વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા અમેરિકાની મોટી ચાલ, USAની કોર્ટે પન્નુ મામલે ભારત સરકારને મોકલ્યું સમન્સ

અમેરિકાની એક અદાલતે આંતકવાદી ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યા અને કાવતરાને લઈને અમેરિકાની એક કોર્ટે ભારત સરકારને સમન્સ જાહેર કર્યું છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા અમેરિકાની મોટી ચાલ, USAની કોર્ટે પન્નુ મામલે ભારત સરકારને મોકલ્યું સમન્સ
Follow Us:
| Updated on: Sep 20, 2024 | 4:23 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર જશે તે પહેલા બાઈડને મોટી ચાલ રમી છે. ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટની કોર્ટ દ્વારા એક સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. આ સમન્સમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને પૂર્વ RAW ચીફ સામંત ગોયલના નામ પણ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પહેલા બાઈડન પ્રશાસને એક મોટું પગલું ભર્યું છે. તો જાણો આમાં કોના કોના નામ પણ સામેલ છે. સમગ્ર મામલો શું છે.

શું છે સમગ્ર મામલો જાણો

અમેરિકાની અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું ષડયંત્ર મામલે ભારત સરકારને સમન્સ જાહેર કર્યું છે. આ સમનમાં ભારત સરકાર પર પન્નુની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલાને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવ્યો છે. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે, જ્યારે આ મુદ્દો અમારા ધ્યાનમાં પહેલી વખત આવ્યો તો અમે કાર્યવાહી કરી અને એક ઉચ્ચ સ્તરીય સમિતિ કાર્યરત કરી છે.

પીઓમના પ્રવાસ પહેલા અમેરિકાની મોટી ચાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 સપ્ટેબરના રોજ 3 દિવસીય પ્રવાસ પર અમેરિકા જઈ રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિલમિંગટન, ડેલાવેયરમાં ચોથા ક્વાડ લીડર્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. ન્યુયોર્કમાં રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેબરના રોજ ભારતીય સમુદાયના એક સંમેલનને સંબોધિત કરશે. વડાપ્રધાન એઆઈ, ક્વાંટમ, કોમ્પુયટિંગ, સેમીકંડક્ટર અને બાયોટેકનોલોજીના અત્યાધુનિકા ક્ષેત્રોમાં બંન્ને દેશ વધુ વધુ સહયોગને પ્રોત્સાહન આપવા માટે અગ્રણી અમેરિકી કંપનીઓના સીઈઓની સાથે પણ વાતચીત કરશે, 23 સપ્ટેમબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના શિખર સંમેલનને સંબોધિત કરશે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

જાણો સમનમાં કોના કોના નામ સામેલ

આ સમન્સ ને ન્યુયોર્કના દક્ષિણી જિલ્લાના અમેરિકી જિલ્લા ન્યાયાલયે જાહેર કર્યું છે. જેમાં ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, રિસર્ચ એન્ડ એનાલિસિસિ વિંગના પૂર્વ પ્રમુખ સામંત ગોયલ, રો એજેન્ટ વિક્રમ યાદવ અને ભારતીય વ્યવસાયી નિખિલ ગુપ્તાનું નામ પણ સામેલ છે. અમેરિકી કોર્ટે પણ તમામ પક્ષકારોને 21 દિવસની અંદર જવાબ આપવાનું કહ્યું છે.

પન્નુએ શેર કરી સમન્સ કોપી

પન્નુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ સમનની કોપી શેર કરી છે. જે ભારતમાં પ્રતિબંધિત છે. ખાલિસ્તાની આતંકવાદી પન્નુની પાસે અમેરિકી અને કેનેડાની નાગરિકતા છે. ભારતમાં જાહેર કરાયેલા આતંકવાદી પન્નુની હત્યાનું કાવતરું ભારત-અમેરિકાના રાજદ્વારી સંબંધો માટે કાંટો બની ગયું છે. નવેમ્બર 2023માં, યુએસ ન્યાય વિભાગે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર સિખ ફોર જસ્ટિસના નેતા પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

અમેરિકાએ ભારત પર લગાવ્યા અનેક આરોપ

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું હતુ કે, નિખિલ ગુપ્તાએ પન્નુની હત્યા માટે એક ભાડે હત્યારાને કામ પર રાખ્યો હતો અને અને પૈસા ચૂકવ્યા હતા. એવા પણ આરોપ છે કે, નિખિલ ગુપ્તાને એક ભારતીય રો એજન્ટ દ્વારા આ કામ કરવા માટે કહેવામાં આવ્યું હતુ. જો કે ભારતે આ આરોપોને નકારી કાઢ્યા છે. ભારતે અમેરિકાના આરોપોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે. નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી અને યુએસ પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, નિખિલ ગુપ્તાએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">