Odisha Train Accident: સુરક્ષા મજબૂત હતી તો અકસ્માત કેવી રીતે થયો? ઓડિશા દુર્ઘટનાના 8 દિવસ પહેલા રેલવેએ ટ્રેનની સુરક્ષાને લઈને આપ્યું હતું મોટું અપડેટ

બોર્ડના અધિકારીઓએ સમિતિને જણાવ્યું હતું કે તેમના પ્રયાસોને કારણે ટ્રેન અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ માટે તેમણે 2010-11માં થયેલા અકસ્માતોને પણ ટાંક્યા અને જણાવ્યું કે 2022-23માં માત્ર 48 અકસ્માતો સામે આવ્યા છે.

Odisha Train Accident: સુરક્ષા મજબૂત હતી તો અકસ્માત કેવી રીતે થયો? ઓડિશા દુર્ઘટનાના 8 દિવસ પહેલા રેલવેએ ટ્રેનની સુરક્ષાને લઈને આપ્યું હતું મોટું અપડેટ
Railways gave big update on train safety
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 9:52 AM

ઓડિશામાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાના માત્ર આઠ દિવસ પહેલા, રેલવે બોર્ડના અધિકારીઓએ રેલવે પરની સંસદીય સ્થાયી સમિતિને ‘સેફ્ટી ફર્સ્ટ એન્ડ સેફ્ટી ઓલવેઝ’ના સલામતી પગલાં અંગે ખાતરી આપી હતી. બોર્ડના અધિકારીઓએ સમિતિને જણાવ્યું હતું કે તેમના પ્રયાસોને કારણે ટ્રેન અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ માટે તેમણે 2010-11માં થયેલા અકસ્માતોને પણ ટાંક્યા અને જણાવ્યું કે 2022-23માં માત્ર 48 અકસ્માતો સામે આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ જબલપુરમાં અકસ્માત, એક જ દિવસમાં બે માલગાડી પાટા પરથી ઉતરી

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આ બેઠકમાં રેલવે બોર્ડના અધિકારીઓ તરફથી મળેલી ખાતરીના આઠ દિવસ બાદ જ ‘સેફ્ટી ફર્સ્ટ એન્ડ સેફ્ટી ઓલવેઝ’ની પોલ ખુલી ગઈ. એક-બે નહીં પરંતુ ત્રણ ટ્રેનો અકસ્માતનો ભોગ બની છે. જેમાં બે પેસેન્જર ટ્રેન હતી. આ અકસ્માતમાં 1100 લોકો ઘાયલ થયા હતા અને 288 લોકોના મોત થયા. ત્યાં એટલા બધા મૃત્યુ થયા કે અકસ્માતને સદીની સૌથી મોટી દુર્ઘટનામાં ગણવામાં આવે છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

બાલાસોર ટ્રેન દુર્ઘટના પછી, નેશનલ ટ્રાન્સપોર્ટે પ્રતિ મિલિયન ટ્રેન કિલોમીટરે અકસ્માતોની સંખ્યાના આધારે ઇન્ડેક્સ જાહેર કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે 2010-11ની સરખામણીમાં 2022-23માં અકસ્માતોની સંખ્યા ઘટીને 0.03 થઈ ગઈ છે. જો કે, રેલવે બોર્ડના ઘણા સભ્યોએ બેઠકમાં આ આંકડા આશ્ચર્યજનક ગણાવ્યા હતા. હવે સમગ્ર બોર્ડ પર સવાલો ઉઠી રહ્યા છે કે તમામ સુરક્ષા આટલી મજબૂત હતી તો પછી આટલી મોટી ટ્રેન દુર્ઘટના કેવી રીતે થઈ.

શિવસેના સાંસદે કહ્યું- સુરક્ષા મજબૂત છે તો અકસ્માત કેવી રીતે થયો?

આ સમિતિમાં શાસક પક્ષના સાંસદો ઉપરાંત અન્ય ઘણા વિરોધ પક્ષોના સાંસદો પણ છે. શિવસેનાના સાંસદ ધૈર્યશીલ માનેએ કહ્યું કે પ્રેઝન્ટેશન ભારતમાં અકસ્માતોને કેવી રીતે અટકાવી શકાય તે વિશે હતું. રેલવે બોર્ડના અધિકારીઓએ ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી, પરંતુ જો તેઓએ જે બતાવ્યું તે સાચું હતું તો ઓડિશામાં આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો?

સમિતિની બેઠક 75 મિનિટ સુધી ચાલી હતી

રિપોર્ટ અનુસાર, સંસદની સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠક 25 મેના રોજ મળી હતી. આ બેઠકમાં 31માંથી 21 સભ્યોએ હાજરી આપી હતી. 75 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં સુરક્ષા મહાનિર્દેશક અને રેલવે બોર્ડના અધિકારીઓએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે રેલવે કેવી રીતે મુસાફરો માટે કામ કરી રહી છે અને તેમાં દિવસેને દિવસે સુધારો કરવામાં આવી રહ્યો છે.

બાલાસોર અકસ્માતના લગભગ છ દિવસ બાદ પણ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. એવું માનવામાં આવે છે કે આ ઘટના સિગ્નલ અથવા ઇન્ટરકનેક્શન અથવા બંને ખામી અથવા છેડછાડને કારણે હોઈ શકે છે. કારણ કે અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયેલા કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઈવરે કહ્યું છે કે તેને ગ્રીન સિગ્નલ મળ્યુ હતુ. જો કે, સ્થિતિ ઠીક ન હોવાને કારણે તે અંગે વધુ માહિતી આપી શક્યા નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
g clip-path="url(#clip0_868_265)">