શું તમે અમેરિકા જવા માંગો છો ? તો વિઝા માટે અરજી કરતી વખતે આ વાતનું ધ્યાન રાખજો

જો તમે અમેરિકા માટે વિઝા માટે અરજી કરતી વખતે યોગ્ય પ્રકારનું ધ્યાન રાખશો નહીં, તો નાની ભૂલને કારણે તમારો વિઝા રિજેક્ટ થઈ શકે છે. અમેરિકામાં કેટલા પ્રકારના વિઝા છે, કયા પ્રોફેશન માટે કયા પ્રકારના વિઝા છે તે જાણવા આગળ વાંચો.

શું તમે અમેરિકા જવા માંગો છો ? તો વિઝા માટે અરજી કરતી વખતે આ વાતનું ધ્યાન રાખજો
America visa
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 12:24 PM

જો તમે પણ તમારા સપનાના દેશ અમેરિકા જવા માંગો છો, તો વિઝા માટે અરજી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. નહિંતર, તમારી વિઝા અરજી વખતે કરેલી નાની ભૂલ પણ તમારા વિઝા રદ કરી શકે છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે અરજી કરતી વખતે ખોટી કેટેગરી પસંદ કરવાને કારણે વિઝા અરજી રદ થઈ જાય છે. અને, વિઝા કેન્સલ થવાથી તમારું સપનુ તૂટી જાય છે.

ત્યારે ચાલો જાણીએ કે વિઝા અરજી દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

અમેરિકાના વિઝા માટે અરજી કરતા તમારે યાત્રાનો ઉદ્દેશ્ય શું છે તેમજ વિઝા શાના માટે જોઈએ છે જેમકે તમે ત્યાં ફરવા માટે જઈ રહ્યા છો તો વિઝીટર વિઝા તેમજ જો કામને લઈને જઈ રહ્યા છો તો વર્ક વીઝા માટે આવેદન કરવાનું હોય છે તે સાથે તે વિઝાની ફી કેટલી હોય છે તે પણ જાણી લેવું જોઈએ

કેટલું ભણેલી છે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ? જાણો અહીં
MS ધોની પત્ની સાક્ષી સાથે જામનગર જવા રવાના
આ બ્લેક ફુડ વધારશે તમારૂ આયુષ્ય, શરીરમાં જતા જ કરે છે જાદુઇ અસર
મોનાલિસાનો હોટ લુક જોઈને ફેન્સ થયા ફિદા, જુઓ ફોટો
ક્યારેય વિચાર્યુ છે કે નેઇલ પેઇન્ટ કાચની શીશીમાં જ કેમ રાખવામાં આવે છે ?
જમ્યા બાદ આ કામ ક્યારેય ન કરતા, સ્વાસ્થ્ય પર પડશે તેની ગંભીર અસરો

મુસાફરીનો ઉદ્દેશ્ય , વિઝા કેટેગરી અને ફી :

બિઝનેસ / ટુરિસ્ટ વિઝા (Visa Type: B)

જો તમે બિઝનેસ અને પર્યટન હેતુ માટે અમેરિકા જવા માંગતા હો, તો તમારે વિઝા પ્રકાર ‘B’ની જરૂર પડશે. ટાઈપ બી વિઝાની પણ બે શ્રેણીઓ છે, જેમાં બી-1 પ્રકાર બિઝનેસ માટે અસ્થાયી ધોરણે અમેરિકા આવતા ભારતીયો માટે છે. જ્યારે પ્રવાસન હેતુ માટે અમેરિકા જતા લોકોએ B-2 કેટેગરીમાં અરજી કરવાની રહેશે. જો તમે પણ બિઝનેસ માટે અમેરિકા જવા માંગતા હો, તો તમારે B-1 અને B-2 કોમ્બિનેશન માટે અરજી કરવી પડશે.

વિઝા ફી: $185 USD (અંદાજે રૂ. 15,500)

વર્ક વિઝા (Visa Type: H, L, O, P, Q)

જો તમે નિશ્ચિત સમયગાળા માટે વર્ક વિઝા માટે અરજી કરવા માંગતા હો, તો તમારા વિઝાનો પ્રકાર H, L, O, P, Q હશે. આ પ્રકારના વિઝા મેળવનારા અરજદારોને કાયમી અથવા અનિશ્ચિત સમય માટે યુએસમાં પ્રવેશવાની મંજૂરી નથી. આ પ્રકારની અરજી કરનારા અરજદારો માટે, નોકરીદાતાએ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) વિભાગમાં પિટિશન ફાઇલ કરવી પડશે. અરજી મંજૂર થયા પછી જ તમે આ શ્રેણીમાં અરજી કરી શકો છો. વિઝા ફી: $205 USD (અંદાજે રૂ. 17,000)

સ્ટુડન્ટ વિઝા (Visa Type: F, M)

જો તમે શૈક્ષણિક હેતુઓ માટે અમેરિકા જવા માંગતા હો, તો તમારે ‘F’ અથવા ‘M’ પ્રકારના વિઝા માટે અરજી કરવી પડશે. જો તમે માન્યતા પ્રાપ્ત શાળા, કૉલેજ, યુનિવર્સિટી, ખાનગી શાળા અથવા માન્ય અંગ્રેજી ભાષાના પ્રોગ્રામમાં શૈક્ષણિક અભ્યાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સ જવા માંગતા હો, તો તમારે F-1 વિઝા માટે અરજી કરવી આવશ્યક છે. તે જ સમયે, જો તમે અમેરિકન સંસ્થામાં બિન-શૈક્ષણિક અથવા વ્યાવસાયિક અભ્યાસ અથવા તાલીમમાં જોડાવા માટે અમેરિકા જવા માંગતા હો, તો તમારે M-1 વિઝા માટે અરજી કરવી પડશે. વિઝા ફી: $185 USD (અંદાજે રૂ. 15,500)

એક્સચેન્જ વિઝિટર વિઝા (Visa Type: J)

એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ હેઠળ અમેરિકા આવતા અરજદારોએ ટાઇપ J વિઝા માટે અરજી કરવાની રહેશે. વિઝા ફી: $185 USD (અંદાજે રૂ. 15,500)

ટ્રાન્ઝિટ/ક્રુ મેમ્બર વિઝા (Visa Type: C, D)

જો તમે એવા દેશમાં મુસાફરી કરી રહ્યા છો જ્યાં તમારે અમેરિકામાંથી પસાર થવું પડશે. આવી સ્થિતિમાં તમારે ટ્રાન્ઝિટ વિઝાની જરૂર પડશે. ટ્રાન્ઝિટ વિઝા માટે તમારે ટાઇપ ‘C’ વિઝા માટે અરજી કરવી પડશે. તે જ સમયે, જો તમે કોમર્શિયલ દરિયાઇ જહાજ અથવા આંતરરાષ્ટ્રીય એરલાઇનના ક્રૂ મેમ્બર છો, તો તમારે ટાઇમ ‘ડી’ વિઝા માટે અરજી કરવી પડશે. વિઝા ફી: $185 USD (અંદાજે રૂ. 15,500)

રિલીજિયસ વર્કર વિઝા (Visa Type: R)

જો તમે ધાર્મિક સંસ્થામાં અસ્થાયી રૂપે કામ કરવા માટે અમેરિકા જવા માંગો છો, તો તમારે ‘R-1’ પ્રકાર હેઠળ વિઝા માટે અરજી કરવી પડશે. વિઝા ફી: $205 USD (અંદાજે રૂ. 17,000)

ડોમેસ્ટિક ઈમ્પ્લાઈ વિઝા (Visa Type : B-1)

જો તમે ઘરેલુ સહાયક તરીકે કામ કરવા માટે અમેરિકા જવા માંગો છો, તો તમારે ‘B-1’ શ્રેણી હેઠળ વિઝા માટે અરજી કરવી પડશે. વિઝા ફી: $185 USD (અંદાજે રૂ. 15,500)

જર્નલિસ્ટ વિઝા (Visa Type: I)

જો તમે પત્રકાર છો અને આવશ્યક માહિતી અથવા શૈક્ષણિક મીડિયા પ્રવૃત્તિઓ માટે અમેરિકા જવા માંગો છો, તો તમારે પ્રકાર I હેઠળ વિઝા માટે અરજી કરવી પડશે. વિઝા ફી: $185 USD (અંદાજે રૂ. 15,500)

Latest News Updates

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત
ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત
સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય
સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય
ધોરાજી પંથકમાં છવાયું ગાઢ ધુમ્મસ, ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીંતિ
ધોરાજી પંથકમાં છવાયું ગાઢ ધુમ્મસ, ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીંતિ
અમદાવાદના 130 વર્ષ જુના એલિસબ્રીજનું થશે રિડેવલપમેન્ટ
અમદાવાદના 130 વર્ષ જુના એલિસબ્રીજનું થશે રિડેવલપમેન્ટ
મોડાસાની ચાંદટેકરીમાં વીજ ક્નેક્શન કાપવા ગયેલા UGVCL કર્મચારી પર હુમલો
મોડાસાની ચાંદટેકરીમાં વીજ ક્નેક્શન કાપવા ગયેલા UGVCL કર્મચારી પર હુમલો
અરવલ્લીઃ અપહરણ કરી યુવતીની હત્યા કરવા મામલે આજીવન કેદની સજા
અરવલ્લીઃ અપહરણ કરી યુવતીની હત્યા કરવા મામલે આજીવન કેદની સજા
g clip-path="url(#clip0_868_265)">