તરબૂચ અને લસણ આપીને ખરીદી શકાશે ઘર? આ દેશની રિયલ એસ્ટેટ કંપનીઓ આપી રહી છે આ શાનદાર ઓફર

Real Estate Offer: રિયલ એસ્ટેટ કંપનીઓ ચીનના પ્રોપર્ટી માર્કેટને વેગ આપવા માટે આ ઓફર લાવ્યુ છે. ચીનમાં રિયલ એસ્ટેટ કંપનીઓ લાંબા ગાળાની આર્થિક મંદીનો સામનો કરી રહી છે. અહીં પ્રોપર્ટી ડેવલપર્સ ખરીદદારોને આકર્ષવા માટે ઘર ખરીદવા રોકડને બદલે તરબૂચ, લસણ અને અન્ય કૃષિ પેદાશોના રૂપમાં ચુકવણી સ્વીકારવા તૈયાર છે.

તરબૂચ અને લસણ આપીને ખરીદી શકાશે ઘર? આ દેશની રિયલ એસ્ટેટ કંપનીઓ આપી રહી છે આ શાનદાર ઓફર
Viral newsImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 6:29 PM

પોતાનું ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે. તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા દરેક વ્યક્તિ ઘર બનાવવા કે લેવા માટે પ્રયત્ન કરતો હોય છે. એક દેશમાં રિયલ એસ્ટેટ કંપનીઓ ઘર (Home) ખરીદવા એવી ઓફર્સ આપી રહી છે, જેને સાંભળીને તમે દંગ રહી જશો. જો તમને કોઈ કહે કે તમે તરબૂચ કે લસણ જેવા ફળ-શાકભાજી આપીને ઘર ખરીદી શકો છો તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે? આજથી 20-25 વર્ષ પહેલાં ભારતમાં મોટાભાગના લોકો વિનિમય સાથે પરિચિત હતા. ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં તે હજુ પણ પ્રચલિત છે. સાદી ભાષામાં વિનિમયમાં એટલે કંઈક વસ્તુ આપીને બીજી વસ્તુ ખરીદવામાં આવે. તેમાં ચલણનું કોઈ કામ નથી. તે સમય જતાં સમાપ્ત થયુ. પરંતુ આ એક દેશની રિયલ એસ્ટેટ કંપનીઓમાં (Real Estate Offer) આ પ્રથા પાછી લાગી છે. જેની ઓફર હાલ વાયરલ થઈ રહી છે. ચાલો જાણીએ કેમ આવું કરવાની જરુર પડી.

આ દેશમાં ચાલી રહી છે આ ઓફર

આ વાત ચીનની છે. ત્યાંની રિયલ એસ્ટેટ કંપનીઓ ચીનના પ્રોપર્ટી માર્કેટને વેગ આપવા માટે આ ઓફર લાવ્યુ છે. ચીનમાં રિયલ એસ્ટેટ કંપનીઓ લાંબા ગાળાની આર્થિક મંદીનો સામનો કરી રહી છે. અહીં પ્રોપર્ટી ડેવલપર્સ ખરીદદારોને આકર્ષવા માટે ઘર ખરીદવા રોકડને બદલે તરબૂચ, લસણ અને અન્ય કૃષિ પેદાશોના રૂપમાં ચુકવણી સ્વીકારવા તૈયાર છે. અહેવાલ મુજબ ત્યાંની મોટાભાગની રિયલ એસ્ટેટ કંપનીઓ ખરીદદારોને આવી ઓફર આપી રહી છે.

લસણ અને તરબૂચ ઘરના ડાઉન પેમેન્ટ તરીકે મંજૂર

ચીની મીડિયાના અહેવાલ અનુસાર પૂર્વીય શહેર નાનજિંગમાં એક રિયલ એસ્ટેટ કંપનીએ જણાવ્યું હતું કે તે સ્થાનિક ખેડૂતો પાસેથી 1,00,000 યુઆન સુધીના તરબૂચને ઘરના ડાઉન પેમેન્ટ તરીકે સ્વીકારશે. હોમ બિલ્ડર સેન્ટ્રલ ચાઈના મેનેજમેન્ટે આ વર્ષના મેના અંતમાં સોશિયલ મીડિયા પર એક જાહેરાત મૂકી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે “લસણની નવી સીઝનના અવસર પર કંપની ખેડૂતો માટે ઘર ખરીદવા માટે મોટી ઓફર લઈને આવી છે.

આ પણ વાંચો

ચુકવણી તરીકે બટાકા પણ સ્વીકારાશે

વુક્સી શહેરમાં અન્ય એક રિયલ એસ્ટેટ કંપની બટાકાને પેમેન્ટ તરીકે લઈ રહ્યો છે. મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં લસણનું ઉત્પાદન કરતા મુખ્ય પ્રદેશ ક્વિ કાઉન્ટીમાં ઘર ખરીદનારાઓ તેમની ડાઉન પેમેન્ટના ભાગની પતાવટ કરવા માટે બજાર કિંમતના ત્રણ ગણા ભાવે તેમની પેદાશોનું વિનિમય કરી શકે છે.

કેમ આપવી પડી આવી ઓફર્સ?

સત્તાવાર માહિતી અનુસાર ફ્લોર એરિયાના પેરામીટરના આધારે ચીનમાં ઘરના વેચાણનો ગ્રાફ સતત 11 મહિના સુધી ઘટ્યો છે. જો આ વર્ષના મે મહિનાના આંકડાની સરખામણી મે 2021ના આંકડા સાથે કરીએ તો તેમાં 31.5 ટકાનો ઘટાડો થયો છે. ચીનમાં હાઉસિંગ માર્કેટ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ઘટી રહ્યું છે. તેની પાછળનું કારણ અર્થવ્યવસ્થામાં મંદી, આર્થિક કટોકટી અને પ્રોજેક્ટ પર બાંધકામ શરૂ કરતા પહેલા સિક્યોરિટી જમા કરાવવા જેવા નિર્ણયો છે. આ પરિસ્થિતીમાંથી બહાર આવવા આવી ઓફર આપવામાં આવી રહી છે.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">