Zoonotic Disease: બર્ડ ફ્લૂથી લઈને કોવિડ સુધી, શા માટે મનુષ્યોમાં પ્રાણીઓને કારણે થતી બીમારીઓ વધી રહી છે, જાણો 5 મુદ્દા જે તમારે જાણવા જરૂરી છે

Zoonotic Disease Trend: વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ફોર એનિમલ હેલ્થના રિપોર્ટ અનુસાર, મનુષ્યોમાં 60 ટકા ચેપ ઝૂનોટિક છે. આ રોગો શરીરના જુદા જુદા ભાગોને અસર કરે છે.

Zoonotic Disease: બર્ડ ફ્લૂથી લઈને કોવિડ સુધી, શા માટે મનુષ્યોમાં પ્રાણીઓને કારણે થતી બીમારીઓ વધી રહી છે, જાણો 5 મુદ્દા જે તમારે જાણવા જરૂરી છે
Zoonotic Diseases
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 1:38 PM

જાપાનમાં બર્ડ ફ્લૂના વધતા ખતરાને જોતા પોલ્ટ્રી ફાર્મમાં 1.7 લાખ મરઘીઓને મારવામાં આવી છે. વિશ્વના ઘણા દેશોમાં તેનો ખતરો વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં તેના કેસની ઝડપ બમણી થઈ ગઈ છે. આ બંને બીમારીઓ એવી છે કે તે પ્રાણીઓના માધ્યમથી મનુષ્ય સુધી પહોંચી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, બર્ડ ફ્લૂ, કોરોના, નિપાહ વાયરસ, ઇબોલા જેવી ઘણી બીમારીઓના કેસ વધ્યા છે જે પ્રાણીઓથી માણસો સુધી પહોંચ્યા છે.

વિજ્ઞાનમાં, આ રોગોને ઝૂનોસિસ કહેવામાં આવે છે. ઝૂનોસિસ એટલે એવી પ્રક્રિયા કે જેમાં આ રોગ પ્રાણીઓમાંથી મનુષ્ય સુધી પહોંચ્યો. આ રોગોના મુખ્ય કારણો (ઝૂનોટિક) બેક્ટીરિયા, વાયરસ અને પૈરાસાઇટ છે. આવી સ્થિતિમાં, એક પ્રશ્ન છે કે શા માટે પ્રાણીઓ દ્વારા મનુષ્યમાં ફેલાયેલી બીમારીઓ વધી રહી છે અને નવી મહામારીનું જોખમ કેમ વધી રહ્યું છે.

60 ટકા રોગો ઝૂનોટિક છે

વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ફોર એનિમલ હેલ્થના રિપોર્ટ અનુસાર, મનુષ્યોમાં 60 ટકા ચેપ ઝૂનોટિક છે. આ રોગો શરીરના જુદા જુદા ભાગોને અસર કરે છે. ઉદાહરણ તરીકે, સૅલ્મોનેલોસિસ માનવ પાચન તંત્રને અસર કરે છે. એવિયન, સ્વાઈન ફ્લૂ અને કોવિડ જેવી બિમારી શ્વસન અને નર્વસ સિસ્ટમ પર અસર કરે છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

જાનવરોથી રોગોનું જોખમ કેમ વધી રહ્યું છે, 5 મુદ્દામાં સમજો

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસીઓની સંખ્યામાં વધારો : નિષ્ણાતો કહે છે કે, આ પ્રકારની બીમારીઓ હજારો વર્ષોથી જોવા મળે છે, પરંતુ છેલ્લા 20થી 30 વર્ષમાં તેના ઝડપથી વધવાનું જોખમ વધી ગયું છે. વૈજ્ઞાનિકો આ માટે ઘણા કારણો ધ્યાનમાં લે છે. ઉદાહરણ તરીકે, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાને કારણે, આવા રોગો ફેલાવવાનું જોખમ ઝડપથી વધે છે.

પ્રાણીઓના ઇકોસિસ્ટમને નુકસાન: છેલ્લા કેટલાક દાયકાઓમાં જંગલોમાં માનવ હસ્તક્ષેપ વધ્યો છે. વધતી જતી વસ્તીને કારણે આવાસનો વ્યાપ વધારવા માટે જંગલોનો વ્યાપ વધ્યો છે. જેના કારણે વન્ય પ્રાણીઓ માનવ વસ્તી સુધી પહોંચવા લાગ્યા છે. જે જોખમ પહેલા જંગલ સુધી સીમિત હતું તે હવે માનવીઓ સુધી પહોંચી રહ્યું છે.

પશુ વેપાર: વિશ્વમાં ઔદ્યોગિક ખેતી મોટા પાયે વધી રહી છે. જેના કારણે જીવાણુઓ પશુઓ સુધી પહોંચી રહ્યા છે. આ સિવાય દુનિયામાં વધી રહેલો પ્રાણીઓનો વેપાર બેક્ટેરિયા અને વાયરસને ફેલાવવામાં મદદ કરી રહ્યો છે. ચેપગ્રસ્ત પ્રાણીઓ એક દેશમાંથી બીજા દેશમાં પહોંચતા જોખમો વધારી રહ્યા છે. કોવિડના કિસ્સામાં પણ એવું જ થયું.

પક્ષીઓમાં ફેલાય છે ચેપઃ પક્ષીઓમાં વધતો ચેપ પણ માનવીઓમાં રોગ ફેલાવવાનું કારણ બની રહ્યું છે. ઉદાહરણ તરીકે, નિપાહ વાયરસ કેરળમાં ચામાચીડિયા દ્વારા ફેલાયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ચેપગ્રસ્ત ચામાચીડિયાં મીઠાં ફળોનો નાશ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ તે ફળ ખાય છે, ત્યારે ચેપ તેના સુધી પહોંચે છે.

વિદેશમાં નોન-વેજ ડાયટનું ચલણ વધી રહ્યું છેઃ દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં નોન-વેજ ડાયટનું ચલણ વધી રહ્યું છે. ચીનની જેમ બીજા દેશોમાં પણ કાચા નોનવેજને પૂરી રીતે રાંધવાને એમ જ બદલે ખાવાનું ચલણ વધી રહ્યું છે. પહેલાથી જ ઘણા નિષ્ણાતો તેના દ્વારા બેક્ટેરિયા અને વાયરસનો ચેપ ફેલાવવાનો ભય વ્યક્ત કરી ચૂક્યા છે.

આબોહવા પરિવર્તનથી બીજી મહામારીનો ભય છે

2022 માં નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે હવામાન પરિવર્તન નવા રોગચાળાને પ્રોત્સાહન આપી શકે છે. જર્નલ સાયન્સના રિપોર્ટ અનુસાર, આવા 17 લાખ અજાણ્યા વાયરસ છે જે હજુ પણ પશુ-પક્ષીઓમાં હાજર છે. તેમાંથી 540,000 થી 850,000 માણસોને ચેપ લગાડવાની ક્ષમતા ધરાવે છે.નિષ્ણાતો કહે છે કે, જે રીતે જંગલોમાં માનવ હસ્તક્ષેપ વધી રહ્યો છે, ભવિષ્યમાં આવા રોગોનું જોખમ પણ વધશે.

g clip-path="url(#clip0_868_265)">