શું પાર્ક કરેલ કારની અંદર બેસીને દારૂ પીવો ગુનો છે ? જાણો કાયદો
Where to drink alcohol and where not to drink alcohol : લોકો ઘણીવાર તેમની ફ્લેટ કે સોસાયટીના પાર્કિંગ વિસ્તારમાં તેમની કારની અંદર દારૂ પીવા માટે બેસતા હોય છે. પાર્ક કરેલ કારમાં દારુ પીવા અંગે કોઈ કાયદો છે કે નહીં તે ઘણા લોકોને જાણકારી નથી હોતી. જો કે, કારધારકોએ એ જાણવું જરૂરી છે કે, કારમાં ક્યારે દારુ પી શકાય ? આ અંગેનો કાયદો શું છે ? જાણો

Can alcohol be consumed in a parked car? ઘણા બધા લોકો એવા હોય છે કે, તેઓ તેમના મિત્ર વર્તુળ સાથે પ્રંગસોપાત કે અવારનવાર દારુ પીતા હોય છે. આવા લોકો ઘણીવાર કોઈના ઘરે, ઓફિસે, હોટલના રુમમાં કે પછી પાર્ક કરેલ કારમાં ભેગા થઈને દારુ પીતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દારુ ક્યા પિવાય અને ક્યા નહીં. દારુ પિવા અંગેના પણ કેટલાક કાયદાઓ છે. જેનો ભંગ કરવાથી સજાપાત્ર ગુનો બનતો હોય છે, જેનાથી જેલવાસ ભોગવવો પડતો હોય છે. જાણો દારુ ક્યારે અને ક્યા ના પિવાય તે અંગે.
દારુ ક્યા પિવો અને ક્યા નહીં તેને લગતી ઘણી વાર મૂંઝવણ અને ઘણા પ્રશ્નો હોય દારુ પિનાર લોકોને હોય છે. આ વાત દારુ પીતા હોય તેમણે અને દારુ ના પીતા હોય તેઓ સહીતના દરેક વ્યક્તિએ હકીકત જાણવી મહત્વપૂર્ણ છે. આ અહેવાલ, આપણે જાણીએ કે, આપણા દેશમાં વાહનની અંદર દારૂ પીવા વિશે કાયદો શું કહે છે, જેમાં જાહેર રસ્તાઓ ઉપર ચાલતા, ઊભેલાથી લઈને ખાનગી ઘર- ફ્લેટ, એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનનો સમાવેશ થાય છે.
જાહેર સ્થળો અને વાહનો ચલાવવા પર કડક પ્રતિબંધ
ભારતના કાયદા કાનુન અનુસાર, જો કોઈ કાર કે વાહન જાહેર રસ્તા પર ચલાવવામાં આવી રહ્યું હોય અથવા બજાર, મોલ અથવા રસ્તાની બાજુ કે પછી પાર્કિગ પ્લોટ જેવા જાહેર સ્થળોએ પાર્ક કરવામાં આવી હોય, તો તેની અંદર દારૂ અથવા અન્ય કોઈ નશાકારક પદાર્થનું સેવન કરવું એ ગંભીર ગુનો માનવામાં આવે છે. મોટર વાહન કાયદા અને આબકારી કાયદા હેઠળ, માત્ર વાહન ચલાવનાર ડ્રાઇવર માટે જ નહીં પરંતુ વાહનની અંદર રહેલા કોઈ પણ મુસાફરોને પણ જાહેર સ્થળોએ દારૂ પીવાની મનાઈ છે.
ખાનગી ઘર કે બંધ જગ્યા અંગે કાયદાની જોગવાઈ
ઘણા લોકો એ વાતથી આશ્ચર્ય પામે છે કે, તેમની કાર વ્યક્તિગત અને ખાનગી મિલકત છે. આવા સંજોગોમાં તેમના ઘરના ખાનગી પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરેલ વાહનમાં દારૂ પીવે છે તો શું પોલીસ કાનુની કાર્યવાહી કરી શકે ખરી ? આનો સીધો અને સચોટ જવાબ એ છે કે, જો કાર તમારા ઘરના ખાનગી પરિસરમાં અથવા બંધ ગેરેજની અંદર પાર્ક કરવામાં આવે છે, તો તે સંપૂર્ણપણે ખાનગી મિલકત માનવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, પોલીસ સીધી કાર્યવાહી કરી શકતી નથી.
એપાર્ટમેન્ટ, ફ્લેટ અને સોસાયટીનો પાર્કિંગ વિસ્તાર
ધ્યાનમાં રાખો કે જો તમારી કાર તમારા કોઈ મોટી સોસાયટી, ફ્લેટ અથવા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના સામાન્ય પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરેલ હોય છે, તો આવી જગ્યાઓને સંપૂર્ણપણે ‘ખાનગી’ સ્થળ માનવામાં આવતુ નથી. કાયદેસર રીતે, આવા સ્થળને જાહેર સ્થળ તરીકે ઓળખવામાં આવે છે અને આવી જગ્યાએ જો વાહનમાં કે વાહનની બહાર બેસીને દારૂ પીવો એ ગુનો ગણાય છે. તમારા દારુ પીવાથી તમારા પડોશીઓને તકલીફ પડે છે અથવા તમે જાહેરમાં દારુ પીતા દેખાતા હો, તો તેની ફરિયાદ મળતાં જ પોલીસ કાનૂની કાર્યવાહી કરી શકે છે.
સામાન્ય લોકો માટે ટિપ્સ
સરળ શબ્દોમાં કહીએ તો, જ્યાં સુધી કાર તમારા પોતાના ઘરના કમ્પાઉન્ડમાં, સુરક્ષિત અને બીજા કોઈ જોઈ ના શકે તેવી જગ્યાએ પાર્ક કરેલી હોય ત્યાં સુધી કોઈ સમસ્યા નથી. જો કે, વાહન, ખાનગી ક્ષેત્રની મિલકતની સીમાથી આગળ વધી ને જાહેર ક્ષેત્રની મિલકતમાં ફેરવાઈ જાય તે ક્ષણે, દારુ પીવા અંગેના કડક કાયદાના દાયરામાં આવે છે. આથી, જાહેર રસ્તાઓ પર, જાહેર પાર્કિગ પ્લોટમાં, જાહેર સ્થળે વાહન પાર્ક કરીને તેમા બેસી દારુ પીવો એ કાયદાનો ભેગ છે. અને આવા કૃત્ય બદલ કાનુની કાર્યવાહી થઈ શકે છે.
Disclaimer : ગુજરાત સહીત દેશના વિભિન્ન રાજ્યોમાં સંપૂર્ણ દારુ બંધી અમલમાં છે. દારુ પીવો એ ગુનો બને છે. જો કે આ લેખ ફક્ત કાયદાની સમજ, નશાબંધી અને આબકારી કાયદા અંગેના નીતિ અને નિયમો બાબતની જાગૃતિ લોકો સુધી સરળતાથી પહોચે તે હેતુસર લખવામાં આવ્યો છે. સમાચાર લેખક કે સમાચાર સંસ્થા દારુ પીવા અથવા અન્ય કોઈપણ નશીલા પદાર્થોના સેવનને સમર્થન, પ્રોત્સાહન આપતા નથી. દારૂનું સેવન સ્વાસ્થ્ય અને સામાજિક સુખાકારી માટે મોટાપાયે હાનિકારક છે.
કાનુની સવાલ : ‘કોકરોચ જનતા પાર્ટી’ ની યોજનાઓ સામે પોલીસે BNSS ની કલમ 163 લાગુ કરી, જાણો શું છે આ કલમ
