બેરોજગારી ચરમસીમા પર ! યુવકને જોબ ના મળતા તે રસ્તે આવી ગયો અને કર્યું એવું કામ કે, લોકો…. જુઓ Video
25 વર્ષીય યુવકે 1,000 થી વધુ નોકરી માટે એપ્લાય કર્યું પણ તેને ફ્કતને ફક્ત રિજેક્શનનો સામનો કરવો પડ્યો. જો કે, યુવકે એક અનોખી રીત અપનાવી અને નોકરી મેળવવા માટે એવું કામ કર્યું કે, લોકો જોતાં રહી ગયા.

આજકાલ મોટાભાગના યુવાઓ ગ્રેજ્યુએશન બાદ આમ-તેમ જોબ માટે ભટકતા હોય છે. જો કે, ડિગ્રી બાદ પણ જોબ મેળવવી મુશ્કેલ છે. એવામાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તે પરથી સાબિત થાય છે કે, યુવાનો જોબ માટે કેટલું ભટકતા હોય છે.
તાજેતરમાં જ ફ્લોરિડાના 25 વર્ષીય સેમ રાબિનોવિટ્ઝે લોકોને ક્યારેય હાર ન માનવા માટેની પ્રેરણા આપી છે. સેમ રાબિનોવિટ્ઝે ફાઇનાન્સમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ તેણે 1,000 થી વધુ નોકરીઓ માટે અરજી કરી પરંતુ ક્યાંયથી કોઈ ફોન આવ્યો નહીં.
એવું તો કયું પગલું ભર્યું?
આ નિરાશાજનક હતું પરંતુ સેમે હાર ના માની અને નોકરી મેળવવા માટે તેણે જે પગલું ભર્યું તે જોઈને લોકો તેની વાહ-વાહ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, સેમની આ પદ્ધતિ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
સેમ રાબિનોવિટ્ઝે 1,000 થી વધુ કંપનીઓમાં નોકરી માટે પોતાનું CV મોકલ્યું હતું પરંતુ જ્યારે તેને કોઈ ફોન ન આવ્યો ત્યારે તે નિરાશ થઈ ગયો. આ દરમિયાન ‘લેબર ડે’ વીકેન્ડના અંતે સેમે ઘરે એક પ્લેકાર્ડ બનાવ્યું અને ત્યારબાદ તે પ્લેકાર્ડ હાથમાં લઈને ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જની સામે ઊભા રહ્યો.
View this post on Instagram
સેમના પ્લેકાર્ડ પર શું લખ્યું હતું?
“મેં લિંક્ડઇન ટ્રાય કર્યું, ઇમેઇલ ટ્રાય કર્યું અને હવે હું ‘વોલ સ્ટ્રીટ’ ટ્રાય કરી રહ્યો છું. હું ફાઇનાન્સ અને ટ્રેડિંગમાં ઇન્ટર્નશિપ અથવા એન્ટ્રી-લેવલની જોબ શોધી રહ્યો છું. હું કામ કરવા માટે તૈયાર છું.”
સેમની આ પદ્ધતિ ન્યૂ યોર્કના રસ્તાઓ પર લોકોને રસપ્રદ લાગી. ઘણા લોકો તેની સાથે રોકાયા અને વાત કરી. જો કે, અંતે તેની મહેનત રંગ લાવી. એક IPO કંપનીના પાર્ટનરે સેમને ફોન કર્યો અને તેનો ઇન્ટરવ્યુ લીધો.
સેમ રાબિનોવિટ્ઝ કહે છે કે, “ઇન્ટરવ્યુ લીધા પછી અને ઓફિસ જોયા પછી, મને લાગ્યું કે મારું સપનું સાકાર થયું છે. જો કે, મને હજુ સુધી ઓફર લેટર મળ્યો નથી પરંતુ મને વિશ્વાસ છે કે મને આ નોકરી મળશે.”
