Hug Benefits: તમારા મિત્રો-સંબંધીઓને આલિંગન કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે, આલિંગનથી ઘણા ફાયદા થશે

|

Dec 01, 2022 | 5:47 PM

Hug Benefits: આલિંગન એ કુદરતી ક્રિયા છે. અભ્યાસ મુજબ, તમે જેની સૌથી નજીક છો તે વ્યક્તિનું 20 સેકન્ડનું આલિંગન તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે.

Hug Benefits: તમારા મિત્રો-સંબંધીઓને આલિંગન કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે, આલિંગનથી ઘણા ફાયદા થશે
આલિંગનથી આટલા ફાયદા થશે (સાંકેતિક ફોટો)

Follow us on

Hug Benefits: જીવનમાં ઘણીવાર સુખ અને દુખના અધ્યાય આવે છે. આવા પ્રસંગોમાં આપણે આપણા સગાસંબંધી- મિત્રો કે નજીકના લોકોને ગળે મળીએ છીએ અને લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. ગળે લગાવવાથી આપણને ભાવનાત્મક રીતે ટેકો મળે છે. પરંતુ, આવી બાબતોમાં આપણે એકબીજાને ગળે મળવાથી આપણા તણાવને પણ દુર કરતા હોઇએ છીએ. આલિંગન એ સુખદ લાગણી છે. પરંતુ આ અંગે જે અભ્યાસ બહાર આવ્યો છે તે વાંચીને તમારું મન વારંવાર ગળે લગાવવા ઈચ્છશે. અભ્યાસ મુજબ, તમે જેની સૌથી નજીક છો તે વ્યક્તિનું 20 સેકન્ડનું આલિંગન તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. જીવનશૈલીના સમાચાર અહીં વાંચો.

શું આલિંગનથી હેપ્પી હોર્મોન્સ રીલીઝ થાય છે ?

ઓક્સીટોસિન: તે પ્રેમ હોર્મોન તરીકે ઓળખાય છે, જે આપણા તણાવને દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. આ હોર્મોન આપણા હૃદયને વધુ સારી રીતે જાળવી રાખે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ડોપામાઈન: આ એક એવું કેમિકલ મેસેન્જર છે, જે આપણા મગજને ઘણી સારી વસ્તુઓ કરવા માટે પ્રેરિત કરે છે. આવું થાય ત્યારે મોટા પ્રમાણમાં ડોપામાઈન રસાયણ બળપૂર્વક છુટું થતું હોય છે. આ દરમિયાન સુખ-શાંતિ જેવી ઘણી હકારાત્મક લાગણીઓ આપણી સામે આવતી હોય છે. આનાથી કોઈપણ વ્યક્તિને આત્મસંતોષ મળે છે.

સેરોટોનિન: સેરોટોનિન નામનું હોર્મોન આપણા તણાવને નિયંત્રિત કરવા માટે જાણીતું છે. તે સારા મૂડને પ્રોત્સાહન આપે છે અને એકલતાની લાગણી ઘટાડે છે.

આ છે ગળે લગાડવાના-આલિંગનના ફાયદા

સંશોધન સૂચવે છે કે આલિંગન તણાવ ઘટાડે છે અને ધીમે ધીમે તમારો મૂડ સુધારે છે.

નોર્થ કેરોલિના યુનિવર્સિટીના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે પરસ્પર આલિંગન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય બની જતા હોય છે. એક રિસર્ચ મુજબ, 10 મિનિટ સુધી હાથ પકડી રાખવાથી લઈને 20 સેકન્ડ સુધી ગળે મળવાથી તમારું બ્લડ પ્રેશરનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

એક સંશોધનકારના અભ્યાસ મુજબ, તમારા નજીકના વ્યક્તિને આલિંગન આપવાથી તમારામાં ડરની અનુભૂતિમાં ઘટાડો નોંધાય છે. એકબીજાને ગળે મળવાથી ચિંતા અને તણાવ ઘટાડવા માટે પણ મદદરૂપ બને છે.

નોંધનીય વાત એછેકે જ્યારે તમારામાં ખૂબ જ આત્મવિશ્વાસની જરૂર હોય છે. અને, તમારો આત્મવિશ્વાસ સતત ઘટી રહ્યો છે. તો તમારે તમારા પાર્ટનર-મિત્ર કે સારા સંબંધીને ગળે લગાડવો જોઈએ, જેથી તમારામાં આત્મવિશ્વાસ વધારો કરવા માટે આ એક સરસ રીત છે.

Published On - 5:47 pm, Thu, 1 December 22

Next Article