નેહરુના એ પત્રોમાં એવું તે શું છે કે ગાંધી પરિવાર પાછા નથી આપી રહ્યો ? PM મ્યુઝિયમે રાહુલ ગાંધીને લખ્યો પત્ર
PM મ્યુઝિયમના સભ્ય રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને પત્ર લખીને સોનિયા ગાંધીના આદેશ પર મ્યુઝિયમમાંથી કથિત રીતે પાછા લેવામાં આવેલા પત્રો પરત કરવાની વિનંતી કરી છે. જે બાદ ભાજપ કોંગ્રેસને સવાલ કરી રહ્યું છે કે આ પત્રોમાં એવું તે શું હતું કે ગાંધી પરિવાર આ પત્રો પાછા નથી આપી રહ્યો ?

વડાપ્રધાન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) સોસાયટીના એક સભ્યએ રાહુલ ગાંધીને પત્ર લખીને પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુ સાથે સંબંધિત દસ્તાવેજો પરત કરવાની વિનંતી કરી છે. પીએમએમએલના સભ્ય રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને પત્ર લખીને સોનિયા ગાંધીના આદેશ પર મ્યુઝિયમમાંથી કથિત રીતે પાછા લેવામાં આવેલા પત્રો પરત કરવાની વિનંતી કરી છે. જે બાદ ભાજપ કોંગ્રેસને સવાલ કરી રહ્યું છે કે આ પત્રોમાં એવું તે શું હતું ? રિઝવાન કાદરી કહ્યું કે યુપીએ શાસન દરમિયાન 2008માં જવાહરલાલ નેહરુના અંગત પત્રો 51 કાર્ટનમાં પેક કરીને સોનિયા ગાંધીને પહોંચાડવામાં આવ્યા હતા. આ પત્રો જવાહરલાલ નેહરુ મેમોરિયલ દ્વારા 1971માં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (PMML)ને આપવામાં આવ્યા હતા. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
