Heavy Rainfall in Chennai: ચેન્નઈમાં 2015 પછી સૌથી ભારે વરસાદ પડ્યો, વરસાદના કારણે રસ્તાઓ પર પૂરની સ્થિતિ

તિરૂવલ્લુરના કલેક્ટરે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, પૂંડી જળાશયમાંથી સવારે 9 વાગ્યાથી 3 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. કોસસ્થલૈયાર નદીના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવી છે.

Heavy Rainfall in Chennai: ચેન્નઈમાં 2015 પછી સૌથી ભારે વરસાદ પડ્યો, વરસાદના કારણે રસ્તાઓ પર પૂરની સ્થિતિ
Heavy rainfall in Chennai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 11:07 AM

Chennai rain Fall: બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે ચેન્નાઈમાં રાતભર ભારે વરસાદ પડ્યો છે. એક ખાનગી હવામાન બ્લોગર્સ મુજબ શહેરમાં પડેલો વરસાદ 2015 પછીનો સૌથી ભારે વરસાદ હતો. રવિવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં નુંગમ્બક્કમમાં 215.3 મીમી જ્યારે મીનામ્બક્કમમાં 113.6 મીમી વરસાદ નોંધાયો હતો.

અન્ય વિસ્તારોમાં સવારે 8.30 વાગ્યા સુધી વરસાદઃ

અન્ના યુનિવર્સિટી 164 મીમી, એમઆરસી નગર 171 મીમી, તારામણિ 127.5, વાયએમસીએ નંદનમ 157.5, એસીએસ મેડિકલ કોલેજ 103.5 મીમી, ગુડવિલ સ્કૂલ વિલ્લીવાક્કમ 200 મીમી, પુઝલ 146.5 મીમી અને એન્નોરે 01 મીમી. વરસાદ નોંધાયો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ભારે વરસાદને કારણે ઘણી શેરીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ટી નગર, વ્યાસરપડી, રોયાપેટ્ટા, માયલાપોર, અદ્યાર અને શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘણા મુખ્ય માર્ગો પર સવારે ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં જેમાં ટોંડિયારપેટ હાઈ રોડ, જીવન લાલ નગર, ગ્રેટ નોર્ધન ટ્રંક રોડ, જવાહરલાલ નહેરુ નગર, માધવરામના ભાગો (ગણપતિ શિવ નગર, દીપન નગર, રાઘવેન્દ્ર નગર), ટોંડિયારપેટના ભાગો (ટીપી સ્કીમ રોડ, તિરુવલ્લુર નગર, વિનોભા નગર) નો સમાવેશ થાય છે. રોયાપુરમના કેટલાક ભાગો, ટેનામ્પેટના ભાગો (ખાદર નવાઝ કાહ્ન રોડ, શિવાનંદ સલાઈ અને અન્ય), વેલાચેરી અને શોલિંગનલ્લુર તેમજ વ્યાસપાડી ગણેશપુરમ સબવે અને ટી નગર દુરાઈસામી સબવેને અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

તિરૂવલ્લુરના કલેક્ટરે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, પૂંડી જળાશયમાંથી સવારે 9 વાગ્યાથી 3 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. કોસસ્થલૈયાર નદીના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવી છે.

ચેન્નઈ કોર્પોરેશન, મેટ્રોવોટર અને પીડબલ્યુડીના અધિકારીઓ મુજબ એમનો અવો પ્રશ્ન પણ હતો કે, શું ચેમ્બરમબક્ક્મ તળાવમાંથી પાણી છોડવું જોઈએ. કેટલાક વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરાવવાની કામગીરી ચાલી રહી હતી. અધિકારીઓ અનુસાર સવારે 11 વાગ્યાથી પુઝલ જળાશયમાંથી 500 ક્યુસેક પાણી છોડવામાં આવશે.

હવામાન વિભાગે શનિવાર અને રવિવારની રાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી કરી હતી. વિભાગે એવી પણ આગાહી કરી છે કે, બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાશે અને વધુ લો પ્રેશર બન્યા બાદ તે ઉત્તર તમિલનાડુ કિનારા તરફ આગળ વધવાની સંભાવના છે.

આ પણ વાંચો: Pakistan Taliban News: ગાઢ થઈ રહી છે મિત્રતા, પાકિસ્તાનનો પ્રવાસ કરશે તાલિબાન સરકારના આ વિદેશ મંત્રી

આ પણ વાંચો: ઔષધીય છોડ સર્પગંધાની ખેતીથી ખેડૂતો કરી શકે છે મબલક કમાણી, 3000 રૂપિયે કિલો વેચાય છે બીજ

g clip-path="url(#clip0_868_265)">