AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો આ રીતે ટિકિટ બુક કરશો, તો ટ્રેન ઉપડવાના 10 મિનિટ પહેલા પણ મળી જશે કન્ફર્મ સીટ

ઘણી વખત ટ્રેનમાં બર્થ ખાલી રહે છે ત્યારે કરંટ ટિકિટ ટ્રેન ઉપડવાના 3-4 કલાક પહેલા IRCTC સાઈટ અને ટિકિટ બારી બંને પર ઉપલબ્ધ હોય છે. તમે વેબસાઇટ પર મુસાફરીની વિગતો આપીને ટિકિટ બુક કરી શકો છો. તો રેલવે સ્ટેશન પર ટિકિટ બારીમાંથી પણ કરંટ ટિકિટ બુક કરી શકાય છે.

જો આ રીતે ટિકિટ બુક કરશો, તો ટ્રેન ઉપડવાના 10 મિનિટ પહેલા પણ મળી જશે કન્ફર્મ સીટ
Train Ticket
Follow Us:
| Updated on: Feb 02, 2024 | 11:44 PM

સામાન્ય રીતે આપણે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરવાની હોય તો, અગાઉથી જ રિઝર્વેશન કરાવી લઈએ છીએ. જેથી કન્ફર્મ ટિકિટ મળી જાય. પરંતુ જ્યારે તમારે ક્યાંક ઇમરજન્સીમાં જવાનું થાય તો શું કરવું ? આજે અમે તમને આ સમસ્યાનો ઉકેલ જણાવી રહ્યા છીએ. રેલવે ઈમરજન્સી પરિસ્થિતિઓ માટે કરંટ ટિકિટની સુવિધા પૂરી પાડે છે. આવી સ્થિતિમાં તમે ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલા કરંટ ટિકિટ બુક કરી શકો છો.

આ રીતે કરંટ ટિકિટ બુક કરો

કરંટ ટિકિટ ટ્રેન ઉપડવા પહેલા આપવામાં આવે છે. ઘણી વખત ટ્રેનમાં બર્થ ખાલી રહે છે ત્યારે કરંટ ટિકિટ ટ્રેન ઉપડવાના 3-4 કલાક પહેલા IRCTC સાઈટ અને ટિકિટ બારી બંને પર ઉપલબ્ધ હોય છે. તમે વેબસાઇટ પર મુસાફરીની વિગતો આપીને ટિકિટ બુક કરી શકો છો. તો રેલવે સ્ટેશન પર ટિકિટ બારીમાંથી પણ કરંટ ટિકિટ બુક કરી શકાય છે. જો કે, ટ્રેનમાં બર્થ ઉપલબ્ધ હોય તો જ કરંટ ટિકિટ મળે છે. ખાસ વાત એ છે કે કરંટ ટિકિટમાં કોઈ વધારાનો ચાર્જ લાગતો નથી.

સામાન્ય અને તત્કાલ ટિકિટ વચ્ચે શું તફાવત છે ?

તત્કાલ ટિકિટ બુકિંગ એ પ્રીમિયમ સુવિધા છે, જેમાં વધારાનો ચાર્જ ચૂકવીને કન્ફર્મ ટ્રેન ટિકિટ લેવામાં આવે છે. તે રેલવે દ્વારા નિર્ધારિત સમયે બુક કરવામાં આવે છે અને તેના માટે તમારી પાસેથી વધારાનો ચાર્જ પણ લેવામાં આવે છે. તો જો ટ્રેન ઉપડતા પહેલા ટ્રેનમાં સીટો બાકી હોય, તો કરંટ ટિકિટ સામાન્ય દરે બુક કરી શકાય છે. કરંટ ટિકિટ કાઉન્ટર ટિકિટની જેમ કામ કરે છે, જેનો હેતુ ટ્રેન ઉપડવા પહેલાં ખાલી બેઠકો ભરવાનો છે.

બ્રહ્મ મુહૂર્તમાં જન્મેલા બાળકો કેટલા લકી હોય છે? જાણો અહીં
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પરિવાર વિશે જાણો
NASA સ્પેસ મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી કેવી રીતે કરે છે?
નાકમાંથી લોહી નીકળવું એ કયા રોગનું લક્ષણ છે?
Moonson Season: ચોમાસામાં સ્કીન ઈન્ફેક્શનના લક્ષણો શું છે?
ઘરમાં મરચાનો છોડ ઉગાડવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે

આ પણ વાંચો હવે માત્ર 29 રૂપિયામાં ઓનલાઈન મળશે ‘ભારત ચોખા’, મોંઘવારી સામે લડવા સરકારની નવી યોજના

g clip-path="url(#clip0_868_265)">