Indian Railways: ટ્રેનમાંથી ઉતરો ફરો અને એ જ ટિકિટ પર ફરી મુસાફરી કરો, શું તમે આ નિયમ વિશે જાણો છો?

|

Jun 07, 2023 | 12:33 PM

Train Ticket Booking: ભારતીય રેલવે સર્ક્યુલર ટિકિટ દ્વારા ઘણી જગ્યાએ જવાની સુવિધા પૂરી પાડે છે. સર્ક્યુલર ટિકિટ બુક કરાવ્યા બાદ રિટર્ન ટિકિટ બુક કરવાની જરૂર નથી.

Indian Railways: ટ્રેનમાંથી ઉતરો ફરો અને એ જ ટિકિટ પર ફરી મુસાફરી કરો, શું તમે આ નિયમ વિશે જાણો છો?

Follow us on

ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સમયાંતરે અવનવું કામ કરતી રહે છે. તહેવારોની સિઝનમાં પણ મુસાફરોની સંખ્યા વધુ હોય ત્યારે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવતી હતી. આવા સામાનના પાર્સલ, ટિકિટ બુકિંગ ઓનલાઈન, સહાય માટે હેલ્પલાઈન નંબર વગેરે સુવિધાઓ રેલવે દ્વારા આપવામાં આવતી હોય છે. કન્ફર્મ ટિકિટ બુક કરવા માટે રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સેવા પણ આપવામાં આવે છે.

વરિષ્ઠ મહિલા નાગરિકો માટે 50% છૂટ

ભારતીય રેલ્વે મુસાફરો માટે આવી એક સર્કુલર ટિકિટની સુવિધા પણ પૂરી પાડે છે. તેની મદદથી તમે એક જ જગ્યાએ જઈ અનેક સ્થળોની મુલાકાત લઈ શકો છો.આના માટે અલગ-અલગ જગ્યાઓ માટે ટિકિટ બુક કરાવવાની ઝંઝટ દૂર થશે. આ ટિકિટો રેલવે દ્વારા તે રૂટ માટે જાહેર કરવામાં આવે છે જે મુસાફરો દ્વારા પસંદ કરવામાં આવે છે અને છેલ્લે તે જ સ્ટેશન પર સમાપ્ત થાય છે જ્યાંથી મુસાફરી શરૂ થઈ હતી. વરિષ્ઠ પુરૂષ  નાગરિકો માટે 40% છૂટ અને  વરિષ્ઠ મહિલા નાગરિકો માટે 50% છૂટ સર્ક્યુલર જર્ની ટિકિટની કિંમત પર આપવામાં આવે છે

સર્કુલર ટિકિટ શું છે

જો તમે તીર્થયાત્રા કે અનેક સ્થળોની ફરવા જવા માંગતા હો, તો ભારતીય રેલ્વે સર્કુલર મુસાફરીની ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે. તમામ વર્ગો સર્કુલર ટિકિટ ખરીદી શકે છે. આ ટિકિટ પર વધુમાં વધુ 8 સ્ટોપેજ હોઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

આ પણ વાંચો : Odisha Train Accident: સુરક્ષા મજબૂત હતી તો અકસ્માત કેવી રીતે થયો? ઓડિશા દુર્ઘટનાના 8 દિવસ પહેલા રેલવેએ ટ્રેનની સુરક્ષાને લઈને આપ્યું હતું મોટું અપડેટ

ક્યાંથી લઈ શકો છો સર્કુલર ટિકિટ

જોનલ રેલવે તરફથી સ્ટેન્ડર્ડ સર્કુલર ટિકિટ ખરીદી શકાય છે. આ પર્યટકોની સુવિધા માટે મુખ્ય સ્થળો કવર કરે છે. બુકિંગ દરમિયાન સ્થળ અને પ્રવાસના આધાર પર ટિકિટનો ભાવ નક્કી કરવામાં આવે છે. જો તમારો રેલવે દ્વારા આપવામાં આવેલા રૂટ પ્રમાણે ફિટ બેસે છે, તો તમે તેને ખરીદી શકો છો અથવા ઝોનલ રેલવે તેમની મુસાફરી વિશે જણાવી શકે છે. તે તમારી અનુકૂળતા મુજબ ટિકિટ આપશે.

સર્કુલર ટિકિટના ફાયદા

સર્કુલર ટિકિટ વધારાના ખર્ચને ઘટાડે છે. આ સાથે, તે મુસાફરી દરમિયાન દરેક જગ્યાએથી ટ્રેન ટિકિટ બુક કરાવવાની સમસ્યાને પણ દૂર કરે છે. આ ટિકિટો વડે, તમે માત્ર સમયની બચત જ નહીં પણ મુસાફરીમાં ટિકિટ બુક કરાવવાની ઝંઝટ પણ દૂર કરો છો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article