યુકેના PM બોરિસ જોન્સનના વિરોધમાં ભારતીયમૂળના નાણામંત્રી ઋષિ સુનકે આપ્યુ રાજીનામું, જાણો Infosysના માલિક નારાયણ મૂર્તિ સાથે શું છે મોટુ કનેક્શન

યુકેના નાણામંત્રી (UK Finance Minister) ઋષિ સુનકે પીએમ બોરિસ જોન્સનના વિરોધમાં આપ્યું રાજીનામું. ઋષિ સુનક ભારતીય મૂળના છે.

યુકેના PM બોરિસ જોન્સનના વિરોધમાં ભારતીયમૂળના નાણામંત્રી ઋષિ સુનકે આપ્યુ રાજીનામું, જાણો Infosysના માલિક નારાયણ મૂર્તિ સાથે શું છે મોટુ કનેક્શન
UK Finance Minister Rishi Sunak Resigns
Image Credit source: File Photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 05, 2022 | 11:53 PM

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને (PM Boris Johnson) મોટો ઝટકો લાગ્યો છે.  વડાપ્રધાન બોરિસ જોન્સનની સરકારમાંથી નાણા મંત્રી ઋષિ સુનક (Rishi Sunak) અને સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે રાજીનામું આપી દીધું છે. ‘પાર્ટી ગેટ’ વિવાદ બાદ હવે બ્રિટિશ સરકાર દારૂની મહેફિલની ઘટનામાં ફસાઈ છે. બ્રિટન સરકાર દારૂ પીવાની ઘટનાના સંબંધમાં તેના ડેપ્યુટી ચીફ વ્હીપે રાજીનામું આપ્યા પછી વધુ એક દારૂ કૌભાંડનો સામનો કરી રહી છે. શુક્રવારે વડાપ્રધાન બોરિસ જોન્સનને કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી આ સાંસદને હાંકી કાઢવાની માંગ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનના વિરોધમાં ભારતીયમૂળના નાણામંત્રી ઋષિ સુનકે આપ્યુ રાજીનામું

Infosysના માલિક નારાયણ મૂર્તિ સાથે છે મોટુ કનેક્શન

સાઉધમ્પ્ટનમાં જન્મેલા સુનકનું શિક્ષણ વિન્ચેસ્ટર કોલેજમાં થયું હતું. તેમના ભારતીય માતા-પિતા પૂર્વ આફ્રિકામાંથી સ્થળાંતર થયા હતા. ત્યારબાદ તેમણે ઓક્સફર્ડની લિંકન કોલેજમાં ફિલસૂફી, રાજકારણ અને અર્થશાસ્ત્રમાં અભ્યાસ કર્યો અને બાદમાં ફુલબ્રાઈટ સ્કોલર તરીકે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યુ. સ્ટેનફોર્ડમાં અભ્યાસ કરતી વખતે, તેઓ તેમની ભાવિ પત્ની અક્ષતા મૂર્તિને મળ્યા, જે ઈન્ફોસિસની સ્થાપના કરનાર ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ એન.આર. નારાયણ મૂર્તિની પુત્રી છે. એટલે કે ઋષિ સુનક નારાયણ મૂર્તિના જમાઈ છે.

ઋષિ સુનકે ટ્વિટ કરી આપી જાણકારી

સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે ટ્વીટ કરીને આ જાણકારી આપી

સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે ટ્વીટ કર્યું, ‘મારા માટે આ ભૂમિકામાં સેવા આપવી એ એક મહાન સૌભાગ્યની વાત છે, પરંતુ મને અફસોસ છે કે હું આને આગળ ચાલુ રાખી શકતો નથી.’

આ પણ વાંચો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati