પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કોણ, ક્યારે અને કેવી રીતે અરજી કરી શકે છે? જાણો દરેક સવાલના જવાબ

|

Jun 11, 2024 | 6:12 AM

મોદી કેબિનેટે તેની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ગ્રામીણ અને શહેરી ગરીબો માટે 3 કરોડ ઘર બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. આ નિર્ણય નવી નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કોણ, ક્યારે અને કેવી રીતે અરજી કરી શકે છે? જાણો દરેક સવાલના જવાબ

Follow us on

મોદી કેબિનેટે તેની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ગ્રામીણ અને શહેરી ગરીબો માટે 3 કરોડ ઘર બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. આ નિર્ણય નવી નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ બેઠકમાં લેવામાં આવ્યો હતો જે તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહમાં શપથ લીધાના એક દિવસ બાદ નવનિયુક્ત મંત્રીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બેઠકમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા 10 વર્ષમાં ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ મકાનો પૂર્ણ કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે?

પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકારનો સામાજિક કલ્યાણ માટેનો મુખ્ય કાર્યક્રમ છે.આ યોજનાને વર્ષ  2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું હતું. વચગાળાના બજેટ 2024માં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર 3 કરોડ મકાનોના લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક છે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

પ્રધાનમંત્રી આવાસ યોજના સમાજના નબળા વર્ગો, ઓછી આવક ધરાવતા વર્ગના લોકો, શહેરી ગરીબો અને ગ્રામીણ ગરીબોને ઓછી કિંમતે મકાનો આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં પોષણક્ષમ ભાવે લગભગ 20 મિલિયન મકાનોનું નિર્માણ સામેલ છે. બજેટ 2023માં પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનો ખર્ચ 66 ટકા વધીને રૂપિયા 79,000 કરોડથી વધુ થયો હતો.

યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?

આર્થિક રીતે નબળા વર્ગો જેમાં ઓછી આવક જૂથ (LIG), મધ્યમ આવક જૂથ (MIG) અને EWSનો સમાવેશ થાય છે તે તમામને આવાસ યોજના માટે લાભાર્થી ગણવામાં આવે છે. EWS માટે વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા, LIG ​​રેન્જ 3 થી 6 લાખ રૂપિયા અને MIG રેન્જ 6 થી 18 લાખ રૂપિયા છે.

અરજી કેવી રીતે કરવી ?

  1. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in/ પર લોગ ઇન કરો.
  2. સીટીઝન એસેસમેન્ટ ડ્રોપ-ડાઉન હેઠળ નીચે બતાવ્યા પ્રમાણે ત્રણ ઘટકો હેઠળ લાભો પસંદ કરો.
  3. આગળ વધવા માટે આધાર વિગતો દાખલ કરો
  4. આધાર વિગતો ભર્યા પછી તમને અરજી ફોર્મના સ્ટેજ પર નિર્દેશિત કરવામાં આવશે જ્યાં તમારે વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે.
  5.  ‘Save’ પર ક્લિક કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.
  6. હવે એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને પ્રિન્ટ આઉટ લઈ શકાય છે.