હરવા-ફરવાના શોખીન લોકોએ આ રીતે કરવો જોઈએ ટ્રીપનો પ્લાન , તમારા બજેટમાં પૂરો થશે ફરવાનો શોખ

ઘણા ટ્રાવેલ એજન્ટ આ માટે વિવિધ પેકેજો આપે છે. આ પેકેજોમાં તમારા માટે ટિકિટ બુકિંગ, રહેઠાણ, પ્રવાસની વ્યવસ્થા, નાસ્તો અને રાત્રિભોજનનો સમાવેશ થાય છે.

હરવા-ફરવાના શોખીન લોકોએ આ રીતે કરવો જોઈએ ટ્રીપનો પ્લાન , તમારા બજેટમાં પૂરો થશે ફરવાનો શોખ
Travel Tips
Image Credit source: cdc.gov
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 13, 2022 | 10:56 PM

હરવુ-ફરવુ કોને ના ગમે? સૌ કોઈ ઈચ્છે કે તે સારી સારી જગ્યાએ ફરી શકે. દુનિયામાં એવા અનેક લોકો હોય છે, જે આખી દુનિયામાં ફરવા માગતા હોય છે. આવા ફરવામાં શોખીન લોકો પણ હોય છે. ઘણા લોકો તો એવી જોબ પસંદ કરતા હોય છે, જેમાં દેશના અલગ અલગ જગ્યાએ ફરવાનું હોય. વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને થોડુ હરવુ-ફરવુ  (Travel) જરુરી છે. તેનાથી તાજગીનો અહેસાસ થાય છે અને તણાવ પણ ઓછો થાય છે. ટ્રાવેલિંગના શોખીન લોકોને ઘણી વખત બજેટ નડતુ હોય છે. આ કારણે ઘણા લોકો પોતાની ઈચ્છા પૂરી કરી શકતા નથી. જો તમે પણ ખર્ચના કારણે તમારી મુસાફરીની ઈચ્છા પૂરી કરી શકતા નથી તો અહીં આપેલી સરળ ટિપ્સ (Travel Tips) જેની મદદથી તમે તમારા ખર્ચને નિયંત્રિત કરી શકો છો અને ઓછા પૈસામાં મુસાફરી કરવાની ઈચ્છા પૂરી કરી શકો છો.

મુસાફરી માટે માહિતી એકત્રિત કરો

સૌ પ્રથમ તમે જે સ્થળની મુલાકાત લેવા માંગો છો તેના વિશેની તમામ જરૂરી માહિતી એકત્રિત કરો. આ માહિતી તમને ઈન્ટરનેટ દ્વારા સરળતાથી મળી જશે. એ જગ્યાએ ક્યાં ફરવાલાયક સ્થળો છે, તેના વિશે પણ જાણવાનો પ્રયાસ કરો. જો તમારો કોઈ મિત્ર તે સ્થળની મુલાકાત લેવા ગયો હોય તો તેમની પાસેથી પણ તે સ્થળ વિશે જાણી લો . તેનાથી તમને ઘણી મદદ મળશે અને તમારું પ્લાનિંગ કરી શકશો.

મુસાફરી માટે પેકેજ પણ તપાસો

જો તમે ઈચ્છો તો તમે તે સ્થળની મુલાકાત લેવા માટે પેકેજ પણ લઈ શકો છો. ઘણા ટ્રાવેલ એજન્ટ આ માટે વિવિધ પેકેજો આપે છે. આ પેકેજોમાં તમારા માટે ટિકિટ બુકિંગ, રહેઠાણ, પ્રવાસની વ્યવસ્થા, નાસ્તો અને રાત્રિભોજનનો સમાવેશ થાય છે. તમે આ પેકેજો વિશે ઘણી જગ્યાએ જાણકારી મેળવી શકો છો. આ માટે તમે ઈન્ટરનેટની મદદ પણ લઈ શકો છો. તમે જ્યાંથી સૌથી સસ્તું અને શ્રેષ્ઠ પેકેજ મેળવી શકો, તેમાંથી એક પસંદ કરો. વિશ્વસનીય સ્થાનેથી પેકેજ લો.

મુસાફરી માટે પ્રી બુકિંગ કરો

તમે જે સ્થળે જવા માંગો છો તેની ટિકિટનું પ્રી-બુકિંગ કરો. પ્રી-બુકિંગ સાથે તમને યોગ્ય કિંમતે ટિકિટ પણ મળે છે, સાથે જ સીટ મેળવવામાં પણ કોઈ સમસ્યા થતી નથી. તમે હોટેલમાં રહેવા માટે અગાઉથી બુકિંગ પણ કરી શકો છો. ઘણી વેબસાઈટ્સ છે, જેના પર હોટલ બુકિંગ પર પણ સારી ઑફર્સ ઉપલબ્ધ હોય છે.

આ પણ વાંચો

મુસાફરી માટે નાસ્તો-પાણી સાથે રાખો

તમને રસ્તામાં ઘણી જગ્યાએ ભૂખ લાગે તો તમારે સામાન ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે તમારી સાથે પૂરતા પ્રમાણમાં નાસ્તા- પાણી અને બીજી જરુરી વસ્તુ રાખો. તમે ઘરેથી બનાવીને નાસ્તો પણ લઈ શકો છો. તેનાથી તમારા પૈસાની પણ બચત થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati