સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા

13 Oct, 2024

સુરત ખાતે યશ્વી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ નવરાત્રીના આયોજનમાં કિંજલ દવેએ 9 દિવસ લોકોને ગરબે ઘુમાવ્યા હતા.

સુરત ખાતે યોજાયેલી આ નવરાત્રીમાં ખેલૈયાઓની પણ ભારે ભીડ જામી હતી.

કિંજલ દવેને તેના સુરતના ફેન્સે અનેક એવી મુવમેન્ટ આપી છે જે તે કયારેય નહીં ભૂલી શકે.

અનેક ગિફ્ટ અને ચિત્રો પણ કિંજલ દવેને મળ્યા.

9 દિવસ AC ડોમમાં નવરાત્રીના આયોજન બાદ અંતિમ દિવસે કિંજલ દવે સ્ટેજ પર ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા.

સ્ટેજ પર જ પિતાને ગળે લાગીને કિંજલ દવે રડી પડતાં ફેન્સમાં એક પ્રકારનો સન્નાટો હતો.

સ્વાભાવિક છે કે 9 દિવસ આ રીતે સુરતીઓ સાથે રહીને બાદમાં હવે પોતાના ઘરે પરત ફરવું કિંજલ દવે માટે ખૂબ અઘરું હતું.