ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ
Train Fact Railways: ભારતીય રેલ્વેની ટ્રેનો ભારતીયો માટે એક જીવાદોરી સમાન છે. તેની સાથે ઘણા રોચક તથ્યો પણ જોડાયેલા છે. ચાલો જાણીએ તેવા વિશે.
દરેક દેશ માટે તેની રેલવે ટ્રેનો મહત્વની હોય છે. ભારતમાં પણ ભારતીય રેલવે નાગરિકો માટે લાઈફલાઈન સમાન છે. ભારતીય રેલવે ટ્રેનો રોજ લાખો લોકોને યાત્રા કરાવે છે. હજારો લોકો રોજ નોકરી-ધંધા માટે રેલવે ટ્રેનોમાં યાત્રા કરે છે. ભારતીય રેલવેને લાઈફલાઈન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમાં સારી સુવિધા આપીને ઓછા ભાવમાં યાત્રા કરાવવામાં આવે છે. ભારતમાં ટ્રેનો કરતા સસ્તુ કોઈ ટ્રાન્સપોર્ટ સેવા છે જ નહીં. સોશિયલ મીડિયા પર રોજ ભારતીય રેલવેને લગતા વીડિયો પર પણ વાયરલ થતા હોય છે. આ ભારતીય રેલવે પાસે ઘણા રસપ્રદ તથ્યો પણ જોડાયેલા છે. ચાલો જાણીએ તેવા જ એક રસપ્રદ તથ્ય વિશે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ટ્રેનોને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખીને બનાવવામાં આવે છે. ભારતમાં 170 વર્ષ પહેલા રેલવે ટ્રેનો ચાલવાવી શરુઆત થઈ હતી. સમાયંતરે ભારતીય રેલવેની ટ્રેનો અને તેની સુવિધામાં અનેક સુધારા થયા છે. હવે ભારતમાં આધુનિક કોચ ધરાવતી ટ્રેનો પણ દોડી રહી છે. ચાલો જાણીએ ભારતીય રેલવેના કોચની દરવાજા પાસેની બારી વિશેના રસપ્રદ તથ્યો.
કોચના દરવાજા પાસેની બારી પર હોય છે વધારે સળિયા
જ્યારે તમે ટ્રેનમાં ચઢ્યા હશો તો તમે ટ્રેનના કોચ પાસેની બારીને જોઈ જ હશે. આ બારી રેલવે કોચની અન્ય બારીઓથી થોડી અલગ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ટ્રેનના કોચ પાસેની બારીમાં અન્ય બારીઓ કરતા વધારે સળિયા હોય છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.
ઘણીવાર ભારતીય રેલવે ટ્રેન રેલવે સ્ટેશનની પહેલા જ કોઈ કારણથી ઊભી રહી જતી હોય છે. તેની પાછળનું કારણે આગળના ટ્રેક પર કોઈ મહત્વપૂર્ણ કામ ચાલી રહ્યુ હશે, તે રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર ટ્રેન હશે કે પછી સિંગ્નલ ન મળવુ હોય શકે છે. જો તમે રેલવેને કોચના દરવાજા પાસેની બારી પાસે બેઠા હોવ ત્યારે તમારા સામાનની ચોરી થવાનું જોખમ વધી જાય છે. બારીના સળિયા વચ્ચે એટલી જગ્યા હોય છે જેમાંથી બહારથી કોઈ હાથ નાંખીને તમારા મોબાઈલની ચોરી કરી શકે છે. આ કિસ્સામાં ચોરને જોઈ કે પકડી પણ શકાય છે.
પરંતુ દરવાજા પાસેની બારી પર જો આવા સળિયા હોય તો ચોર દરવાજા પાસે છુપાઈને ચોરીની ઘટનાને અંજામ આપી શકે છે. તેથી રેલવે ટ્રેનોના દરવાજા પાસેની બારીમાં અન્ય બારી કરતા વધારે સળિયા હોય છે.