GK Quiz : ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે ? જાણો પૃથ્વી પર ભારતનું સ્થાન ક્યાં છે

સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ ક્લિયર કરવા માટે GK મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમારા માટે કેટલાક જનરલ નોલેજને સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

GK Quiz : ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે ? જાણો પૃથ્વી પર ભારતનું સ્થાન ક્યાં છે
GK Quiz
| Edited By: | Updated on: Aug 21, 2023 | 8:40 PM

GK Quiz : જનરલ નોલજનો (General knowledge) અભ્યાસક્રમ વિશાળ છે, તેમાં વિજ્ઞાન, ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર, ભૂગોળ સહિતના વિવિધ પ્રકારના વિષયોનો સમાવેશ થાય છે. અનેક યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે. તેમના માટે સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ ક્લિયર કરવા માટે GK મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમારા માટે કેટલાક જનરલ નોલેજને સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

આ પણ વાંચો GK Quiz : ભારતમાં હીરાની ખાણ ક્યાં આવેલી છે તેમજ જાણો વિજ્ઞાન અંગેના પ્રશ્નોના જવાબ

પ્રશ્ન – હડકવાની રસી કયા વૈજ્ઞાનિક દ્વારા શોધાઈ હતી ?
જવાબ – લુઈ પાશ્ચર

પ્રશ્ન – દૂધમાંથી દહીં કયા બેક્ટેરિયાના કારણે બને છે ?
જવાબ – લેક્ટો બેસિલસ

પ્રશ્ન – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ પ્રમુખ કોણ હતા ?
જવાબ – બદરુદ્દીન તૈયબ

પ્રશ્ન – સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા ?
જવાબ – સરદાર વલ્લભભાઈ પટેલ

પ્રશ્ન – સ્ટીમ એન્જિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?
જવાબ – જેમ્સ વોટ

પ્રશ્ન – રેડિયોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?
જવાબ – માર્કોની

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં બાંદીપુર વન્યજીવ અભયારણ્ય / બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન / બાંદીપુર ટાઇગર રિઝર્વ આવેલું છે ?
જવાબ – કર્ણાટક

પ્રશ્ન – આગા ખાન કપ કઈ રમત સાથે સંબંધિત છે ?
જવાબ – હોકી

પ્રશ્ન – કયા વૈજ્ઞાનિકે ડાયનામાઈટની શોધ કરી હતી ?
જવાબ – આલ્ફ્રેડ નોબલ

પ્રશ્ન – સેલ્સિયસ અને ફેરનહીટ એક સમાન હોય ત્યારે તાપમાન કેટલું હોય ?
જવાબ – 40 ડિગ્રી સેલ્સિયસ

પ્રશ્ન – કાંસુ બનાવવા માટે કયા મિશ્રધાતુનો ઉપયોગ થાય છે ?
જવાબ – તાંબુ અને ટીન

પ્રશ્ન – 1857ની ક્રાંતિ પછી અંગ્રેજોએ છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરને કેદી તરીકે ક્યાં મોકલ્યા હતા ?
જવાબ – બર્મા (મ્યાનમાર)

પ્રશ્ન – પૃથ્વી પર ભારતનું સ્થાન ક્યાં છે ?
જવાબ – ઉત્તરીય ગોળાર્ધમાં

ભારત પૃથ્વી પર સંપૂર્ણ રીતે ઉત્તરીય ગોળાર્ધમાં સ્થિત છે, ભારત વિષુવવૃત્તની ઉત્તરે 8° 4′ અને 37° 6′ અક્ષાંશ, અને 68° 7′ અને 97° 25′ રેખાંશ વચ્ચે આવેલ છે. ઉત્તરપશ્ચિમમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન, ઉત્તરમાં ભૂટાન અને નેપાળ, પૂર્વમાં મ્યાનમાર અને પશ્ચિમ બંગાળની પૂર્વમાં બાંગ્લાદેશ છે.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન

ભારતનો વિસ્તાર આશરે 32,87,263 ચોરસ કિલોમીટર છે, તે વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સાતમા નંબરે આવે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો