US Shooting: કોણ છે 22 વર્ષનો રોબર્ટ ક્રિમો ? જેણે સ્વતંત્રતા દિવસની પરેડમાં બાળકો અને વૃદ્ધો બધા પર ગોળીઓ વરસાવી

US Shooting Suspect Robert Crimo: અમેરિકાના શિકાગો શહેરમાં સ્વતંત્રતા દિવસના અવસર પર 22 વર્ષના છોકરાએ ગોળીબાર કર્યો છે. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

US Shooting: કોણ છે 22 વર્ષનો રોબર્ટ ક્રિમો ? જેણે સ્વતંત્રતા દિવસની પરેડમાં બાળકો અને વૃદ્ધો બધા પર ગોળીઓ વરસાવી
Robert Cremo, who shot at the Freedom Day Parade in America
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jul 05, 2022 | 9:32 AM

યુએસમાં ફ્રીડમ ડે (US Freedom Day Shooting) પર એક પરેડમાં 6 લોકોની હત્યા કરનાર 22 વર્ષીય શંકાસ્પદની પોલીસે ધરપકડ કરી છે. ઘટના શિકાગો શહેરના હાઈલેન્ડ પાર્કની છે. શંકાસ્પદની ઓળખ રોબર્ટ ક્રેમો તરીકે થઈ છે. આ ઘટના બાદ પોલીસે ઈલિનોઈસના હાઈલેન્ડ પાર્કમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને રોબર્ટ ક્રિમોને પકડી લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદ વ્યક્તિએ બિલ્ડિંગની છત પરથી ફાયરિંગ કર્યું છે. સાક્ષીઓએ જણાવ્યું કે ખુશીનું વાતાવરણ અચાનક જ દુઃખમાં ફેરવાઈ ગયું. તેઓએ લોહીથી લથપથ મૃતદેહો જોયા, જેના પર ધાબળો ઢાંકી દેવામાં આવ્યો હતો અને સેંકડો લોકો જીવ બચાવીને ભાગવા લાગ્યા હતા.

સન-ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે પરેડ લગભગ 10 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ ગોળીબાર થતાંની સાથે જ 10 મિનિટ પછી બંધ કરી દેવામાં આવી હતી. ઇમરજન્સી અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબારમાં લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમાંથી કેટલાકની હાલત નાજુક છે. ઉત્તર શિકાગોના પોલીસ અધિકારીએ 6:30 વાગ્યાની આસપાસ ક્રેમોને જોયો હોવાથી, તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે ક્રિમો એક ‘પર્સન ઓફ ઈન્ટરેસ્ટ’ છે. તેને હાઈલેન્ડ પાર્ક પોલીસ વિભાગમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે.

FBIએ આપી મહત્વની માહિતી

FBIA એ અગાઉ સોમવારે સાંજે માહિતી જાહેર કરી હતી, જેમાં કહ્યું હતું કે એવું બની શકે છે કે ક્રિમો પાસે હજુ પણ શસ્ત્રો છે અને તે ખતરનાક છે. આ જ ધરપકડ માટે મદદ કરનારને ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુપ્તચર એજન્સીનું કહેવું છે કે ક્રીમ એક દુબળો પાતળો પાતળો છોકરો છે, જેનું વજન 54 કિલો છે. તેની લંબાઈ 5 ફૂટ 11 ઈંચ છે. તેના શરીર પર ઘણા ટેટૂ છે. તેના ગાલ પર રેખાઓનું ટેટૂ છે. ગરદન પર લાલ ગુલાબ અને લીલા પાંદડાવાળા ટેટૂ અને ડાબી ભમર પર કર્સિવમાં કંઈક લખેલું છે. એફબીઆઈના જણાવ્યા મુજબ, ક્રીમો રોકફોર્ડ, ડેકાલ્બ અને એલ્ગિન સાથે લિંક્સ ધરાવે છે.

બાઈડને કહ્યું- હું બંદૂક હિંસાની મહામારી સામે લડવાનું છોડીશ નહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ઈલિનોઈસના હાઈલેન્ડ પાર્કમાં થયેલી ગોળીબારની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા દિવસના અવસર પર આ ઘટના સાંભળીને હું ચોંકી ગયો છું. તેમણે કહ્યું કે, મેં શુટરની તાત્કાલિક શોધમાં મદદ કરવા માટે ફેડરલ કાયદા અમલીકરણ એજન્સીઓને રોકી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, મેં હાલમાં જ ગન રિફોર્મ એક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. પરંતુ ઘણું કરવાનું બાકી છે. હું બંદૂક હિંસાની મહામારી સામે લડવાનું બંધ કરીશ નહીં.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati