BSE STAR MF એ જૂનમાં રૂ 36,232 કરોડના 1.29 કરોડ ટ્રાન્ઝેક્શન સાથે રેકોર્ડ બનાવ્યો, 186 કરોડની નવી SIP પણ રજીસ્ટર્ડ થઈ
BSE એ બુધવારે જણાવ્યું હતું કે તેના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ સ્ટાર એમએફ(STAR MF)એ જૂનમાં રૂ 36,232 કરોડના 1.29 કરોડ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યા છે.
BSE એ જૂન ૨૦૨૧ માં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. BSE StAR MF એ ચાલુ મહિનામાં ૧.૨૯ કરોડ ટ્રાન્ઝેક્શન સાથે નવો મંથલી ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ દર્જ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જૂનમાં ૧૮૬ કરોડની નવી SIP રજીસ્ટર્ડ કરવામાં આવી છે. કોરોનાકાળમાં આ મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.
મુખ્ય સ્ટોક એક્સચેન્જ BSE એ બુધવારે જણાવ્યું હતું કે તેના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ સ્ટાર એમએફ(STAR MF)એ જૂનમાં રૂ 36,232 કરોડના 1.29 કરોડ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યા છે. એક્સચેન્જ અનુસાર તેણે મે મહિનામાં પ્રાપ્ત કરેલા 1.14 કરોડ ટ્રાન્ઝેક્શનના ઓલ ટાઈમ હાઇલ મંથલી રેકોર્ડને જૂન ૨૦૨૧ માં તોડયો છે.
આંકડાની દ્રષ્ટિએ સરખામણી કરીએ તો જૂનમાં મેં મહિના કરતા ૧૫ લાખ ટ્રાન્ઝેક્શન વધુ નોંધાયા છે. આ વૃદ્ધિ સાથે નવી સપાટી દર્જ થઇ છે જે એક સારા સમાચાર તરીકે જોવામાં આવી રહયા છે.
એકંદરે પ્લેટફોર્મે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિના (એપ્રિલ-જૂન) માં 4.44 કરોડ ટ્રાન્ઝેક્શન પુરા કર્યા છે જ્યારે આખા વર્ષ ૨૦૨૦-૨૧માં 9.38 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ઉપરાંત પ્લેટફોર્મ જૂન 2021 માં 7.83 લાખ નવી સિસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ની નોંધણી કરી છે જેની રકમ 186 કરોડ છે એમ એક્સચેન્જમાં જણાવાયું છે.
સ્ટાર એમએફની હાલની એસઆઈપી બુકનું કદ 98.80 લાખ છે. એક્સચેન્જે ડિસ્ટ્રિબ્યુટર અને સ્વતંત્ર નાણાકીય સલાહકારોને રીઅલ-ટાઇમ ધોરણે પ્લેટફોર્મ પર ગ્રાહકોને નોંધણી કરવામાં મદદ માટે બીએસઈ સ્ટાર એમએફ એપ્લિકેશન શરૂ કરી છે.