શું દિવાળી છે પ્રદુષણનું કારણ ? વગર તહેવારે ચીન-પાકમાં હવાનું સ્તર અતિ ખરાબ, ટોપ-10 પ્રદુષિત શહરોમાં ભારત ત્રીજા નંબર પર

|

Nov 07, 2021 | 1:22 PM

વિશ્વભરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ પર નજર રાખતી સંસ્થા આઈક્યુ એરના ડેટા પર નજર કરીએ તો એવું જણાય છે કે શુક્રવારે દિલ્હીમાં AQI સર્વોચ્ચ સ્તરે હતો. તેનો સરેરાશ આંકડો 410ની નજીક પહોંચી ગયો હતો.

શું દિવાળી છે પ્રદુષણનું કારણ ? વગર તહેવારે ચીન-પાકમાં હવાનું સ્તર અતિ ખરાબ, ટોપ-10 પ્રદુષિત શહરોમાં ભારત ત્રીજા નંબર પર
Air Pollution - File Photo

Follow us on

નવેમ્બરની શરૂઆતથી ભારત(India)માં હવાની ગુણવત્તા(Air quality)માં સતત ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધી જે અહેવાલો સામે આવ્યા છે તે મુજબ આ સમયે ઉત્તર ભારતમાં વધતા પ્રદૂષણ(Air pollution)નું સૌથી મોટું કારણ પંજાબ અને હરિયાણામાં મોટી સંખ્યામાં પરાળ (ઘઉં કાઢી લધા બાદ બચતો ભુસો) સળગાવવાનું છે. દરમિયાન ગુરુવારે દિવાળી બાદ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં વધતા પ્રદૂષણના આંકડા જાહેર થયા છે.

દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણને કારણે ધુમ્મસની ચાદર પણ જોવા મળી હતી. જો કે, આ સ્થિતિ માત્ર દિલ્હીમાં ફટાકડા ફોડવાને કારણે નથી, પરંતુ ચીન(China)ની રાજધાની બેઇજિંગથી પાકિસ્તાન(Pakistan)ના લાહોર સુધીનો AQI ખૂબ જ ખરાબ સ્તરે છે. જો આપણે વિશ્વભરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ પર નજર રાખતી સંસ્થા આઈક્યુ એરના ડેટા પર નજર કરીએ તો એવું જણાય છે કે શુક્રવારે દિલ્હીમાં AQI સર્વોચ્ચ સ્તરે હતો. તેનો સરેરાશ આંકડો 410ની નજીક પહોંચી ગયો હતો.

દિવાળી હોવા છતાં નંબર બે પર કોઈ ભારતીય શહેર નથી, પરંતુ ચીનનું બેઇજિંગ, જ્યાં AQI 219 ની નજીક છે. તેવી જ રીતે, ત્રીજા નંબર પર કોઈ ભારતીય શહેર ન હતું, પરંતુ પાકિસ્તાનનું લાહોર AQI 208 પર રહ્યું છે. જો આપણે સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળા ટોપ-10 શહેરો પર નજર કરીએ તો આ યાદીમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. નંબર વન પર દિલ્હી પછી ભારતના કોઈપણ શહેરનું નામ યાદીમાં 7મા નંબર પર છે. આ શહેર મુંબઈ છે, જ્યાં AQI 169 નોંધાયો હતો. આ પછી કોલકાતા 8માં નંબરે છે અને અહીં AQI 164 હતો.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

બીજી તરફ ચીનના ત્રણ શહેરો અને પાકિસ્તાનના બે શહેરોના નામ પણ આ યાદીમાં સામેલ છે. બીજા નંબરે બેઈજિંગ જ્યારે 6ઠ્ઠા નંબર પર ચીનના શેનયાંગ AQI 169 નું નામ છે. તે પછી ચીનના વુહાન 9મા સ્થાને છે, જ્યાં AQI 157 હતો. પાકિસ્તાનનું લાહોર AQI 208 યાદીમાં ત્રીજા નંબરે છે, જ્યારે કરાચી AQI 188 પાંચમા સ્થાને છે.

શુધ્ધ હવાના માપદંડ શું છે ?

એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) એ વિસ્તારના ઘન મીટર ત્રિજ્યામાં હવામાં PM-2.5 પ્રદૂષકોની હાજરીના આધારે માપવામાં આવે છે. તે છ વિભાગોમાં વહેંચાયેલું છે .

1. પહેલા 0-50નો AQI આવે છે. એટલે કે હવામાં PM 2.5 પ્રદૂષકોનું સ્તર 0 થી 50 પ્રતિ ઘનમીટર સુધી મર્યાદિત છે. આ સ્થિતિ આદર્શ હોવાનું કહેવાય છે અને આ સ્તરના AQI ધરાવતા વિસ્તારો પ્રદૂષણ મુક્ત હોવાનું કહેવાય છે.

2. AQI 51-100 નો અર્થ એ છે કે કોઈ વિસ્તારમાં હવામાં પ્રદૂષકોની હાજરી છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્યને કોઈ ખાસ નુકસાન થતું નથી. આ સ્તરને મધ્યમ પણ કહેવામાં આવે છે.

3. AQI 101-150 નું સ્તર સંવેદનશીલ જૂથો માટે જોખમી છે. એટલે કે જે લોકો શ્વાસ સંબંધી રોગ અથવા અસ્થમાથી પીડિત છે. પ્રદૂષણનું આ સ્તર તેમના માટે ખરાબ હોવાનું કહેવાય છે.

4. AQI 151-200 ના સ્તરને બિનઆરોગ્યપ્રદ શ્રેણીમાં રાખવામાં આવે છે. આ સમય દરમિયાન લોકોના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે અને શ્વસન સંબંધી રોગો થવાનું જોખમ રહેલું છે.

5. AQI 201-300 નો અર્થ છે કે વિસ્તારમાં હવાનું સ્તર ખૂબ જ નબળું છે. આને ઈમરજન્સી કહેવામાં આવે છે અને તેમાં સરકાર દ્વારા સ્વાસ્થ્ય સુરક્ષા માટે ચેતવણી પણ આપવામાં આવે છે. બાળકો અને વૃદ્ધો માટે પણ બહાર જવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવે છે.

6. AQI 300+ એટલે કે હવા ખતરનાક રીતે ખરાબ છે અને લોકોને એક કરતાં વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આ સમય દરમિયાન દરેકને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે.

 

આ પણ વાંચો: Heavy Rainfall in Chennai: ચેન્નઈમાં 2015 પછી સૌથી ભારે વરસાદ પડ્યો, વરસાદના કારણે રસ્તાઓ પર પૂરની સ્થિતિ

આ પણ વાંચો: ખેતીમાં પાણીની અછતને જળ સંચય થકી નિવારી શકાય! આ ગામના સફળ જળ સંચયના પ્રયાસથી ખેડૂતો બન્યા સમુદ્ધ

Next Article