Knowledge News: શું તમને સ્કાય બસ સેવા વિશે ખબર છે? ભારતમાં શરૂ થનારી આ બસનું જાણો અતથી ઈતિ
કેન્દ્રના રોડ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીની જાહેરાત મુજબ આ સેવા દિલ્હી અને ગુરૂગ્રામ વચ્ચે જુલાઈ મહિનાથી શરૂ થઈ શકે છે. આ સેવાની શરૂઆતને કારણે દિલ્હીવાસીઓને ટ્રાફિકમાંથી છુટકારો મળશે અને પ્રદૂષણની માત્રામાં પણ ઘટાડો જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ કે સ્કાય બસ સેવા શું છે અને તે સામાન્ય બસ સેવાથી કેવી અને કેટલી અલગ છે. આનાથી લોકોને કેવી રીતે ફાયદો થશે
ભારતમાં વિકાસની બોલબાલા વચ્ચે હવે દેશમાં નવી નવી ટેકનોલોજી પણ આકાર લઈ રહી છે. અત્યાર સુધી જે પ્રકારની સુવિધાઓ વિદેશમાં જોવા મળતી હતી તે પ્રકારની પરિવહનની સેવા ભારતમાં પણ આવવા લાગી છે તે જ પૈકીની એક સેવા છે સ્કાય બસ સેવા કે જે ટૂંક સમયમાં ભારતમાં શરૂ થશે તો નોલેજ સિરિઝમા જાણો આ સેવા છે શું અને બીજી બસ સેવા કરતા તે કેમ અલગ પડે છે.
કેન્દ્રના રોડ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીની જાહેરાત મુજબ આ સેવા દિલ્હી અને ગુરૂગ્રામ વચ્ચે જુલાઈ મહિનાથી શરૂ થઈ શકે છે. આ સેવાની શરૂઆતને કારણે દિલ્હીવાસીઓને ટ્રાફિકમાંથી છુટકારો મળશે અને પ્રદૂષણની માત્રામાં પણ ઘટાડો જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ કે સ્કાય બસ સેવા શું છે અને તે સામાન્ય બસ સેવાથી કેવી અને કેટલી અલગ છે. આનાથી લોકોને કેવી રીતે ફાયદો થશે
આ એક પાયલોટ પ્રોજક્ટ છે જે અગર સફળતાથી પાર પડે છે તો બીજા રાજ્ય અને શહેરમાં લાગુ કરવામાં આવશે. ખાસ કરીને વધતા પ્રદૂષણને ડામવા માટેની આ એક પહેલ તરીકે જોવામાં આવે છે. આ સેવાને લઈ ઈંધણમાં બચત પણ જોવા મળશે. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો બીજા શહેરોમાં પણ તેને લાગુ કરવામાં આવશે.
પૂર્વ વડાપ્રધાન વાજપેઈજીની વિચારેલી યોજના
સ્કાય બસ સેવાની વાત કરીએ તો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજીનું આ સ્વપ્ન હતું. વર્ષ 2003માં તેમણે NDAની સરકાર હતી ત્યારે આ યોજના બનાવી હતી. પીએમ મોદીએ સત્તામાં આવ્યા બાદ તેને સૌ પ્રથમ ગોવામાં માપુસાથી પણજી સુધી દોડાવા માટેનું નક્કી કર્યું હતું પણ યોજના પુરી ના થઈ શકી. મોદી સરકાર ફરીથી આ પ્રોજેક્ટ પર ઉતરી છે અને ટૂંક સમયમાં તેના પર કામ પણ શરૂ કરી દેવામાં આવશે.
સ્કાય બસ કઈ રીતે બધા કરતા અલગ
આ બસ એલિવેટેડ ટ્રેક પર ઈલેકટ્રિકથી ચાલશે એટલે જ સામાન્ય બસ કરતા તે અલગ પડે છે. આને લઈને ઈંધણની બચત પણ થઈ શકશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ સ્કાય બસમાં લગભગ 200 જેટલા પ્રવાસી બેસી શકશે. આ જ સેવાને રોડ પર ચાલતી ટ્રામના મોડ પર પણ શરૂ કરવાની યોજના છે. જણાવવું રહ્યું કે આ પ્રોજેક્ટ પહેલા રેલવે પાસે હતો અને હવે તે રોડ અને ટ્રાન્સપોર્ટ વિબાગ પાસે જતો રહ્યો છે.
સ્કાય બસ સેવાનું ભાડુ કેટલું રહેશે
મીડિયા રિપોર્ટ પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે સ્કાય બસ સેવાનું ભાડુ મેટ્રો કરતા પણ સસ્તુ હશે. 50 % જેટલું તે ઓછુ રહી શકે છે. પ્રથમ તબક્કામાં સરકાર દ્વારા વારાણસી, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ અને ગોવામાં સ્કાય બસ સેવા શરૂ કરવાની યોજના છે. સ્કાય બસની સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે
સ્કાય બસની વાત કરીએ તો એલિવેટેડ ટ્રેક સાથે જોડાયેલી મેટ્રો જેવી જ સિસ્ટમ છે. ભારત સરકારે સૌપ્રથમ 2004માં સ્કાયબસની ટ્રાયલ શરૂ કરી હતી, પરંતુ બાદમાં તેને અટકાવી દેવામાં આવી હતી. તેની રચના ઈન્ડિયન ટેક્નોલોજિસ્ટ બી. રાજારામે કરી છે. સ્કાયબસ સેવા જર્મનીમાં વુપરટલ શ્વેઇઝરબાન અથવા એચ-બાહન સિસ્ટમ જેવી જ છે.