નવસારીના દાદીનો ધમાકેદાર ડાન્સ ખૂબ જ વાયરલ, દાદીનો ડાન્સ જોઇ તમે ફિલ્મ અભિનેત્રીના ડાન્સને ભૂલી જશો
સ્ટેજ પર્ફોમન્સમાં જશોદાબહેને ગંગુબાઇ ફિલ્મના ઢોલિડા સોંગ્સ પર ડાન્સ કર્યો હતો. આ ડાન્સ જોઇ હાજર રહેતા દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. દાદીના સ્ટેપ્સને લોકો ખુબ જ વખાણી રહ્યા છે.
જીવનના અંતિમ પડાવમાં પણ કેટલાક વૃદ્ધો જિંદગીમાં નવા રંગો ઉમેરે છે. અને, તેમના આવા કાર્યો અનેક લોકોને પ્રેરણા આપતા હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. હા, અમે વાત કરી રહ્યાં છીએ નવસારીના એક દાદીની, કે જેમની ઉંમર તો 75 વર્ષની છે. પરંતુ, તેમનો જીવન જીવવા પ્રત્યેનો જુસ્સો જોઇ તમે દંગ રહી જશો, આ દાદીનો એક વીડિયોએ હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. જુઓ આ દાદીનો વીડિયો,
75-years elderly woman performs on Gangubai Kathiawadi's Dholida song during #Navsari senior citizens' competition, internet hearts viral video. #Gujarat #TV9News pic.twitter.com/JuXuzNCr6g
— Tv9 Gujarati (@tv9gujarati) March 24, 2022
નવસારીમાં રહેતા આ 75 વર્ષના દાદીનું નામ છે જશોદાબહેન. 8મી માર્ચે વુમન્સ ડે નિમિતે નવસારી જિલ્લા સિનિયર સિટીઝન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં જશોદાબહેને ભાગ લીધો હતો. જશોદાબહેને ભૂતકાળમાં ક્યારેય સ્ટેજ પર્ફોમન્સ કર્યું ન હતું. આ સ્ટેજ પર્ફોમન્સમાં જશોદાબહેને ગંગુબાઇ ફિલ્મના ઢોલિડા સોંગ્સ પર ડાન્સ કર્યો હતો. આ ડાન્સ જોઇ હાજર રહેતા દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. દાદીના સ્ટેપ્સને લોકો ખુબ જ વખાણી રહ્યા છે. દાદીનો ડાન્સમાં જુસ્સો, તેમના સ્ટેપ્સ લોકમુખે ચર્ચાનો વિષય બન્યા છે. દાદીનો આ ડાન્સ જોઇ લોકો હવે તેમની સરખામણી આલિયા ભટ્ટના ડાન્સ સાથે કરી રહ્યાં છે.
8મી માર્ચે વુમન્સ ડે નિમિતે નવસારી જિલ્લા સિનિયર સિટીઝન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં જશોદાબહેને ભાગ લીધો હતો. જશોદાબહેને ભૂતકાળમાં ક્યારેય સ્ટેજ પર્ફોમન્સ કર્યું ન હતું. પરંતુ, સોસાયટીના લોકોના પ્રોત્સાહનના કારણે તેમણે સિનિયર સિટીઝનના પ્રોગ્રામમાં ઢોલીડા સોંગ પર પર્ફોમન્સ આપ્યું હતું. જશોદાબહેને આ સોંગના સ્ટેપ્સ શીખવા માટે ફક્ત પાંચ જ દિવસનો સમય લીધો હતો.
સ્ટેજ પર્ફોમન્સ આપે તે માટે જશોદાબહેનના પતિએ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. નવસારીના ઈટાળવા રોડ પર રહેતા જશોદાબહેન પટેલના બે પુત્રો વિદેશમાં સ્થાયી થયા છે. હાલ તેઓ નવસારીમાં તેમના પતિ સાથે નિવૃત જીવન ગાળી રહ્યા છે. નાનપણથી જ ગરબાનો શોખ ધરાવતા જશોદાબહેને ક્યારેય સોલો સ્ટેજ પર્ફોમન્સ આપ્યું ન હતું.
સામાન્ય રીતે વૃદ્ધા અવસ્થામાં પ્રવેશતા જ મોટાભાગના વૃદ્ધો પોતાના શોખ ભૂલી જતાં હોય છે. પરંતુ, જશોદાબહેનનું કહેવું છે કે, વૃદ્ધોએ પણ જેમાં રસ હોય તેમાં આગળ વધવું જોઈએ. લોકોમાં જો ધગશ હોય તો ગમે તે કરી શકે છે.
આ પણ વાંચો : વિશ્વ ટીબી દિવસ : ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત
આ પણ વાંચો : Gold Price Today : દુબઈ અને અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ શું છે, આજે સોનુ સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલ દ્વારા