Gandhi jayanti : ગાંધીજીની જન્મ કુંડળીમાં કેવા યોગ હતા જેમણે, બાપુને બનાવી દિધા રાષ્ટ્રપિતા

|

Oct 02, 2023 | 2:05 PM

Mahatma Gandhi Janam Kundli: ભારતના રાષ્ટ્રપિતા તરીકે લોકપ્રિય અને આપણા પ્રિય બાપુ આઝાદીના લડવૈયા તો હતા જ પરંતુ તેમને દેશને આઝાદ કરવા સિવાય સમાજના ઘડતરમાં પણ ઘણી ભુમિકા ભજવી, શું તમે જાણો છો, ગાંધીજીની આટલી લોકપ્રિયતા કેમ હતી, ગાંધીજીની કુંડળીમાં એવા ક્યાં યોગ હતા, જેમણે તેમને આટલી પ્રતિભા અને લોકચાહના આપી.આવો જાણીએ..

Gandhi jayanti : ગાંધીજીની જન્મ કુંડળીમાં કેવા યોગ હતા જેમણે, બાપુને બનાવી દિધા રાષ્ટ્રપિતા

Follow us on

Mahatma Gandhi Janam Kundli: આજે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે.ભારતના રાષ્ટ્રપિતા તરીકે લોકપ્રિય અને આપણા પ્રિય બાપુ આઝાદીના લડવૈયા તો હતા જ પરંતુ તેમને દેશને આઝાદ કરવા સિવાય સમાજના ઘડતરમાં પણ ઘણી ભુમિકા ભજવી, શું તમે જાણો છો, ગાંધીજીની આટલી લોકપ્રિયતા કેમ હતી, ગાંધીજીની કુંડળીમાં એવા ક્યાં યોગ હતા, જેમણે તેમને આટલી પ્રતિભા અને લોકચાહના આપી.આવો જાણીએ..

ગાંધીજીનો જન્મ અને શિક્ષણ

મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ સવારે 8.40 વાગ્યે પોરબંદરમાં થયો હતો. તુલા રાશિમાં બુધ અને શુક્રનો સંયોગ ચામર યોગનું નિર્માણ થઇ રહ્યુ હતું, ઉપરાંત લગ્નમાં સ્વરાશિનો શુક્ર પંચમહાપુરુષ યોગોમાંનો એક માલવ્ય યોગ પણ બનાવી રહ્યો હતો. ગુરુ અને ચંદ્ર દ્વારા ગજકેસરી યોગ પણ બની રહ્યો હતો, જે લગ્નથી કેન્દ્રમાં હોવાને કારણે બળવાન બની રહ્યો છે. આ બધા સંયોજનોને કારણે, બાપુ તેમના સમયના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ રહ્યા. તમામ શુભ ગ્રહો ઉત્તરાર્ધથી કેન્દ્રમાં હોવાને કારણે તે આદર્શ જીવન જીવતા વ્યક્તિ બન્યા.

આ તસવીરમાં દર્શાવેલી કુંડળી પબ્લિક ડોમેઇન માંથી પ્રપ્ત થયેલી છે

બાપુ કાયદાના અભ્યાસ માટે 4 સપ્ટેમ્બર 1888ના રોજ લંડન ગયા હતા. ચતુર્વિંશાંશ કુંડળીમાં પંચમેશ સ્વામી વિદ્યાનો સ્વામી અને બારમાના સ્વામી બની ઉચ્ચના શુક્ર દશમભાવમાં બિરાજમાંન હતા. જે વિદેશ જઈને શૈક્ષણિક પ્રગતિની શક્યતા દર્શાવી રહી છે. તે સમયે રાહુની દશા શુક્રનું અંતર હતું. રાહુને ચતુર્વિંશાંશ કુંડળીના બારમા ભાવમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાહુને વિદેશનો કારક પણ માનવામાં આવે છે.

23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી

ગાંધીજીની કાનૂની કારકિર્દી

10 જૂન, 1891 ના રોજ, બાપુ બેરિસ્ટર બન્યા પછી ભારત પાછા ફર્યા અને મુંબઈમાં હાઈકોર્ટમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં તે કંઈ ખાસ કરી શકે તેમ ન હોવાથી તે પાછો રાજકોટમાં તેના મોટા ભાઈ પાસે ગયા. લંડનમાંથી શીખવા છતાં, ભારતમાં કાયદાના વ્યવસાયમાં તેમને સફળતા ન મળવી એ કદાચ નિયતિનો એક પ્રહાર હતો, જેના હેઠળ તેમને ભારતની આઝાદી માટે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા હતા અને સત્ય, અહિંસાના સિદ્ધાંતોને અમલમાં મૂકવાની તૈયારી કરવી પડી હતી. જે વિદેશ જવાની પુષ્ટિ કરે છે.

બાપુને દર વર્ષે 150 પાઉન્ડના પગારે શ્રીમંત ઉદ્યોગપતિના અંગ્રેજ વકીલને મદદ કરવા દક્ષિણ આફ્રિકા જવાની તક મળી અને તેઓ મે 1993માં દક્ષિણ આફ્રિકા પહોંચ્યા, જ્યાં આગામી 22 વર્ષ રહ્યા. મહાદશા શુક્રની હતી અને શનિની અંતર્દશા, તે બંને બારમા ભાવના સ્વામી ગુરુથી દ્રષ્ટ હતા, જે વિદેશ જવાની પુષ્ટિ કરે છે.

સત્યાગ્રહી ગાંધીજીનો નવો અવતાર

બાપુ કાયદાની પ્રેક્ટિસ કરવા ગયા હતા પરંતુ માત્ર તેમની કાળી ચામડીના આધારે તેમને મારિત્ઝબર્ગ રેલ્વે સ્ટેશન પરના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી બળજબરીથી હટાવીને તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવતા તેઓને દુઃખ થયું અને પછી તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. તે રાત્રે, વેરાન મારિત્ઝબર્ગ રેલ્વે સ્ટેશનની હાડ થીજાવતી ઠંડીમાં, તેમની અંદર ક્રોધની જ્વાળા ઉઠી જેણે એક નવા ગાંધીને જન્મ આપ્યો. જેમણે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ પર આધારિત ભેદભાવનો અંત લાવવા અને ભારતીયોને સમાન નાગરિક અધિકાર આપવા માટે સતત લડત આપી હતી. તે ત્યાં લગભગ 22 વર્ષ રહ્યા.તે સમયે તેઓ શુક્ર, સૂર્ય અને ચંદ્રની દશામાંથી પસાર થઈ રહ્યા હતા. શુક્ર લગ્ન ભાવમાં બુધ સાથે યુતીમાં છે. સૂર્ય બારમા ભાવમાં છે. ચંદ્ર વિદેશી કારક રાહુ સાથે યુતિમાં છે.

મોહનદાસથી મહાત્મા ગાંધી સુધીની સફર

મંગળની દશા શરૂ થતાં જ જાન્યુઆરી 1915માં તેઓ દેશ પરત ફર્યા.ભુમી અને માતૃભુમીના કારક મંગળ લગ્નમાં બિરાજમાંન છે, લગ્નથી ચોથા ઘરમાં તેમની દ્રષ્ટી છે અને જેને કારણે તે દેશમાં પરત આવ્યા, દશમ કુંડળીમાં દશમા ભાવના સ્વામી મંગળ લગ્ન ભાવમાં શુક્ર સાથે યુતિ બનાવી શ્રેષ્ઠ રાજયોગ રચી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે અહીં શુક્ર ચોથા ઘરના સ્વામી છે મંગળની સાથે યુતિને કારણે સામાજિક ઉત્થાનના કાર્યમાં કાર્યરત હોવાનું દર્શાવે છે.

ભારત પરત ફર્યાના બે વર્ષ પછી, ચંપારણની ઈન્ડિગો મૂવમેન્ટના રૂપમાં કંઈક એવું બન્યું કે સમગ્ર ભારતનું ભાવિ ગાંધીજી સાથે જોડાઈ ગયું અને બ્રિટિશ ગુલામીની અંધારી ઝૂંપડીમાં આઝાદીની આશાનું કિરણ ઊતર્યું. ગાંધીજીએ એપ્રિલ 1917માં બિહારના ચંપારણમાં પગ મૂક્યો ત્યારે એવું લાગતું હતું કે જાણે બ્રિટિશ શાસન ભારતમાં પોતાના પગ ગુમાવવા લાગ્યું હતું.

કાર્ય પ્રગતિની વાત કરીએ તો 10મા ભાવમાં ચંદ્ર રાહુ સાથે બિરાજમાંન છે.સપ્તમના સ્વામીની આ સ્થિતીએ તેમને પત્નિનો પણ સાથ અપાવ્યો, આ સ્થિતીએ ગાંધીજીને ભારતની આઝાદીના રાહમાં સફળતા અપાવી.

ગાંધીજીના અહિંસાના ઉપવાસનું પરિણામ

અંતે, પોતાની નૈતિક શક્તિ અને સાચી અહિંસાની સકારાત્મક શક્તિના બળ પર, તમામ ભારતીય જનતાના સહકારથી, બાપુએ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત માતાને સામ્રાજ્યવાદી બ્રિટિશ સત્તાની ગુલામી માંથી ભારતને મુક્ત કરાવ્યું. તે સમયે તેમની ગુરુની મહાદશામાં કેતુનું એતર હતું, જ્યોતિષમાં ધ્વજ રોપનાર કેતુ કહેવાય છે, જનતા ભાવમાં બેઠેલા કેતુ એ ચોથા ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે યુગોથી ભારતીય લોકોના મનમાં સ્થાપિત કર્યા હતા.

મહાત્મા ગાંધીની અંતરવ્યથા

આઝાદીની આ મહાન સિદ્ધિ મહાત્મા ગાંધીને લાંબા સમય સુધી શાંતિ આપી શકી નહીં. કેતુની અંતર્દશા પછી શુક્રની અંતર્દશા તરત જ શરૂ થઈ ગઈ. મારક ગુરુની દશામાં લગ્નેશ શુક્રની સ્થિતિ અને તેમાં પણ બારમા સ્વામી બુધ સાથે અને શુક્રએ જ્વલંત મંગળ સાથે માર્કેશનું જોડાણ કર્યું, આઝાદી પછી સત્તા ઇચ્છતા લોકોના વર્તને તેમને માનસિક યાતનાઓ આપી જેલની સજા પણ આપી. મંગળ, લગ્ન અને અંતર્દશા નાથ શુક્ર અષ્ટમેશ હોવાને કારણએ30 જાન્યુઆરી, 1948 ના રોજ હિંસક રીતે બાપુને આપણી પાસેથી છીનવી લીધા.

પરંતુ અગાઉ કહ્યું તેમ, ચોથા ઘરના કેતુએ તેમને લોકોના મનમાં હંમેશા માટે બાપુને અમર કરી દિધા..

(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:23 pm, Mon, 2 October 23

Next Article