ભારતીય નૌકાદળના એ બળવાની કહાની, જેના પછી અંગ્રેજોને છોડવું પડ્યું ભારત

|

Aug 03, 2024 | 5:32 PM

દેશમાં ઘણા એવા આંદોલનો કે બળવા થયા છે, જેમના યોગદાનનો ઉલ્લેખ માત્ર પાઠ્યપુસ્તકોમાં જ જોવા મળે છે. આવો જ એક ભારતીય નૌકાદળના બળવો છે, જેને ભૂલાવી દેવામાં આવ્યો છે કે પછી આપણે ભૂલી ગયા છીએ. ત્યારે આ લેખમાં ભારતીય નૌકાદળના આ બળવા વિશે જાણીશું કે જેના પછી અંગ્રેજોને ભારત છોડવું પડ્યું હતું.

ભારતીય નૌકાદળના એ બળવાની કહાની, જેના પછી અંગ્રેજોને છોડવું પડ્યું ભારત
Indian Naval Mutiny 1946

Follow us on

ભારતમાં આઝાદી માટે ઘણા સંઘર્ષો થયા છે. જેમાં મોટા નેતાઓ દ્વારા કરવામાં આવેલા આંદોલનો વિશે તો આપણે બધા જાણીએ જ છીએ, પરંતુ ઘણા એવા નાયકો છે, જેમના યોગદાનનો ઉલ્લેખ માત્ર પાઠ્યપુસ્તકોમાં જ જોવા મળે છે. રોયલ ઈન્ડિયન નેવી (RIN) બળવો, જેને ભારતીય નૌકાદળના બળવા તરીકે ઓળખવામાં આવે છે. આ એવો બળવો છે, જેને ભૂલાવી દેવામાં આવ્યો છે કે પછી આપણે ભૂલી ગયા છીએ. ત્યારે આ લેખમાં 1946ના ભારતીય નૌકાદળના બળવા વિશે જાણીશું કે જેના પછી અંગ્રેજોને ભારત છોડવું પડ્યું હતું.

બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઈ 1857માં સિપાહીઓના બળવાથી શરૂ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે આઝાદીનો છેલ્લો બળવો પણ લશ્કરી બળવો હતો. આ 1946નો નૌકાદળનો બળવો છે, જે ઈતિહાસમાં ‘રોયલ ઈન્ડિયન નેવી મ્યુટિની’ના નામથી ઓળખાય છે. 78 વર્ષ પહેલા 18 ફેબ્રુઆરીના રોજ બ્રિટિશ રોયલ ઈન્ડિયન નેવીના સૈનિકોએ બ્રિટિશ રાજ સામે બળવાનું બ્યુગલ ફૂક્યું હતું.

ઈતિહાસકારો રોયલ ઈન્ડિયન નેવી બળવાને આઝાદી માટેની છેલ્લી લડાઈ માને છે, જેણે ભારતમાંથી અંગ્રેજોને ભગાડ્યા હતા. બ્રિટિશ નેવીમાં રેટિંગ એટલે કે સામાન્ય સૈનિકો કે જેમણે વિવિધ કારણોસર બ્રિટિશ શાસન સામે બળવો કર્યો હતો. તે મોટાભાગે બોમ્બે શહેરમાં ફેલાયેલો હતો. તેથી તેને ‘બોમ્બે વિપ્લવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે બ્રિટિશ રાજના પતનનું આ એક મોટું કારણ કેવી રીતે બન્યું.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

કેવી રીતે શરૂ થયો બળવો ?

નૌસેનાનો બળવો અચાનક નહોતો થયો. બ્રિટિશ શાસન દરમિયાન તેઓએ જે ભેદભાવનો સામનો કર્યો તેનું પરિણામ બોમ્બે બળવાનું મૂળ બન્યું. રોયલ ઈન્ડિયન નેવીમાં રેટિંગને વિશ્વ યુદ્ધ અને અન્ય યુદ્ધોમાં લડવા માટે મોકલવામાં આવતા હતા. પરંતુ આ બધા માટે તેમને ક્યારેય કોઈ ખાસ વળતર મળ્યું નથી. તેના બદલામાં અંગ્રેજ અધિકારીઓએ ભારતીય સૈનિકો સાથે ગેરવર્તન કર્યું. જ્યારે ભરતી સમયે તેમને વધુ સારું વળતરનું વચન આપવામાં આવ્યું હતું.

અંગ્રેજોએ ભારતીય નૌસેના સાથે ભેદભાવ કરવાની કોઈ તક છોડી ન હતી. તેઓને નબળી ગુણવત્તાનો ખોરાક આપવામાં આવતો હતો, તેમને ફક્ત નાના-મોટા કામો જ કરવામાં આવતા હતા અને તેઓ યુરોપિયન અધિકારી વિશે ફરિયાદ પણ કરી શકતા ન હતા. જહાજ પર ભારતીય સંગીત પણ વગાડવાની મંજૂરી ન હતી. અંગ્રેજોના અમાનવીય વર્તનથી નારાજ થઈને અને ભારત છોડો ચળવળ અને ઈન્ડિયન નેશનલ આર્મીથી પ્રેરાઈને, તેઓએ અન્યાયી શાસન સામે પગલાં લેવાનું પણ નક્કી કર્યું. તેમનો ગુસ્સો ત્યારે ફાટી નીકળ્યો જ્યારે આર્થર ફ્રેડરિક કિંગ કે જેઓ જાતિવાદી વર્તન માટે જાણીતા હતા તેમને HMIS તલવારના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

રોયલ નેવીમાંથી રાજીનામું આપનાર પ્રથમ ભારતીય

બોમ્બે બળવાની શરૂઆત 1 ફેબ્રુઆરીએ થઈ હતી, જ્યારે એક ભારતીય નાવિક આર.કે. સિંઘે તેમની નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને ખુલ્લેઆમ તેમના કમાન્ડિંગ ઓફિસરનું અપમાન કર્યું. એ સમયે રોયલ ઇન્ડિયન નેવીમાં લોકો બરતરફ અથવા નિવૃત્ત થતા હતા. પરંતુ આર.કે. સિંઘ રોયલ ઈન્ડિયન નેવીમાંથી રાજીનામું આપનાર પ્રથમ ભારતીય હતા. આ ઘટના બળવાનું પ્રતીક હતું. આ ઘટનાએ સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યમાં બીજા સૌથી મોટા સિગ્નલ પોઈન્ટ એવા HMIS તલવારમાં બળવાની ચિનગારીને વધુ તીવ્ર બનાવી.

આગામી 2 અઠવાડિયા સુધી જહાજ પર ગુપ્ત બેઠકો થઈ. તેઓનું નેતૃત્વ સલિલ શ્યામ, બી. સી. દત્ત, મદન સિંહ જેવા બળવાખોર નેતાઓએ કર્યું. આ સમય દરમિયાન જ્યારે ફિલ્ડ માર્શલ જહાજની મુલાકાત લેવા આવ્યા, ત્યારે સ્ટેજ પર ‘ભારત છોડો’ અને ‘જય હિંદ’ જેવા રાષ્ટ્રવાદી સૂત્રો લખવામાં આવ્યા હતા અને બ્રિટિશ વિરોધી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બધા રૂમોની તપાસ કર્યા પછી ખબર પડી કે દત્ત આ બધામાં સામેલ છે, જેના પછી તેમની ધરપકડ કરવામાં આવી. પરંતુ આનાથી વસ્તુઓ વધુ ખરાબ થઈ.

કમાન્ડિંગ ઓફિસરને હોદ્દા પરથી હટાવ્યા

દત્તની ધરપકડ બાદ ભારતીય નાવિકોએ કમાન્ડિંગ ઓફિસર કિંગ સામે ફરિયાદ કરી હતી. 18 ફેબ્રુઆરીના રોજ ખરાબ ભોજન મળવાને કારણે રેટિંગ્સ ‘નો ફૂડ, નો વર્ક’ના નારા સાથે હડતાળ પર ઉતરી ગયા હતા. આ વિરોધ માત્ર ખરાબ ખોરાક આપવા સામે નહોતો પરંતુ અંગ્રેજોના અન્યાય સામે હતો. ધાકધમકી છતાં ભારતીય ખલાસીઓ અડગ રહ્યા અને સંઘર્ષ ચાલુ રાખ્યો. સ્થિતિ એવી બની કે કમાન્ડિંગ ઓફિસરને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા.

તલવારના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા

તલવારની ઘટના સમગ્ર ભારતમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. પછી આસામ, મદ્રાસ અને સિંધ જેવા નૌકાદળના બેઝમાં પણ આવા જ દ્રશ્ય જોવા મળ્યા. ઓલ ઈન્ડિયા રેડિયો પર તેનું પ્રસારણ થયું હતું અને તેના સમાચાર ભારતના દરેક ઘર સુધી પહોંચતા થયા હતા. સમગ્ર બોમ્બેમાંથી 10,000થી વધુ કુલીઓ આ બળવામાં જોડાયા અને તલવાર પર બ્રિટિશ યુનિયન જેક નીચે ઉતારીને કોંગ્રેસ પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે બ્રિટિશરો લાચારી અનુભવી રહ્યા હતા. નાવિકોએ તેમની માંગણીઓની યાદી રીઅર એડમિરલને રજૂ કરી હતી. જેમાં કેદ INA કર્મચારીઓની મુક્તિ જેવી રાજકીય માંગણીઓનો સમાવેશ હતો.

બ્રિટિશ શાસનને હચમચાવી નાખ્યું

અંગ્રેજોએ તેમની તમામ માંગણીઓ પર વિચાર કર્યો, પરંતુ માત્ર થોડી જ માંગણીઓ પૂરી કરવા સંમત થયા. આનાથી બળવાને વધુ વેગ મળ્યો. જો કે, અંગ્રેજોએ બળવાના નેતાઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું, તલવારમાં બળવો લગભગ સમાપ્ત થયો. પરંતુ કરાચી જેવા અન્ય બંદરોમાં બળવો ચાલુ રહ્યો. આ બળવામાં ભારતીય નૌકાદળ સાથે મજૂરો, ખેડૂતો અને અન્ય લોકો પણ જોડાયા હતા. આ બળવો શરૂઆતમાં નૌકાદળના કર્મચારીઓ દ્વારા ભૂખ હડતાલ તરીકે શરૂ થયો હતો. જે ઝડપથી બ્રિટિશ સામ્રાજ્ય સામે ભારતીય નાગરિકોની વ્યાપક ચળવળમાં પરિવર્તિત થયો.

સરદાર પટેલની અપીલ પર આત્મસમર્પણ કર્યું

બળવો એટલો વધી ગયો હતો કે અંગ્રેજો તેને દબાવી શકે તેમ નહોતા. તેથી તેમણે રાજકીય રમત રમી અને મહાત્મા ગાંધીની સલાહ પર સરદાર પટેલને મધ્યસ્થી માટે મોકલ્યા. સરદાર પટેલે એક અપીલ જારી કરીને નૌસૈનિકોને શરણાગતિ સ્વીકારવાનું કહ્યું. કોંગ્રેસ અધ્યક્ષ મૌલાના આઝાદે પણ હડતાળ ખતમ કરવાનો આગ્રહ કર્યો હતો. સરદાર પટેલે એમએસ ખાનના નેતૃત્વમાં હડતાલ સમિતિને વાતચીત માટે બોલાવી. કેટલાક કલાકો સુધી ચાલેલી વાતચીત દરમિયાન સરદાર પટેલે તેઓને બિનશરતી શસ્ત્ર સમર્પણ કરવાનું કહ્યું.

એવું માનવામાં આવે છે કે બ્રિટિશ સરકારે સરદાર પટેલને ખાતરી આપી હતી કે જો તેઓ નૌસૈનિકોને બિનશરતી આત્મસમર્પણ કરવા માટે રાજી કરશે, તો હડતાલ કરનારાઓ સામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં, પરંતુ આવું ન થયું. તેમાંથી 400 લોકોને મુલેન્ડ નજીકના કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલવામાં આવ્યા. જ્યાં તેમની સાથે લાંબા સમય સુધી ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. બાદમાં તેમને નોકરીમાંથી બરતરફ કરીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આઝાદી પછી પણ આ લોકોને તેમના જે હક મળવાના હતા તે મળ્યા નથી.

અંતે ભલે અંગ્રેજો નૌકાદળના બળવાને દબાવવામાં સફળ થયા, પણ તેનો કોઈ ફાયદો ન થયો. ત્યાં સુધીમાં દરેક ભારતીયની અંદર શાસનને ઉથલાવવાની લાગણી ઉકળી રહી હતી. બ્રિટિશ સરકારને પણ સ્પષ્ટ લાગતું હતું કે ભારતમાં લાંબા સમય સુધી ટકી રહેવું તેમના માટે અશક્ય હતું. નૌકાદળના બળવાના બીજા જ વર્ષે ભારતને આઝાદી મળી.

આ પણ વાંચો પૃથ્વીના પેટાળમાં છુપાયેલો છે મહાસાગર ! વૈજ્ઞાનિકોને પૃથ્વીની સપાટીથી 700 કિમી નીચે મળ્યો પાણીનો વિશાળ ભંડાર

Next Article