નકલી લીચી અને તરબૂચથી ભરેલું છે આખું બજાર! માત્ર 2 રૂપિયાની વસ્તુથી તેને આ રીતે ઓળખી શકશો
આ દિવસોમાં લીચી અને તરબૂચ બજારમાં પુષ્કળ પ્રમાણમાં વેચાઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ભેળસેળ કરનારાઓ લાલ દેખાવા માટે કેવા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. આવો અમે તમને જણાવીએ કે આ ફળો ખરીદતા પહેલા તમે માત્ર 2 રૂપિયામાં જાણી શકો છો કે તે સારા છે કે નહીં.
કાળઝાળ ગરમીના કારણે આ દિવસોમાં બજારમાં લીચી અને તરબૂચનું વિપુલ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. પરંતુ આ ફળોને ઘરે લાવતા પહેલા તમે તપાસ કરો કે તે ખાવા યોગ્ય છે કે નહીં? ખરેખર, આ દિવસોમાં બજારમાં લીચી અને તરબૂચની ભરમાર છે, જે ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. જો તમે આ નકલી ફળોને ખાશો તો તમે ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો. આવો અમે તમને જણાવીએ કે આ ફળો ખરીદતા પહેલા તમે માત્ર 2 રૂપિયામાં જાણી શકો છો કે તે સારા છે કે નહીં.
હાનિકારક રંગોનો ઉપયોગ
અહીં નકલીનો અર્થ એ નથી કે આ ફળો પ્લાસ્ટિક કે રબરના બનેલા છે. તેમજ તેનો અર્થ એ નથી કે તેઓ લેબમાં તૈયાર કરવામાં આવ્યા છે. અમે આ ફળોને નકલી કહીએ છીએ કારણ કે તેને ખોટી રીતે પકાવવામાં આવે છે અને તેને સુંદર અને લાલ દેખાવા માટે હાનિકારક રંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
ખાંડની ચાસણીનો ઉપયોગ
ભેળસેળ કરનારાઓ તરબૂચને અંદરથી લાલ દેખાવા માટે સિરીંજનો ઉપયોગ કરીને તેમાં લાલ કલર નાંખી રહ્યા છે. આ સાથે તેને મીઠું બનાવવા માટે ખાંડની ચાસણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તેવી જ રીતે, આ લોકો લીલી લીચીને પણ લાલ સ્પ્રે કલરથી રંગતા હોય છે જેથી તે પાકેલી દેખાય. લીચીને મીઠી બનાવવા માટે તેમાં નાના-નાના કાણાં પાડીને તેને ખાંડની ચાસણીમાં નાખવામાં આવે છે અને થોડા સમય પછી તેને બહાર કાઢીને વેચવામાં આવે છે.
2 રૂપિયાની વસ્તુથી શોધી શકો
જો કોઈપણ ફળમાં રંગ હોય તો તમે તેને માત્ર 2 રૂપિયાની વસ્તુથી શોધી શકો છો. તમારે માત્ર 2 કે 5 રૂપિયાનો કોટન ખરીદવો પડશે અને પછી તેને લીચી પર ઘસવો પડશે. જો તેને રંગવામાં આવ્યો હોય, તો કોટનનો રંગ લાલ થઈ જશે.
એ જ રીતે, તમારે પહેલા તરબૂચને કાપી નાખવું પડશે અને પછી તેને કોટનથી ઘસવું પડશે. જો તરબૂચમાં રંગ ભેળવવામાં આવેલે હશે તો કોટન લાલ થઈ જશે. જ્યારે, જો રંગ મિશ્રિત ન હોય તો, કોટનનો રંગ ખૂબ જ આછો ગુલાબી હશે.
આ પણ વાંચો: Health Tip : દહીંમાં મિક્સ કરીને ખાઓ આ વસ્તુ, આંખોનું તેજ વધારવાની સાથે ડાયાબિટીસમાં પણ છે ખૂબ જ ફાયદાકારક