ગુજરાત મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ અને ICDS વિભાગ તરફથી ‘કિશોરી કુશળ બનો થીમ તથા ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન’ હેઠળ ઓડીટોરીયમ હોલ, માનસિક અઆરોગ્ય હોસ્પિટલ, શાહીબાગ અમદાવાદ ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો તથા પૂર્ણા યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આજની કિશોરી એ ન માત્ર આવતીકાલની માતા છે પરંતુ તેની સાથે દેશનું ભવિષ્ય પણ જોડાયેલું છે. કિશોરાવસ્થાએ દરેક વ્યક્તિ માટે જીવનનો એક મહત્વપૂર્ણ તબક્કો છે.આ તબક્કામાં માત્ર શારીરિક જ નહિ પરંતુ માનસિક અને ભાવનાત્મક પરિવર્તન પણ જોવા મળે છે. સામાજિક, જાતીય વિકાસ અને કારકિર્દીના ધ્યેયો હાંસલ કરવાની ઉમર હોવાના કારણે કિશોરીઓની વિશેષ કાળજી જરૂરી બને છે.
જેથી કિશોરીઓ તંદુરસ્ત રહી સમાજને પણ તંદુરસ્ત બનાવવામાં પોતાનો ફાળો આપી શકે. અને અહીં તંદુરસ્તી એટલે માત્ર શારીરિક તંદુરસ્તી નહિ પણ શારીરિક, માનસિક, ભાવનાત્મક તંદુરસ્તીની સાથેનો સવાંગી વિકાસ.’કિશોરી કુશળ બનો હેઠળ આયોજિત સશકત અને સુપોષિત કિશોરી અભિયાનમેળાનું આયોજન કિશોરીઓના વિકાસ અને સશક્તિકરણ માટે લેવામાં આવનારું એક અનેરું પગલું છે કે જેના પરિણામે કિશોરી પોતાના આવનાર ભવિષ્યમાં જાતે જ પગભર થઇ શકશે, સ્વ બચાવ કરી શકશે તેમજ સ્વસ્થ જીવનની દિશામાં વિશ્વાસપુર્વક પગલાં માંડી શકે.
મહિલા અને બાળ કલ્યાણ વિકાસ સમિતિના ચેરપર્સન પ્રતિભા જૈન દ્વારા ‘કિશોરી કુશળ બનો થીમ તથા ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન’ હેઠળ કિશોરીઓને યોજનાઓનો લાભ લઈને સશક્ત બનવા અને પોષણક્ષમ આહારના મહત્વ અને ફાયદાઓનો પ્રચાર-પ્રસાર કરી સુપોષિત અને સક્ષમ બનવા અને અન્ય કિશોરીઓ સુધી આ યોજનાઓની માહિતી પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી.
ICDS ના ઉદ્ભાવના પાયામાં જ ક્યાંક એ વિચાર છુપાયેલો હતો કે છેવાડાનો માનવી પણ પાયાની જરૂરિયાત અને સુવિધાઓથી વંચિત ન રહે. મજૂરની દીકરી હોય કે માલિકની બંને માટે ભારતના સર્વોપરી એવા બંધારણએ આપેલા સમાનતા હક પાલન થાય. અને એટલે જ ICDS વિભાગ તરફથી વર્ષ 2018 -19 થી પૂર્ણ યોજના, વર્ષ 2015 થી બેટી બચાવો બેટી પઢાઓ યોજના અને વર્ષ 2019 થી વ્હાલી દીકરી યોજનાઓ અમલમાં મુકવામાં આવી. જેના જ ઉપક્રમે સશકત અને સુપોષિત કિશોરી અભિયાન મેળામાં કિશોરીની સુરક્ષા અને સશક્તીકરણ અભિયાન ચલાવવામાં આવે છે.
આ ઉપરાંત અન્ય વિવિધ યોજનાઓની જાણકારી આંગણવાડીમાં નિયમિત આવવાના લાભ, પોષણ અને આરોગ્ય શિક્ષણ, ઘરેલું હિંસા વિશેની માહિતી,દીકરી દીકરા વચ્ચેના ભેદને દુર કરવા માટેની પ્રવૃતિઓનું આયોજન, શિક્ષણ નું મહત્વ, એનીમિયા નિવારણ માટેના પગલાં, સ્વ બચાવની તાલીમ, કિશોરી માટેની અગત્યની યોજનાઓની માહિતી, વગેરે વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવે. એ જ પ્રયાસ છે આજના આ કાર્યક્રમ નો કે વધુ ને વધુ કિશોરી સક્ષમ બને અને સાથે કરે એક સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ થાય.
તાલીમ મેળવી આર્થિક ઉપાર્જન કરતી કિશોરીઓનું સન્માન કરવામાં આવ્યું. તે કિશોરીઓને ACP હિમાલા જોશી તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી વૃતીકા વેગડા તથા રીજનલ પૂર્ણા કન્સલ્ટન્ટ રાજેન્દ્ર પ્રજાપતિ દ્વારા કિશોરીઓને સુરક્ષા અને સશક્તીકરણ, સ્વ બચાવની તાલીમ આપવામાં આવી. વિવિધ યોજનાઓની જાણકારી, આંગણવાડીમાં નિયમિત આવવાના લાભ, પોષણ અને આરોગ્ય શિક્ષણ, ઘરેલું હિંસા વિશેની માહિતી,દીકરી દીકરા વચ્ચેના મંદને દૂર કરવા માટેની પ્રવૃતિઓનું આયોજન, શિક્ષણ નું મહત્વ, એનીમિયા નિવારણ માટેના પગલાં, કિશોરી માટેની અગત્યની યોજનાઓની માહિતી આપવામાં આવી.