એર માર્શલ સાધના સક્સેના અને એર માર્શલ કેપી નાયરે ઈતિહાસ રચી દીધો છે. તે ભારતીય વાયુસેનાનું પહેલું એર માર્શલ દંપતિ બની ગયું છે. અત્યાર સુધી તમે આઈએએસ પતિ-પત્ની અને ડોક્ટર દંપતિ વિશેની વાત સાંભળી હશે, પરંતુ હવે આ પહેલી તક છે જ્યારે પતિ -પત્નીએ એર માર્શલ દંપતિ (Air Marshal Couple) હોવાની ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે. વ્યવસાયે ડૉક્ટર સાધના સક્સેનાએ સોમવારે આર્મ્ડ ફોર્સિસ હોસ્પિટલ સર્વિસના ડિરેક્ટર જનરલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
તેના પતિ ફાઈટર પાયલટ અને એર માર્શલ કેપી નાયરે 2015માં ઈન્ડિયન એરફોર્સના મહાનિર્દેશકના પદ પરથી રિટાયર થયા આમ બંન્ને આ રીતે એર માર્શલના પદ પર પહોંચી ઈતિહાસ રચી અને દેશનું પહેલું કપલ બન્યું છે.
સાધના એરફોર્સમાં સેવા આપનારી પહેલી પરિવારની એક માત્ર વ્યક્તિ નથી. છેલ્લી ત્રણ પેઢીઓ સેના સાથે જોડાયેલી છે. ભારતીય વાયુસેનાના રેકોર્ડ મુજબ એર માર્શલ સાધના નાયરની પરિવારની ત્રણ પેઢીઓ આ જ સેનામાં આપી રહી છે. સાધના સક્સેનાના પિતા અને ભાઈ સેનામાં ડોક્ટર રહી ચૂક્યા છે અને હવે ત્રીજી પેઢીના રુપમાં તેનો પુત્ર ભારતીય વાયુસેનામાં ફાઈટર પાયલટ તરીકે કામ કરી રહ્યો છે. આવી રીતે છેલ્લા 7 દશકથી તેનો પરિવાર ભારતીય વાયુસેનામાં સેવા આપી રહ્યું છે.
એર માર્શલ સાધના નાયર એરફોર્સ સાથે જોડાયેલી એ બીજી મહિલા છે જેમણે એર માર્શલના પદ પર પહોંચી છે. આ પહેલા સાધના નાયર બેંગ્લુરુમાં ઈન્ડિયન એરફોર્સ ટ્રેનિંગ કમાનમાં પ્રિન્સિપલ મેડિકલ ઓફિસર તરીકે કામ કરી રહી છે. દેશની પ્રથમ મહિલા એર માર્શલ બનવાનો રેકોર્ડ પદ્મ બંદોપાધ્યાય (નિવૃત્ત)ના નામે છે.
એર માર્શલ સાધના નાયરે પૂણેના આર્મ્ડ ફોર્સેસ મેડિકલ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ પરિવાર મેડિસન પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. સોશિયલ મીડિયા પર તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું ભારતીય વાયુસેનામાં ઈતિહાસ રચનાર આ દંપતિને સલામ.
આ પણ વાંચો : Knowledge News: શું તમને સ્કાય બસ સેવા વિશે ખબર છે? ભારતમાં શરૂ થનારી આ બસનું જાણો અતથી ઈતિ