દિલ્હીના 1600 વર્ષ જૂના લોહ સ્તંભનું રહસ્ય, આજદિન સુધી નથી લાગ્યો કાટ, કારણ છે ચોંકાવનારું

કુતુબ મિનાર પરિસરમાં આવેલો આ લોહ સ્તંભ 1600 વર્ષથી વધુ જૂનો હોવાનું મનાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે શુદ્ધ લોખંડનો બનેલો છે અને સદીઓથી ખુલ્લા આકાશ નીચે ઊભો છે, પરંતુ આજદિન સુધી તેને ક્યારેય કાટ લાગ્યો નથી. ત્યારે આ લેખમાં આ સ્તંભનો ઈતિહાસ અને તેને કાટ કેમ નથી લાગતો તેના પાછળનું કારણ શું છે, તેના વિશે જણાવીશું.

દિલ્હીના 1600 વર્ષ જૂના લોહ સ્તંભનું રહસ્ય, આજદિન સુધી નથી લાગ્યો કાટ, કારણ છે ચોંકાવનારું
Iron pillar
Follow Us:
| Updated on: Oct 20, 2024 | 4:51 PM

દિલ્હી અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનું શહેર છે. આ શહેરમાં ઘણા સ્મારકો છે, જે તેની રસપ્રદ વાસ્તુકલા માટે પ્રખ્યાત છે, આવી જ એક રસપ્રદ જગ્યા કુતુબ મિનાર છે. જેને વિશ્વનો સૌથી ઊંચો મિનાર માનવામાં આવે છે. પરંતુ તેની નજીક એક વિશાળ સ્તંભ પણ છે, જેને ‘લોહ સ્તંભ’ કહેવામાં આવે છે. ઘણા લોકો આ સ્તંભ વિશે જાણતા નથી, આ સ્તંભનો ઈતિહાસ જેટલો જૂનો છે, એટલો જ રહસ્યોથી ભરેલો છે.

આ સ્તંભ 1600 વર્ષથી વધુ જૂનો હોવાનું મનાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે શુદ્ધ લોખંડનો બનેલો છે અને સદીઓથી ખુલ્લા આકાશ નીચે ઊભો છે, પરંતુ આજદિન સુધી તેને ક્યારેય કાટ લાગ્યો નથી. આ પોતાનામાં એક મોટું રહસ્ય છે. ત્યારે આ લેખમાં અમે તમને આ સ્તંભનો ઈતિહાસ અને તેને કાટ કેમ નથી લાગતો તેના પાછળનું કારણ શું છે, તેના વિશે જણાવીશું.

લોહ સ્તંભનો ઈતિહાસ

કુતુબ મિનાર સંકુલમાં સ્થાપિત આ લોહ સ્તંભનું વજન કુલ 6 ટન છે અને તેની ઊંચાઈ 7.21 મીટર અને વ્યાસ 41 સેન્ટિમીટર છે. આ સ્તંભ લોખંડના અનેક ટુકડાઓને જોડીને બનાવવામાં આવ્યો હોવાનું મનાય છે અને તેની ધાતુની રચનાની શુદ્ધતા તેના મુખ્ય આકર્ષણોમાંનું એક છે. સ્તંભના નીચેના ભાગનો વ્યાસ 42 સે.મી. છે, જ્યારે ટોચ તરફ તેનો વ્યાસ 30 સે.મી. છે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

આ લોહ સ્તંભ 1600 વર્ષથી વધુ જૂનો હોય તેવું માનવામાં આવે છે અને તેની સ્થાપના સમ્રાટ ચંદ્રગુપ્ત II દ્વારા કરવામાં આવી હતી. તે ગુપ્ત સામ્રાજ્યના સૌથી શક્તિશાળી રાજાઓમાંના એક હતા. તેના પર લખેલા શિલાલેખ પરથી જાણવા મળે છે, જે ગુપ્ત શૈલીનો છે. આ સિવાય કેટલાક ઈતિહાસકારો એવું પણ માને છે કે આ સ્તંભ સમ્રાટ અશોકનો છે, જે તેમણે તેમના દાદા ચંદ્રગુપ્ત મૌર્યની યાદમાં બનાવ્યો હતો. આટલા વર્ષોથી ખુલ્લા આકાશ નીચે સ્થાપિત હોવા છતાં આ લોખંડના થાંભલાને કોઈ નુકસાન થયું નથી. ન તો તેને કાટ લાગ્યો છે કે ન તો તે ક્યાંય તૂટ્યો છે.

જ્યાં સુધી આ સ્તંભના ઈતિહાસની વાત છે તો તેનું નિર્માણ ચોથી સદીમાં થયું હોવાનું મનાય છે. આ સ્તંભ પરના શિલાલેખ મુજબ તેને ધ્વજ સ્તંભ તરીકે ઊભો કરવામાં આવ્યો હતો. તે મથુરામાં વિષ્ણુ ટેકરી પર ચંદ્રરાજ દ્વારા બંધાયેલા ભગવાન વિષ્ણુના મંદિરની સામે ધ્વજ સ્તંભ તરીકે ઉભો કરવામાં આવ્યો હતો. જેને તોમર વંશના રાજા અને દિલ્હીના સ્થાપક અનંગપાલ દ્વારા ઈ.સ. 1050માં દિલ્હી લાવવામાં આવ્યો હતો.

સ્તંભની સપાટી પર ઘણા શિલાલેખો અને ભીંતચિત્રો છે જે વિવિધ કાળો સાથે સંબંધિત છે. આમાંના કેટલાક લેખો અભ્યાસ કરવામાં આવ્યો છે, તો કેટલાકનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવામાં આવ્યો નથી. આ સ્તંભ પર સૌથી જૂનો શિલાલેખ ‘ચંદ્ર’ નામના રાજાના નામનો છે, જે સામાન્ય રીતે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત II દ્વારા લખવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ લેખ 33.5 ઇંચ લાંબો અને 10.5 ઇંચ પહોળો છે.

કાટ ના લાગવાનું કારણ

સામાન્ય રીતે લોખંડ કે લોખંડનું સ્ટ્રક્ચર્સ હવા અથવા ભેજના સંપર્કમાં આવે, તો સમય જતાં ઓક્સિડાઇઝ થાય છે, જેના કારણે તેના પર કાટ લાગે છે. પરંતુ દિલ્હીમાં 1600 વર્ષથી ઉભેલા આ લોહ સ્તંભને હજુ સુધી કાટ લાગ્યો નથી. ત્યારે તેના પાછળનું કારણ શું હોઈ શકે તે જાણવા માટે ભારત અને વિદેશના વૈજ્ઞાનિકોએ તેનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું.

એક સમય હતો જ્યારે ઘણા લોકો માનતા હતા કે સ્તંભ કોઈ રહસ્યમય ધાતુનો બનેલો છે. પરંતુ વર્ષ 2003માં IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ આ રહસ્ય ઉકેલ્યું અને તેનો જવાબ જર્નલ કરંટ સાયન્સમાં પ્રકાશિત કર્યો. જેમાં તેના સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્તંભ પ્રાચીન ભારતમાં ધાતુકામ કરનારાઓની કુશળતાને પ્રતિબિંબિત કરે છે. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ સ્તંભના માળખામાં મીસાવ્હાઇટ નામનું રક્ષણાત્મક સ્તર છે, જે આયર્ન ઓક્સિહાઇડ્રોક્સાઇડ છે, જે ધાતુ અને સ્તંભને કાટ લાગતા અટકાવવા વચ્ચેના ઇન્ટરફેસ તરીકે કામ કરે છે. આ સ્તંભમાં એક ટકા જેટલું ફોસ્ફરસનો પણ ઉપયોગ થયો છે, જેના કારણે તેને કાટ લાગતો નથી.

ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ

આ લોહ સ્તંભ ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિનું પ્રતીક છે. દિલ્હીનો આ લોહ સ્તંભ માત્ર ધાતુશાસ્ત્ર અને સ્થાપત્યની વિશિષ્ટતા જ દર્શાવતો નથી, પરંતુ તે ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. આ સ્તંભની તકનીકી પ્રગતિ અને તેનું ધાતુવિજ્ઞાન હજુ પણ વૈજ્ઞાનિકો અને સંશોધકો માટે એક પ્રેરણાદાયી રહસ્ય છે.

કુતુબ મિનાર સંકુલમાં સ્થિત આ લોહ સ્તંભ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં આવતા પ્રવાસીઓ માત્ર કુતુબ મિનાર જોવા જ નથી આવતા, પરંતુ આ અનોખા લોખંડના સ્તંભને જોવા પણ આવે છે, જેને એક અદ્ભુત ધાતુશાસ્ત્રીય અજાયબી માનવામાં આવે છે. આ સ્તંભને ભારતીય વૈજ્ઞાનિક અને તકનીકી ધરોહર તરીકે જોવામાં આવે છે અને તેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે.

વૈજ્ઞાનિક સંશોધન અને વર્તમાન મહત્વ

વૈજ્ઞાનિકો અને સંશોધકોએ આ સ્તંભ પર ઘણા અભ્યાસો હાથ ધર્યા છે અને તેને કાટ ના લાગવાના વિશ્લેષણ પર પણ ઘણા પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. આધુનિક ધાતુશાસ્ત્રના નિષ્ણાતો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે સમયે કઈ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે તેને કાટ લાગતો નથી. આ ઉપરાંત તેની ઉત્પાદન તકનીક અને તેની પાછળના વિજ્ઞાનને સમજવા માટે સંશોધન ચાલુ છે.

લોહ સ્તંભ હજુ પણ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક વારસો છે અને ભારતની પ્રાચીન ધાતુશાસ્ત્ર અને વૈજ્ઞાનિક વિચારસરણીનો અનોખો પુરાવો છે. તે કુતુબ મિનાર સંકુલનો એક અભિન્ન ભાગ માનવામાં આવે છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે અને દરરોજ હજારો પ્રવાસીઓ તેની મુલાકાત લે છે જેઓ તેને જોવા અને તેના રહસ્યોને સમજવા માગે છે. આ સ્તંભ માત્ર પ્રાચીન ભારતની અદ્યતન ધાતુશાસ્ત્રનું પ્રતીક નથી, પરંતુ તે ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને વિજ્ઞાનના સમૃદ્ધ વારસાનું પણ પ્રતીક છે.

જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">