અમેરિકામાં સતત બીજા દિવસે ગોળીબાર, ઈન્ડિયાનામાં પાર્ટી દરમિયાન થયો ગોળીબાર

અમેરિકામાં સતત બીજા દિવસે ગોળીબાર થયો છે. ઈન્ડિયાનામાં એક પાર્ટી દરમિયાન થયો ગોળીબાર થયો છે. હુમલાખોરોએ 10 લોકો પર ગોળીબાર કર્યો છે. મળતી માહિતી અનુસાર 3 લોકોના મોત થયા છે.

અમેરિકામાં સતત બીજા દિવસે ગોળીબાર, ઈન્ડિયાનામાં પાર્ટી દરમિયાન થયો ગોળીબાર
Shootout at Indiana USA
TV9 Gujarati

| Edited By: Abhigna Maisuria

Jul 05, 2022 | 10:52 PM

અમેરિકામાં સતત બીજા દિવસે ગોળીબાર (Shootout in america) થયો છે.  ઈન્ડિયાનાના (Indiana) ગેરીમાં પાર્ટી દરમિયાન ફાયરિંગ થયું હતું. હુમલાખોરોએ 10 લોકો પર ગોળીબાર કર્યો છે. આ ફાયરિંગમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 7 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસે હુમલાખોરને ચારે બાજુથી ઘેરી લીધો છે. આ પહેલા ગઈકાલે (4 જુલાઈ) શિકાગોમાં ગોળીબારની ઘટના બની હતી. ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન થયેલા ગોળીબારમાં 6 લોકો માર્યા ગયા અને 24 ઘાયલ થયા. 22 વર્ષીય આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે.

1791માં અમેરિકાના બંધારણના બીજા સંશોધનમાં તમામ નાગરિકોને બંદૂક રાખવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. અમેરિકાનું ગન કલ્ચર એટલું જ જૂનું છે. અમેરિકામાં મોટી સંખ્યામાં લોકો પાસે સુરક્ષાના માટે બંદૂકો છે. તેના કારણે ગોળીબારની ઘટનાઓ વધી છે. અને તેમા ઘણા લોકોના જીવ જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તાજેતરમાં ગન રિફોર્મ એક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.

જો બાયડને ગોળીબારની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ઈલિનોઈસના હાઈલેન્ડ પાર્કમાં ગોળીબારની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ઘટના સાંભળીને હું ચોંકી ગયો છું. તેમણે કહ્યું હતું કે તાજેતરમાં મેં ગન રિફોર્મ એક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. પરંતુ ઘણું કરવાનું બાકી છે. હું બંદૂક હિંસા સામે લડવાનું બંધ કરીશ નહીં.

રોબર્ટ ક્રેમોએ કર્યો હતો ગોળીબાર

22 વર્ષીય રોબર્ટ ક્રેમોએ બાળકો અને વૃદ્ધો દરેક પર ગોળીઓ ચલાવી હતી. સાક્ષીઓએ જણાવ્યું હતું કે તેણે બિલ્ડિંગની છત પરથી ગોળીબાર કર્યો હતો. ખુશીનું વાતાવરણ અચાનક દુ:ખમાં ફેરવાઈ ગયું. તેઓએ લોહીથી લથપથ મૃતદેહોને જોયા અને અનેક લોકોને પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરેડ લગભગ સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ ફાયરિંગ થતાં જ 10 મિનિટ પછી બંધ કરી દેવામાં આવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati