની હોટ અભિનેત્રી નાની બનતા ઝુમી ઉઠી, જુઓ ફોટો
જામનગરમાં MLA રિવાબા જાડેજાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કર્યું શસ્ત્ર પૂજન, જુઓ Photos

એક આરોપીના મોબાઈલ ફોનમાં આ ફોટો મળી આવતા અન્ય તમામ આરોપીઓને ઓળખવામાં સરળતા થઈ હતી. આરોપીઓ પાસેથી 28 જીવતા કારતૂસ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. આમાંથી એક જ મોબાઈલ કોલિંગ માટે હતો. બીજાનો નિયમિત ઉપયોગ કરતા હોવાની માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે ત્રણેય સામે ગંભીર ગુનાનો રેકોર્ડ છે.

ચાર લોકોએ હત્યાની જવાબદારી લીધી

ચાર લોકોએ મળીને બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. હરિયાણા અને યુપીના ત્રણ શૂટરોએ સિદ્દીકી પર ગોળીબાર કર્યો હતો. ત્રણ દાવેદારોના નામ ગુરમેલ સિંહ, ધરમરાજ કશ્યપ, શિવકુમાર ઉર્ફે શિવ ગૌતમ અને ચોથા આરોપીનું નામ મોહમ્મદ જીશાન અખ્તર છે. જીશાન અખ્તર ફરાર છે. ગુરમેલ સિંહ હરિયાણાનો રહેવાસી છે, જ્યારે ધરમરાજ અને શિવકુમાર યુપીના ગંડારા ગામના રહેવાસી છે. ત્રણેય આરોપીઓને હેન્ડલ કરનાર ચોથો આરોપી પણ પોલીસના રડારમાં છે.

ગુરમેલ, ધરમરાજ અને શિવકુમાર હરિયાણાની જેલમાં મળ્યા હતા. જેલમાં તેઓ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં આવ્યા અને ત્યાં જ બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું. સિદ્દીકીની હત્યા બાદ આરોપીઓને 50-50 હજાર રૂપિયા મળવાના હતા. આ દરમિયાન બાબા સિદ્દીકી હત્યા કેસના ચોથા આરોપીની પણ ઓળખ થઈ હતી. સૂત્રોએ માહિતી આપી છે કે ચોથા આરોપીનું નામ મોહમ્મદ જીશાન અખ્તર છે.

આરોપીઓએ કેવી રીતે કરી હત્યા ?

આરોપીઓ 2 સપ્ટેમ્બરથી કુર્લામાં ભાડાના રૂમમાં રહેતા હતા. આરોપીઓએ કુર્લામાં 14 હજાર રૂપિયામાં ભાડે રૂમ લીધો હતો. આરોપીઓ ઘણા દિવસોથી ગોળીબાર કરવાની તક શોધી રહ્યા હતા. થોડા દિવસો પહેલા આરોપીએ ડિલિવરી બોયની મદદથી બંદૂકની વ્યવસ્થા કરી હતી. આરોપી ગુરમેલ, ધરમરાજ અને શિવકુમાર બાબા સિદ્દીકી પર હુમલો કરવા માટે રિક્ષામાં સ્થળ પર પહોંચ્યા હતા. શિવકુમાર ગુરમેલ અને ધરમરાજ પર નજર રાખતો હતો.

ઘટના બાદ પોલીસે ગઈકાલે આરોપી ગુરમેલ અને ધર્મરાજ કશ્યપની ધરપકડ કરી હતી. સિદ્દીકીની હત્યા કરીને નાસી છૂટેલા આરોપીઓને નાકાબંધી દરમિયાન પકડવામાં આવ્યા હતા. ફરાર શિવકુમાર અને ચોથા આરોપીની 3 રાજ્યોમાં તપાસ ચાલી રહી છે. મુંબઈ પોલીસની ટીમોને મધ્યપ્રદેશના ઉજ્જૈન મોકલવામાં આવી છે. દિલ્હી પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી ગુરમેલ અને ધરમરાજની પૂછપરછ કરી રહ્યા છે.

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
g clip-path="url(#clip0_868_265)">