ભારતના આ 3 ગામો માનવામાં આવે છે શ્રેષ્ઠ પર્યટન સ્થળ, જો તમે શાંતિ શોધતા હોવ તો અહીં અવશ્ય મુલાકાત લો

|

Mar 24, 2022 | 2:37 PM

જો તમે ફરવાના શોખીન છો અને કોઈ શાંત જગ્યાએ જવા માંગો છો તો તમે ભારતના ત્રણ ગામડાઓમાં ફરી શકો છો. આ ગામોને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન એવોર્ડ માટે શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.

ભારતના આ 3 ગામો માનવામાં આવે છે શ્રેષ્ઠ પર્યટન સ્થળ, જો તમે શાંતિ શોધતા હોવ તો અહીં અવશ્ય મુલાકાત લો
Tourism villages (symbolic image )

Follow us on

જો તમે રોજબરોજના ટેન્શન અને ઘોંઘાટથી દૂર કોઈ શાંત વિસ્તારમાં જવાનું વિચારી રહ્યા છો તો આ વખતે કોઈ પર્યટન સ્થળ પર નહીં, પરંતુ ગામડામાં જાવ. હા, અમે જે ગામોની વાત કરી રહ્યા છીએ તે કોઈ સામાન્ય ગામો નથી, તેમને વિશ્વ ખ્યાતિ મળી છે. અમે વાત કરી રહ્યા છીએ તેલંગાણાના પોચમપલ્લી ગામ (Pochampally Village), મેઘાલયના કોંગથોંગ (Kongthong Village) ગામ અને મધ્ય પ્રદેશના લાડપુરા (Ladpura Khas Village) ખાસ ગામની. ગયા વર્ષે આ ત્રણ ગામોને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન એવોર્ડ (United Nations World Tourism Organization Award) માટે શ્રેષ્ઠ પ્રવાસન ગામની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. અહીં જાણો આ ગામોની ખાસિયત વિશે.

પોચમપલ્લી ગામ

હૈદરાબાદથી લગભગ 40 કિમી દૂર તેલંગાણાના નાલગોંડા જિલ્લાનું પોચમપલ્લી ગામ તેની વણાટ શૈલી અને ઈકત સાડીઓ માટે જાણીતું છે. પોચમ્પલ્લીને રેશમનું શહેર માનવામાં આવે છે, તેથી આ ગામને સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામમાં 10 હજાર હરકરઘે છે. અહીંની સાડીઓ ભારત સહિત શ્રીલંકા, મલેશિયા, દુબઈ, યુરોપ અને ફ્રાન્સ સહિત ઘણા દેશોમાં મોકલવામાં આવે છે.

કોંગથોંગ ગામ

શિલોંગથી લગભગ 60 કિમી દૂર સ્થિત કોંગથોંગ ગામ તેની પ્રાકૃતિક સુંદરતા અને વિશિષ્ટ સંસ્કૃતિ માટે ખૂબ જ લોકપ્રિય છે. સુંદર પર્વતો, ધોધ અને દેવદાર વૃક્ષોથી ઘેરાયેલી ખીણની પ્રાકૃતિક સુંદરતા ઉપરાંત કોંગથોંગનો એક અનોખો રિવાજ છે. અહીં બાળકનું નામ રાખવામાં આવતુ નથી. જન્મ સમયે માતાના હૃદયમાંથી જે પણ સૂર નીકળે છે, તે સૂર તેને સોંપવામાં આવે છે. તે બાળકને જીવનભર એક જ સૂરથી બોલાવવામાં આવે છે. ગામમાં વાત ઓછી અને ધૂન વધુ સંભળાય છે. આ કારણથી ગામને ‘વ્હિસલિંગ વિલેજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

લાધપુરા ખાસ ગામ

લધપુરા ખાસ ગામ મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લાના ઓરછા તાલુકામાં આવેલું છે. ઓરછા આવતા પ્રવાસીઓ જ્યારે આ ગામ તરફ આગળ વધે છે, ત્યારે એક અલગ જ વાતાવરણ જોવા મળે છે. અહીંનું શાંત, શુદ્ધ અને પ્રાકૃતિક વાતાવરણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ વિસ્તારમાં બુંદેલખંડના પ્રાચીન સામ્રાજ્ય અને અવશેષો વિશે માહિતી મળે છે. આ સાથે અહીંની સંસ્કૃતિનો પરિચય પણ પારંપરિક ખોરાક અને વસ્ત્રો દ્વારા થાય છે.

આ પણ વાંચો :NHPC JE Admit Card 2022: જુનિયર એન્જિનિયર ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો :નવસારીના દાદીનો ધમાકેદાર ડાન્સ ખૂબ જ વાયરલ, દાદીનો ડાન્સ જોઇ તમે ફિલ્મ અભિનેત્રીના ડાન્સને ભૂલી જશો

Next Article