Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કિલર વ્હેલ ‘ઓર્કાસ’ કેમ કરી રહી છે બોટ પર હુમલા ? જાણો તેની પાછળનું કારણ

એટલાન્ટિક મહાસાગર અને ભૂમધ્ય સમુદ્ર મળે છે, ત્યાં કિલર વ્હેલ તરીકે ઓળખાથી ઓર્કાસ બોટો પર હુમલા કરતી હોવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે કિલર વ્હેલ કેમ બોટ પર વારંવાર હુમલાઓ કરી રહી છે. તેના પાછળનું કારણ શું છે, તે અંગે આ લેખમાં જાણીશું.

કિલર વ્હેલ 'ઓર્કાસ' કેમ કરી રહી છે બોટ પર હુમલા ? જાણો તેની પાછળનું કારણ
Killer Whales Orcas
Follow Us:
| Updated on: Jun 08, 2024 | 8:32 PM

તમે કિલર વ્હેલ વિશે ઘણી વાતો સાંભળી હશે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દક્ષિણ પશ્ચિમ યુરોપમાં કેટલીક વિચિત્ર ઘટનાઓ જોવા મળી હતી. એટલાન્ટિક મહાસાગર અને ભૂમધ્ય સમુદ્ર મળે છે, ત્યાં કિલર વ્હેલ તરીકે ઓળખાથી ઓર્કાસ બોટો પર હુમલા કરતી હોવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે કિલર વ્હેલ કેમ બોટ પર વારંવાર હુમલાઓ કરી રહી છે. તેના પાછળનું કારણ શું છે, તે અંગે આ લેખમાં જાણીશું.

વર્ષ 2020થી અત્યાર સુધી ઓર્કાસે બોટને ટક્કર મારી અને તેને નષ્ટ કરી હોય તેવી 500 ઘટનાઓ બની છે. આ 500 ઘટનાઓમાં ડઝનબંધ બોટને નુકસાન પહોંચ્યું છે અથવા તો ડૂબી ગઈ છે. આ બધા હુમલા ઇબેરિયન દરિયાકાંઠે થયા હતા. આ વિસ્તારમાં 35 ઓરકા હોવાનો અંદાજ છે. આમાંથી 15 ઓર્કાસ બોટ પર હુમલો કરતી હોવાનું જોવા મળ્યું છે. આ માછલીઓ બોટ પર હુમલો કરીને બોટને ક્ષતિગ્રસ્ત કરે છે અથવા તેને ધક્કો મારે છે, જેના કારણે બોટ પલટી જાય છે અથવા તો ડૂબવા લાગે છે.

કિલર વ્હેલ ‘ઓર્કાસ’

ઓર્કાસ એટલે કે કિલર વ્હેલ હકીકતમાં ડોલ્ફિનની એક પ્રજાતિ છે. મોટાભાગના લોકો ઓર્કાને વ્હેલ માને છે પરંતુ તે વ્હેલ નથી, પરંતુ ડોલ્ફિન છે. ઓર્કાસ પણ ડોલ્ફિનની જેમ કાળા અને સફેદ રંગની હોય છે. પરંતુ તેમનો આકાર ડોલ્ફિન કરતા અલગ છે. ડોલ્ફિનની જેમ તેમને ચાંચ હોતી નથી. કિલર વ્હેલ અથવા ઓર્કાસનું શરીર પણ પહોળું અને લાંબુ હોય છે. ઓર્કાસ પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને અન્ય દરિયાઈ વિસ્તારોમાં જોવા મળે છે.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

ઓર્કાસને ‘કિલર વ્હેલ’ કેમ કહેવામાં આવે છે ?

ઓર્કાસને સદીઓથી કિલર વ્હેલ તરીકે ઓળખવામાં આવે છે. આ નામ તેમને સદીઓ પહેલા જ્યારે દરિયાઈ સંશોધકોએ તેને શિકાર કરતાં જોઈ હતી ત્યારે આપવામાં આવ્યું હતું. ઓર્કાસ મોટા દરિયાઈ જીવો જેમ કે શાર્ક, ડોલ્ફિન અને અન્ય વ્હેલ માછલીઓને પોતાનો ખોરાક બનાવે છે. ઓર્કાસ કેટલીકવાર પોતાના કરતા ઘણા મોટા જીવોનો શિકાર કરે છે. આ જ કારણે ઓર્કાસને કિલર વ્હેલ નામ આપવામાં આવ્યું હોઈ શકે છે.

કિલર વ્હેલ ઓર્કાસ સાથે જોડાયેલા કેટલાક ફેક્ટસ

ડોલ્ફિન પ્રજાતિની ઓર્કાસ વ્હેલ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. આ વ્હેલ સમૂહમાં શિકાર કરવાનું પસંદ કરે છે. ઓર્કાસની લંબાઈની વાત કરીએ તો, પુખ્ત નર ઓર્કાસ આશરે 8 થી 10 મીટર લાંબી હોય છે અને તેનું વજન 6 ટનથી વધુ હોય છે, જ્યારે માદા 5 થી 7 મીટર લાંબી હોય છે અને તેનું વજન 3 થી 4 ટન હોય છે. તેમના શરીરનું તાપમાન 36 થી 38 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. નર ઓર્કાસ 80 વર્ષ સુધી જીવી શકે છે. નર ઓર્કાસની પાંખો 2 મીટર ઊંચી હોય છે.

ઓર્કાસ ખૂબ જ ઝડપથી તરી શકે છે. તેની મહત્તમ ઝડપ 54 કિલોમીટર પ્રતિ કલાક નોંધવામાં આવી છે. ઓર્કાસ સામાન્ય રીતે માછલી, સીલ, ડોલ્ફિન, પોર્પોઈઝ, શાર્ક અને દરિયાઈ પક્ષીઓનો શિકાર કરે છે. જ્યારે ઓર્કાસ ઊંઘે છે, ત્યારે તેની માત્ર એક આંખ જ બંધ હોય છે અને તેનું અડધુ મગજ પણ જાગૃત અવસ્થામાં હોય છે. જ્યારે તે ડાબી આંખ બંધ કરે છે, ત્યારે મગજનો જમણો ભાગ નિંદ્રામાં હોય છે. જ્યારે જમણી આંખ બંધ હોય ત્યારે મગજનો ડાબો ભાગ નિંદ્રામાં હોય છે.

ઓર્કાસ ત્રણથી દસ વર્ષના અંતરાલમાં બચ્ચાને જન્મ આપે છે અને તેની ખૂબ કાળજી લે છે. મોટાભાગના બચ્ચા મોટા થયા પછી તેમની માતાથી અલગ થઈ જાય છે, પરંતુ કેટલાક બાળકો હંમેશા તેમની માતા સાથે એક જ ટોળામાં રહે છે. તેમનો સગર્ભાવસ્થાનો સમયગાળો લગભગ 17 મહિનાનો હોય છે. ઓર્કાસ તેમનું જીવન તેમના પરિવારની સંભાળ રાખવામાં અને શિકાર કરવામાં વિતાવે છે.

વિશ્વમાં ઓરકાની વસ્તીનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. મોટાભાગના સ્થળોએ તેમની વસ્તી સ્થિર છે, પરંતુ યુરોપમાં તેઓ લુપ્ત થવાની આરે છે. કિલર વ્હેલ એટલે કે ઓર્કાસ પણ એ જ માછલીઓ ખાય છે જે માછીમારો પકડે છે. માછીમારો દ્વારા વધુ પડતી માછીમારીને કારણે વિસ્તારના મહાસાગરોમાં માછલીઓની સંખ્યા ઘટી રહી છે, જે ઓર્કાસના આહારને અસર કરે છે. જેના કારણે તેમની સંખ્યા પર પણ અસર પડશે. પેસિફિક મહાસાગરમાં કેનેડા અને અમેરિકાના વિસ્તારોમાં કિલર વ્હેલની સંખ્યામાં એટલો ઘટાડો થયો છે કે તેઓ લુપ્ત થવાની આરે છે.

કિલર વ્હેલના બોટ પર હુમલાનું કારણ

કિલર વ્હેલ ઓર્કાસ બોટ પર હુમલા કરે છે અને તેના ટુકડા કરી નાખે છે અને બોટને ડૂબાડી દે છે. બાદમાં તે ત્યાંથી ચાલી જાય છે. કિલર વ્હેલના બોટ પર હુમલાઓ પાછળનું કારણ કદાચ આ વ્હેલની મનોવિકૃતિ હોઈ શકે છે. જીવોના વર્તનમાં વારંવાર ફેરફાર થાય છે. કેટલીકવાર તેઓ ખોરાકની શોધમાં હોય છે, તેથી તેઓ તેમના જૂના પરંપરાગત વર્તનથી અલગ રીતે વર્તન કરે છે. આને કારણે કેટલાક જીવોમાં આ અસામાન્ય વર્તન વિકસે છે. મોટાભાગના કિસ્સાઓમાં માદા વ્હેલ હુમલાઓનું નેતૃત્વ કરતી જોવા મળી છે. હાથીઓમાં પણ આવું જ જોવા મળે છે. તેઓ તેમના બાળકોની સુરક્ષા માટે આવું કરે છે.

આ ઉપરાંત એક કારણ એ પણ હોઈ શકે છે કે, ફિશિંગ દરમિયાન નેટમાં ફસાવાથી અથવા તો બોટ સાથે અથડાવાથી ઓર્કાસ ઈજાગ્રસ્ત થઈ હોવાથી બોટ પ્રત્યે નફરત પેદા થઈ હોય તો પણ કિલર વ્હેલ આક્રમક બની શકે છે અને બોટ પર હુમલો કરી શકે છે. ઓર્કાસ એ ખૂબ જ મોટું અને શક્તિશાળી પ્રાણી છે. તેમના માટે બોટને તોડવી એક રમત પણ હોઈ શકે છે.

આ ઉપરાંત આ વિસ્તાર ખૂબ જ વ્યસ્ત જળમાર્ગ છે. તો બોટ દ્વારા ઉત્પન્ન થતો અવાજ પણ આ ઘટનાઓનું કારણ બની શકે છે. ઓર્કાસ અવાજ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. કદાચ હોડીઓનો અવાજ પણ તેમને પરેશાન કરતો હોઈ શકે છે. જો બોટોની અવરજવર આમ જ વધતી રહેશે તો તેમનું વર્તન બંધ થવાની શક્યતા ઓછી છે. ઓર્કાસને કિલર વ્હેલ પણ કહેવામાં આવે છે અને એવું લાગે છે કે તે તેના નામ પ્રમાણે વર્તન પણ કરી રહી છે.

આ પણ વાંચો રશિયન સૈનિકો કેમ નહોતા પહેરતા મોજા ? જાણો તેના પાછળનું કારણ

1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
g clip-path="url(#clip0_868_265)">